લોકડાઉનમાં સરોગેસીથી જન્મેલા બાળકો જોઈ રહ્યા છે પોતાના મૂળ માતા-પિતાની રાહ, ખરેખર એવુ થાય કે, હે કુદરત શું બગાડ્યુ આ નાના બાળકોએ

લોકડાઉનમાં સરોગસીથી જન્મેલા બાળકો જોઈ રહ્યા છે પોતાના મૂળ માતાપિતાની રાહ, આણંદમાં સરોગસીથી જન્મેલા બાળકો રઝળી પડ્યા…. હજું સુધી મૂળ માતાપિતા બાળકોને જોવા નથી આવી શક્યા

કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા હેતુ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનથી ઘણા બધા લોકોના જીવન અસ્તવ્યસ્ત બની ગયા છે. જો કે વાયરસને ફેલાતો અટકાવવાનો આ જ એક નક્કર ઉપાય છે. પણ આ દરમિયાન આણંદમાં સરોગસી દ્વારા જન્મેલા 17 બાળકો પોતાના મૂળ માતાપિતા વગર રઝળી પડ્યા છે.

image source

માર્ચ મહિનામાં આણંદ શહેરમાં 27 બાળકોનો સરોગસી દ્વારા જન્મ થયો છે, તેઓ પોતાના માતાપિતાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આણંદ એ સરોગસીનું મોટું હબ માનવામાં આવે છે. આણંદમાં લોકડાઉન દરમિયાન સરોગસીથી જન્મેલા 10 બાળકોના માતાપિતા તેમને લેવા માટે હોસ્પિટલ પહોંચી શક્યા છે પણ બાકીના બાળકોનું ધ્યાન હોસ્પિટલનો સ્ટાફ તેમજ ડોક્ટર્સ રાખી રહ્યા છે. જે બાળકો માર્ચ મહિનામાં જન્મ્યા હતા તેઓ તો હવે બે મહિનાના થવા આવ્યા છે.

image source

આણંદમાં સરોગસી માટે જે પણ કપલ આવે છે, તેઓ મોટે ભાગે ગુજરાત બહારથી જ આવતા હોય છે પણ હાલના સંજોગોમાં તેમને મુસાફરીની પરવાનગી નથી મળી રહી. લોકડાઉનના કારણે લોકો ક્યાંય આવી જઈ નથી શકતા. તેમને રાજ્ય કે કેન્દ્રના નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે. સરકાર અને સ્થાનીક પ્રશાસનની મંજૂરી મળ્યા બાદ જ બાળકોના માતાપિતા આણંદ આવી શકે તેમ છે.

image source

ડૉ. નયના પટેલની હોસ્પિટલમાં પણ કેટલાક બાળકોનો જન્મ થયો છે. ડૉક્ટર પટેલનું કહેવું છે કે નવજાત બાળકોને લઈને દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે નર્સ બાળકો સાથે રહે છે, તેમને સંપૂર્ણ રીતે આઈસોલેટ રાખવામાં આવે છે.

image source

લોકડાઉનના કારણે સરોગસી દ્વારા જન્મેલા 27 નવજાત બાળકો હોસ્પિટલમાં ફસાઈ ગયા છે. આ બાળકો પોતાના બાયોલોજીકલ માતાપિતાની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ માતાપિતા પણ પોતાના બાળકોને જોવા આતુર છે પણ લોકડાઉનના કારણે તેમને રસ્તામાં રોકી દેવામાં આવે છે. આવા માતાપિતા પોતાના બાળકની ખબર જાણવા માટે કલાકો સુધી ડો. નયના સાથે વાતો કરે છે. માતાપિતા વગરના આ નવજાત બાળકોનું હાલ હોસ્પિટલ ધ્યાન રાખી રહી છે અને તેમાં તંત્ર પણ તેમની મદદ કરી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ