અમદાવાદના આ રીક્ષાવાળા કાકા 150 ગરીબ બાળકોને ફૂટપાથ પર મફત ટ્યુશન આપે છે તેમના પાસે ભણીને બાળકો કરે છે ટોપ

૧૦ બાળકોથી શરૂ થયેલ આ ફુટપાથ સ્કુલમાં હવે ૧૫૦ થી વધુ બાળકો સંવારે છે પોતાનું જીવન

વાંચન લેખન દરેક વ્યકિતના જીવનનો જરૂરી ભાગ હોઈ છે. તમારું જ્ઞાન જ તમારું ભવિષ્ય નિર્ધારિત કરે છે. એટલે આપણે બધા પોતાના બાળકોને સ્કુલમાં જરૂરથી મોકલીએ છીએ. આપણા બધાના પ્રયાસ એ હોઇ છે કે આપણા બાળકો સારામાં સારી સ્કુલમાં અભ્યાસ કરે જેથી તે હોનહાર અને સ્માર્ટ બની શકે.

 

View this post on Instagram

 

A post shared by vildntsl (@vildantsl) on

પરંતુ દરેક વ્યકિતને આ સારી સ્કુલમાં અભ્યાસ કરવો નસીબ નથી થતો. ગરીબ બાળકોની વાત કરીએ તો તે સરકારી સ્કુલ જાય છે. એમાના અમુક તો અહીં પણ નથી જતા. હવે સરકારી સ્કુલની હાલત કેવી છે એ તો તમને બધાને ખબર જ છે. એટલે એમાં અભ્યાસ કરતા ઘણા બાળકો સ્કુલ જઈને પણ અભણ કે નબળા રહી જાય છે.

હવે આ ગરીબ બાળકો પાસે એટલા પૈસા પણ નથી કે તે ટ્યુશન બંધાવી લે. એવામાં અમુક નેક બંદા પણ હોઈ છે જે આ ગરીબોને મફતમાં ટ્યુશન ભણાવી દેતા હોઇ છે. આજ અમે તમને એવા જ એક ૬૫ વર્ષીય વ્યકિતને મેળવવા જઈ રહ્યા છીએ જે ફુટપાથ પર સ્લમમાં રહેનાર બાળકોને ભણાવે છે.

આમને મળો. આ છે ૬૫ વર્ષના કમલભાઈ પરમાર. આ અમદાવાદના ભૂદરપુરા વિસ્તારમાં દરરોજ સાંજે ૧૫૦ થી વધુ બાળકોને ટ્યુશન ભણાવવાનું કામ કરે છે. કમલભાઈ આ કામ છેલ્લા ૧૫ વર્ષથી કરતા આવી રહ્યા છે. આ ફુટપાથ સ્કુલમાં બાળકોને મફત શિક્ષા સાથે મફત ભોજન પણ આપવામાં આવે છે.

તમને જાણીને અચરજ થશે કે આ બાળકોને ભણાવનાર કમલભાઈ ખુદ એક સ્કુલ ડ્રોપઆઉટ છે. પરંતુ તેમ છતા આ બાળકોને સાચી દિશા અાપવાના પ્રયાસ કરી રહ્યા છે.

આ રીતે મળી પ્રેરણા

કમલભાઈ અોટો ચલાવવાનું કામ કરે છે. તેમની ભૂદરપુરાના સ્લમ વિસ્તાર પાસે એક ફેબ્રિકેશનની દુકાન પણ છે. આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા એક દિવસ તેઅોએ જોયું કે બાળકોનો એક સમુહ સરકારી સ્કુલથી વાર્ષિક પરિક્ષા આપીને આવી રહ્યો છે. જ્યારે કમલભાઈ એ આ બાળકો સાથે વાત કરી તો તે દંગ રહી ગયા. આ બાળકો આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા પરંતુ એમને વાંચવાનું કે લખવાનું પણ નહોતું આવડતું.

આ ઘટના બાદ તેઅોએ આ જ વિસ્તારમાં એક સર્વે કર્યુ જેમા સામે આવ્યું કે માત્ર પાંચ બાળકો જ એવા હતા જેને વાંચવાનું કે લખવાનું આવડતું હતું. બસ આ જ એ ઘડી હતી જ્યારે તેઅોએ આ બાળકોને વધુ શિક્ષિત કરવા માટે મફત કોચિંગ ક્લાસ આપવાનું મન મનાવી લીધું.

દરરોજ સાંજે લાગે છે ફુટપાથ પર ક્લાસ

તેઅોએ પોતાના કોચિંગ ક્લાસ માટે સાંજે ૫:૩૦ નો સમય નિર્ધારિત કર્યો. આ સમયે તે પણ પોતાના કામથી ફ્રી થઈ જતા હતા અને બાળકો પણ સ્કુલેથી આવી જતા હતા. આ તે જ વિસ્તારમાં ફુટપાથ પર જ બાળકોને ભણાવવા લાગ્યા. શરૂઆતમાં અહીં અભ્યાસ માટે માત્ર ૧૦ બાળકો આવતા હતા પરંતુ ધીરે-ધીરે તેમની સંખ્યા વધીને ૧૫૦ થી વધારે થઇ ગઈ. અહીં બાળકોને બધુ જ ભણાવવામાં આવે છે.

અર્થાત બેઝિક આલ્ફાબેટ લખવાથી લઈને પ્રતિયોગી પરિક્ષાઅોની તૈયારી સુધીની ટિપ્સ આપવામાં આવે છે. કમલભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધુ કરીને તેમને શું મળે છે તો તે છાતી પહોળી કરીને કહે છે કે “મારું ઈનામ બસ આ જ છે કે આ બાળકો પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના પગ પર ઉભા થઈને એ બાળકોની પણ બરાબરી કરી શકે છે જે સારા પરિવારથી આવે છે”.

 

View this post on Instagram

 

A post shared by Novotel Ahmedabad (@novotelahmedabad) on

વિશ્વભરમાં થઈ છે આ કાર્યની ચર્ચા

પોતાના આ સારા કામને કારણે કમલભાઈને વૈશ્વિક સ્તર સુધી અટેંશન મળ્યું છે. હાલમાં જ ફ્રાંસનાં Lycee international st. Germain en laye નામક સ્કુલના વિધાર્થીઓ એ આ બાળકોને ભણાવવાની પેશકશ રાખી હતી. કમલભાઈને પોતાના આ સારા કાર્યને કારણે વર્ષ ૨૦૦૯માં ‘ધરતી રત્ન’ એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ