‘તાઉ તે’નો અસલી પ્રકોપ, માત્ર અમરેલીમાં સૌથી વધુ 45નાં મોત અને અનેક હજુય લાપતા, મૃત્યુઆંક વધવાની શક્યતા

વાવાઝોડાનાં કારણે અગણિત નુકસાન થયું છે. જે જે જિલ્લામાંથી વાવાઝોડું પસાર થયું ત્યા તબાહી જોવા મળી રહી છે અને લાખો કરોડોનું નુકસાન થયું છે. ત્યારે હવે ગ્રાઉન્ટ રિપોર્ટમાં અમરેલીથી એક ચોંકાવનારી વાત સામે આવી છે કે જે જાણીને તમને પણ ધ્રાસકો લાગશે. કારણ કે વાવાઝોડું પુરુ થયાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. 175 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં 45 લોકોનો ભોગ લીધો હોવાનું પણ સામે આવ્યું છે અને સૌથી ચિંતાનો વિષય તો એ છે કે હજુ પણ મૃત્યુઆંક વધે એવી શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં આ વાતને લઈ હાલમાં માહોલ ગરમાયો જોવા મળી રહ્યો છે

image source

આ સાથે જ જો વાત કરવામા આવે તો લોકોની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં પશુ અને પક્ષીઓ પણ મોતને ભેટ્યાં છે. જિલ્લામાં હજુ પણ અનેક ગામો સંપર્કવિહોણાં છે. મોટી સંખ્યામાં લોકો લાપતા છે. ત્યારે આ વાતને લઈ ગુજરાત સરકાર શું કરી રહી છે એ પણ એક મોટો સવાલ છે. જો કે સરકાર ઝીરો કેઝ્યુઆલિટીનો દાવો કરતી રહી છે, પણ એની તૈયારી અમરેલી જિલ્લામાં ટૂંકી પડી હોય એવું ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે સરકારી તંત્રએ માત્ર કાગળ પર આયોજન કર્યા હોય એવું સામે આવ્યું છે. જેના કારણે કાચા અને જોખમી મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી ન શકાયા અને ગંભીર પરિણામ સામે આવી રહ્યું છે.

આ સાથે જ વાત કરવામાં આવે તો તંત્રની ઘોર બેદરકારીને કારણે જાફરાબાદમાં વાવાઝોડાની રાત્રે પાંચ યુવાનો બોટમાં હતા અને આ બોટ ભારે પવનને કારણે ઊભી ફાટી ગઈ. જેના કારણે દરિયામાં ડૂબી જવાથી પાંચેયનાં કરૂણ મોત થયાં હતા. વાવાઝોડાને કારણે અમરેલી જિલ્લામાં 45 લોકોનાં મોત થયાં છે અને આ મૃત્યુ આંક હજુ વધે એવી શક્યતા છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો લાપતા પણ થયા છે. આવી જ રીતે બોટમાં રહેલા અન્ય સાત લોકો લાપતા થયા છે, જેની હજુ કોઈને ખબર જ નથી કે ક્યાં છે.

image source

એવી જ એક કિસ્સો છે કે રાજુલાના મફતપરામાં કાચા મકાનની દીવાલ પડવાથી એક બાળકનું મોત થયું હતું, જ્યારે રાજુલામાં ધાર પર એક મકાનની દીવાલ ધસી પડતાં મહિલાનું મોત થયું હતું. આંબરડી ગામમાં મકાન ધસી પડતાં એકસાથે પાંચ લોકોનાં મોત થયાંનું જાણવા મળ્યું છે.

આ સાથે જ જો સમગ્ર રાજ્યની વાત કરીએ તો 959 રસ્તા તૂટી ગયા. 30 હજાર મકાન અને 2100 મોબાઈલ ટાવર ધરાશાયી થયા અને રાજ્યમાં કુલ 635 પશુનાં મૃત્યુ પણ થયા. 76 હજારથી વધુ વીજપોલ પડવાથી 9685 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો. એનાથી પણ મકાનો અને રસ્તાને નુકસાન થયું છે. 70 હજાર વૃક્ષ ધરાશાયી, જ્યારે 2.25 લાખ વૃક્ષને મોટું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે. ઉનાળુ પાકને 80%થી વધુ અને બાગાયતી પાકોને 100% નુકસાન થવાથી લાખો અને કરોડોનું નુકસાન થયું છે. અમરેલી જિલ્લાનાં અનેક ગામો હાલની તારીખે પણ સંપર્કવિહોણાં છે. સરકારી તંત્ર દ્વારા જોકે માત્ર બે મોત જાહેર કરાયાં છે. ડેથ ઓડિટ કમિટીની બેઠક બાદ વધુ મોત જાહેર કરાશે. ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં અમરેલીને પડેલી આ ખોટ અંગે શોકનો માહોલ પણ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!