અમિતાભ બચ્ચનનો પોતાની અધધ સંપત્તિની વહેંચણી વિશેનો ખુલાસો જાણી નવાઈ લાગશે અને ગર્વ પણ થશે…

અમિતાભ બચ્ચનની અંદાજિત ૪૬૦ કરોડની મિલ્કતના વારસાનો કર્યો એમણે જાતે જ ખુલાસો. પોતાની મૃત્યુ બાદ મૂકી જશે કોને માટે કેટલી સંપત્તિ, અમિતાભ બચ્ચનનો પોતાની અધધ સંપત્તિની વહેંચણી વિશેનો ખુલાસો જાણી નવાઈ લાગશે અને ગર્વ પણ થશે…


આપણાં સમાજમાં દીકરો અને દીકરીને લઈને સતત થતા ભેદભાવો અને સંપત્તિના વિવાદાસ્પદ ચર્ચાઓ આપણે અવારનવાર જોતાં હોઈએ છીએ. તેમાં પણ અનેક એવાં લોકોના કિસ્સા પણ જોઈએ છીએ જેમાં બાળકોને માતાપિતા અનાથાશ્રમમાં મૂકી આવે છે અને તો કેટલાક એવાય કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ કે પોતાની સંતાન જ માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એવી સ્થિતિમાં સમાજની સામે કેટલાક પ્રેરણાદાયક કિસ્સાઓ અને વ્યક્તિઓ પણ આપણી નજર સામે આવે છે.


તેમના જીવનમાં તેમણે લીધેલા નિર્ણયોને જાણીને અન્ય લોકોને પણ એવું કરવાની પ્રેરણા મળે છે. તેમાં પણ જો તે વ્યક્તિ કોઈ સેલિબ્રિટી હોય તો સૌ કોઈ એમના નિર્ણયોને અનુસરે છે અને તેમના જેવું કાર્ય કરવા માટે પણ પ્રેરાય છે. એવો એક કિસ્સો ગયા અઠવાડિયે કૌન બનેગા કરોડપતિના કર્મવીર એપિસોડમાં બન્યો. જેને જાણીને અનેક લોકો અમિતાભ બચ્ચન જેવો નિર્ણય લેવા જરૂર પ્રેરાશે…

કે.બી.સી.માં સિંધુતાઈ સાથે વાત કરતાં પોતાના મનની વાત પણ બીગ બીએ વ્યક્ત કરી…


ગત શુક્રવારે ૨૧મી ઓગસ્ટે કૌન બનેગા કરોડપતિ સીઝન – ૧૧નો પહેલો કર્મવીર એપિસોડ રજૂ થયો. તેમાં મહારાષ્ટ્રના સમાજ સેવિકા અને ૧૨૦૦થી પણ વધુ બાળકોના મા બનેલા સિંધુતાઈની પ્રેરણા રૂપ કહાની આપણે સૌએ જાણી. તેમણે એક અનાથ બાળકીની વાત કહી ત્યારે સદીના મહાનાયક તરીકે માન્યતા મેળવેલ અને કે.બી.સી.ના પર્યાય બની ગયેલા અમિતાભ બચ્ચને પણ મન ખોલીને પોતાના અંગત જીવનની પણ વાત વ્યક્ત કરી.


સિંધુતાઈને ૨૦ વર્ષની ઉંમરે માંડ અઠવાડિયાની દીકરીને ખોળામાં આપીને કોઈ કારણોસર વિવાદ કરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યાં. એ સમયે ક્યાં જવું અને કોની પાસે સહારો માંગવો એવી પરિસ્થિતિમાં પિયરમાં પણ આસરો ન મળે જ્યાં સાસરેથી કાઢી મૂકવામાં આવે. રેલ્વે સ્ટૅશન પરથી ભીખ માગવી અને પોતનું અને બીજા ભીખારીઓનુંય પેટ ભરવાની શરૂઆત થઈ એમ કરતાં અનેક અનાથ બાળકોના મા બનતાં ગયાં. રાતે બીક લાગે તો સ્મશાનમાં જઈને સૂઈ જતાં એવી દયનિય હાલત સાથે ઉમર વધતી ગઈ અનુભવો મળતા ગયા. એક અનુભવ સાથે એમણે વાત કહી કે એક રાતે ફોન આવ્યો કે એક દીકરીનો જન્મ થયો છે તમે જઈ જાવ તો સારું નહીં તો અમારે કોઈ બીજો વિકલ્પ વિચારવો પડશે. આવી વાત સાંભળીને અમે તેને અમારી સાથે લઈ આવ્યાં. પરંતુ તે દીકરી નબળી જન્મી હતી. તેને ૧૦ દિવસ સુધી આઈ.સી.યુ.માં રાખવી પડી હતી.


સિંધુતાઈની એક એક વાત સાંભળીને જાણો શું કહીને થયા ભાવુક…


અમિતાભ સિંધુતાઈની આપવીતી જાણીને ખૂબ જ ભાવુક થઈ રહ્યા હતા. એક એક વાત સાથે તેઓની આંખોમાં સંવેદનાઓ છલકાતી હતી. જ્યારે એમણે જન્મતાંવેંત ત્યજાયેલ બાળકી વિશેની વાત સાંભળી ત્યારે તેમણે પોતાનું મન ખોલતાં કહ્યું કે મેં નિર્ણય કર્યો છે કે મારા મૃત્યુ પછી મારી સંપત્તિનું વેંચાણ બંને દીકરી અને દીકરાને સરખે ભાગે કરવાનું નક્કી કર્યું છે.


અમિતાભની આ વાત જાણીને દેશભરમાંથી અનેક પ્રતિસાદ આવી રહ્યા છે, તેમના પાસેથી કરોડો લોકોને પ્રેરણા મળશે. બીગ બીની અંદાજિત ૪૬૦ કરોડ જેટલી સંપત્તિ છે તેમના બંને સંતાનો અભિષેક અને શ્વેતાને તેઓ સરખે ભાગે વહેંચશે. આ વાતનો ખુલાસો અગાઉ પણ થયોલો છે જે દસ્તાવેજીકરણ રૂપે જયા બચ્ચનના ચૂંટણી ઉમેદવારી પત્રમાં પણ કરાયેલો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ