અમિતાભ બચ્ચનના અવાજથી હેરાન-પરેશાન થઇ ગયો આ વ્યક્તિ, અને પછી અહીં જઇને કર્યું….

સદીના મહાનાયક એવા બિગ બીની એક્ટિંગ અને એમના અવાજની તો આખી દુનિયા દિવાની છે પણ અમુક લોકો એવા પણ છે જે ન ફક્ત બિગ બીને ટ્રોલ કરે છે પણ એમના અવાજથી પણ ચિડાઈ છે. હા આ એકદમ સાચું છે ઓક્ટોબર 2020થી કોલર ટ્યુનના રૂપમાં સંભળાઈ રહેલા અમિતાભ બચ્ચનના અવાજથી હેરાન પરેશાન થઈને હવે એને હટાવવાની માંગણી એક વ્યક્તિએ કરી છે. રાકેશ નામના આ વ્યક્તિએ દિલ્લી હાઇકોર્ટમાં એક યાચીકા આપી છે. આ સમગ્ર મામલાની સુનવણી 18 જાન્યુઆરીએ થવાની છે.

image source

આ વ્યક્તિએ આપેલી યચીકામાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનના નામે એવું કોઈ સોશિયલ વર્ક નથી જેના દ્વારા એમને દેશ સેવાનું કોઈ કામ કર્યું હોય. યાચીકા આપનાર રાકેશે એ પણ કહ્યું છે કે બચાવનો મેસેજ આપનાર અમિતાભ બચ્ચન પોતાની જાતને અને પોતાના પરિવારના સભ્યોને કોરોના સંક્રમણથી બચાવી નથી શક્યા

image source

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બિગ બી પાસે અમુક લોકોએ કોલર ટ્યુન હટાવવાની માંગણી કરી હતી કારણ કે મેસેજ બિગ બીના અવાજમાં હતો પણ બિગ બીએ એનો જવાબ આપતા કહ્યું હતું કે ” હું દેશ પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું એ નિઃશુલ્ક કરું છું. જો તમને તકલીફ થઈ રહી હોય તો હું ક્ષમા માંગુ છું. પણ આ બધું મારા હાથમાં નથી કોરોના કાળમાં પણ બિગ બી સતત શૂટિંગ કરી રહ્યા છે. સેટ પર કોરોના વાયરસને લગતી બધી જ ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવે છે. બિગ બી થોડા થોડા સમયે લોકોને કોરોના મહામારી પ્રત્યે જાગૃત કરતા રહે છે.

image source

કોરોના વાયરસ અંગે જાગૃતિ ફેલાવતી આ કોલર ટ્યુનમાં પહેલા જસલીન ભલ્લાનો અવાજ સંભળાતો હતો. આ બંને કોલર ટ્યુન છેલ્લા 8 મહિનાથી દરેક વ્યક્તિને ફોન પર સંભળાઈ રહી છે. પહેલા પણ ઘણા લોકો આ કોલર ટ્યુન હટાવવાની માંગ કરી ચુક્યા છે. પણ કાયદાનો સહારો લઈને ફક્ત બિગ બીના અવાજને હટાવવાની માંગણી કરવાનો આવો કેસ પહેલીવાર સામે આવ્યો છે. આ ખબર આવ્યા પછી જ્યાં અમુક લોકો યાચીકા કરનાર રાકેશને શુભકામનાઓ આપી રહ્યા છે તો અમુક લોકો પોતાના અંદાજમાં એના મિમ્સ બનાવીને મજા લઈ રહ્યા છે.

image source

હવે આપણે એ જોવાનું રહ્યું કે 18મી જાન્યુઆરીએ દિલ્લી હાઇકોર્ટ અમિતાભ બચ્ચનના અવાજને કોલર ટ્યુનમાંથી હટાવવાની આ માંગણીની યાચીકા પર શુ સુનવણી આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!