શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

તેને ભીમસેની એકાદશી (ભીમ અગિયારશ) પણ કહેવામાં આવે છે. આ દિવસે વગર જળે ઉપવાસ કરનારને વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય ફળ પ્રાપ્‍ત થઈ જાય છે. તેના સિવાય તેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ પણ થાય છે.

જેઠ શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ભીમે એક માત્ર આ જ ઉપવાસ રાખ્યો હતો અને મૂર્છિત થઈ ગયા હતા. તેને ભીમસેની એકાદશી (ભીમ અગિયારશ) પણ કહેવામાં આવે છે. આ દિવસે વગર જળે ઉપવાસ કરવાથી વર્ષની બધી એકાદશીઓના પુણ્ય ફળ પ્રાપ્‍ત થઈ જાય છે. તેના સિવાય તેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ પણ થાય છે. આ દિવસે સારા સ્વાસ્થય અને સુખદ જીવનની મનોકામના પૂરી કરી શકાય છે. આ વખતે નિર્જળા એકાદશીનું વ્રત ૧૩ જુને રાખવામાં આવી રહ્યુ છે.

કેવી રીતે રાખવો નિર્જળા એકાદશીનો ઉપવાસ

પ્રાત:કાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવુ. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા. ત્યારબાદ શ્રી હરિ અને ના લક્ષ્મીના મંત્રોના જાપ કરવા. કોઈ નિર્ધન વ્યકિતને જળનુ, અન્ન-વસ્ત્રનું કે ચપ્પલ-છત્રીનું દાન કરવુ. આજના દિવસે આમ તો નિર્જળ ઉપવાસ જ રાખવામાં આવે છે. પરંતુ જરૂરત પડવા પર જળીય આહાર (પીણુ) અને ફળાહાર લઈ શકાય છે.

નિર્જળા એકાદશી પર શું કરવુ?

આ દિવસે માત્ર જળ અને ફળ ગ્રહણ કરીને ઉપવાસ રાખવો. પ્રાત: અને સાંયકાળ પોતાના ગુરુ કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી.

રાત્રે જાગરણ કરીને શ્રી હરિની ઉપાસના અવશ્ય કરવી. આ દિવસે વધુથી વધુ સમય મંત્ર જાપ અને ધ્યાનમાં લગાવો. જળ અને જળના પાત્રનું દાન કરવુ વિશેષ શુભકારી થશે.

નિર્જળા એકાદશીના વ્રતનું સમાપન કેવી રીતે કરવુ?

આગલા દિવસે પ્રાત: સ્નાન કરીને સૂર્યને જળ અર્પિત કરવુ. ત્યારબાદ ગરીબોને અન્ન, વસ્ત્ર અને જળનું દાન કરવુ બાદમાં લીંબુ પાણી પીને વ્રત સમાપ્ત કરવુ. પહેલા હળવુ ભોજન જ કરવુ તો ઉત્તમ રહેશે.

ધન આવે અને બચે પણ, શું કરવો ઉપાય?

-એકાદશીના દિવસે એક સફેદ રંગનો શંખ ખરીદી લઈ આવો.

-તેમાં ગંગાજળ ભરી લો અને શ્રી હરિના ચરણોમાં નાખો.

-ત્યારબાદ તે શંખથી ત્રણ વાર ધ્વનિ કરો (વગાડો).

-શંખ ધોઈને પૂજાના સ્થાન પર રાખી દો.

-ઘરમાં ધન આવતુ પણ રહેશે, અને બચત પણ થતી રહેશે.

નિર્જળા એકાદશીનું પૌરાણિક મહત્વ :

ભારતીય ઋષિ અને મનીષી માત્ર તપસ્વી અને ત્યાગી જ ના હતા, તેમના અમુક પ્રયોગો, વ્રતો, ઉપવાસ, અનુષ્ઠાનોના વિધિ-વિધાન અને નિર્દેશોથી તો પ્રતિત થાય છે કે તે ખૂબ ઉંચા દરજ્જાના મનસ્વિદ, મનોવૈજ્ઞાનિક અને સામાજીક વિચારક પણ હતા. હવે જેઠ માસ (મે-જુન) માં જ્યારે ગરમી પોતાના ચરમ પર હોઈ, એવામાં નિર્જળા એકાદશીનો નિયમ-નિર્દેશ માત્ર સંયોગ ના હોઈ શકે.

જો આપણે જેઠની ભિષણ ગરમીમાં એક દિવસ સૂર્યોદયથી લઈને બીજા દિવસે સૂર્યોદય સુધી વગર પાણી એ ઉપવાસ કરીએ તો વગર જણાવ્યે જ આપણને જળની જરૂરત, અપરિહાર્યતા, વિશેષતા ખ્યાલ આવી જશે-જીવન વગર ભોજન, વસ્ત્ર એ ઘણા દિવસ સંભાળી શકાય છે, પરંતુ જળ અને વાયુ વગર નહિ. કદાચ એ દૂરદર્શી મહાપુરુષોને કાળ સાથે જ શુધ્ધ પીવાના પાણીના ભિષણ અભાવ અને ત્રાસદીનું પણ અનુમાન લાગ્યુ હશે જ- એટલે ફક્ત પ્રવચનો, વક્તવ્યોથી જળની મહત્તા જણાવવાને બદલે તેમણે તેને વ્રત શ્રેષ્ઠ એકાદશી જેવા સર્વકાલિક સર્વજન હિતાય વ્રતોપવાસથી જોડી દીધુ.

નિર્જળા એકાદશીનું પૌરાણિક મહત્વ અને આખ્યાન પણ ઓછુ રોચક નથી. જ્યારે સર્વજ્ઞ વેદવ્યાસો એ પાંડવોને ચારે પુરુષાર્થ -ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દેનાર એકાદશી વ્રતનો સંકલ્પ કરાવ્યો તો મહાબલી ભીમે નિવેદન કર્યુ- પિતામહ! તમે તો પ્રતિ પક્ષ એક દિવસના ઉપવાસની વાત કહી છે. હું તો એક દિવસ તો શું એક સમય પણ ભોજન વગર નથી રહી શકતો. મારા પેટમાં ‘વૃક’ નામની જે અગ્નિ છે, તેને શાંત રાખવા માટે મારે ઘણા લોકોની બરાબર અને ઘણીવાર ભોજન કરવુ પડે છે. તો શું મારી તે ભૂખને કારણે હું એકાદશી જેવા પુણ્ય વ્રતથી વંચિત રહી જઈશ?

પિતામહે ભીમની સમસ્યાનું નિદાન કરતા અને તેમનું મનોબળ વધારતા કહ્યુ-ના કુંતીનંદન, ધર્મની આ જ તો વિશેષતા છે કે તે સૌને ધારણ જ નથી કરતો, સૌના યોગ્ય સાધન, વ્રત-નિયમની ખૂબ સહજ અને લચીલી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવે છે. એટલે તમે જેઠ માસની શુક્લ પક્ષની નિર્જળા નામની એક જ એકાદશીનું વ્રત કરો અને તમને વર્ષની સમસ્ત એકાદશીઓનું ફળ પ્રાપ્‍ત થશે. નિ:સંદેહ તમે આ લોકમાં સુખ, યશ અને પ્રાપ્‍તવ્ય પ્રાપ્‍ત કરી મોક્ષ લાભ પ્રાપ્‍ત કરશો.

આટલા આશ્વાસન પર તો વૃકોદર ભીમસેન પણ આ એકાદશીનું વિધિવત વ્રત કરવા માટે સહમત થઈ ગયા. એટલે વર્ષભરની એકાદશીઓનું પુણ્ય લાભ આપતી આ શ્રેષ્ઠ નિર્જળા એકાદશીને લોકમાં પાંડવ એકાદશી કે ભીમ અગિયારશ પણ કહેવામાં આવે છે. આ દિવસે જે સ્વયં નિર્જળ રહીને બ્રાહ્મણ કે જરૂરતમંદ વ્યકિતને શુધ્ધ પાણીથી ભરેલ ઘડો આ મંત્ર સાથે દાન કરે છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ