રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તમામ દુકાનો 3 મે સુધી રહેશે બંધ, જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી

આખરે સરકારે પોતાનો નિર્ણય તાત્કાલિક કેમ પાછો ખેંચી લીધો, કે પછી તેઓ એ માન્યું કે ‘જાન છે તો જહાન છે’. આ બદલાતા નિર્ણયથી પ્રજા પણ પરેશાન.

image source

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં દુકાનો ખોલવા અંગે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યના 4 મહાનગરોમાં આવશ્યક વસ્તુઓ સિવાયની અન્ય દુકાનો બંધ રહેશે. તેમણે કહ્યું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આવશ્યક વસ્તુઓ સિવાયની બધી જ દુકાનો બંધ રહેશે.

image source

ગુજરાત સરકારએ ગઈકાલે સાંજે જ જાહેરનામું બહાર પાડી કેટલીક ચોક્કસ દુકાનો અને ચોક્કસ વિસ્તારમાંની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આ રીતે હવે ચાર મહાનગરોમાં સવારે જ દુકાનો ખોલવાનો નિર્ણય અપાયો હતો અને બપોરે જ તાત્કાલિક પાછો ખેંચાયો છે. એવું તો શું બન્યું કે 6 કલાકમાં જ સરકારે પોતાનો નિર્ણય તાત્કાલિક પાછો લેવો પડ્યો. પ્રજા દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે, કેસો વધ્યા કે લોકો એ દુકાનો પર ભીડ કરી મૂકી, આમ અચાનક છૂટછાટ પાછી કેમ ખેંચી લેવામાં આવી. સરકાર ના વારંવાર બદલાતા આ નિર્ણયોથી લોકડાઉનનું પાલન કરતી સામાન્ય પ્રજા વધુ પરેશાન બની રહી છે.

image source

વેપારી એસોસિએશન સાથે બેઠક યોજી:

અશ્વિની કુમારે કહ્યું કે આ 4 મહાનગરોમાં 3 મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય વેપારી એસોસિએશન સાથે બેઠક કરીને લેવાયો છે. ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ મોલ, માર્કેટિંગ કોમ્પલેક્સ, સલૂન, પાન-માવા, હોટલ અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે નહી. આ સાથે અશ્વિની કુમારે એમ પણ કહ્યું કે કોરોના મુદ્દે સતક્તાનું રાજ્યના વેપારીઓને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સાડા 3 લાખ ક્વિન્ટલ ઘઉંની ખરીદી:

image source

રાજ્યના ખેડૂતો અંગે માહિતી આપતા અશ્વિની કુમારે કહ્યું કે, ખેડૂતો હવે પોતાનો પાકને માર્કેટ યાર્ડમાં વેચી શકાશે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક, સેનિટાઇઝેશનના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે સાડા 3 લાખ ક્વિન્ટલ ઘઉં ખરીદવામાં આવ્યા છે. NFSA હેઠળ અનાજ આપવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ.

પાન-મસાલા, સ્પા-સલૂન, હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે:

image source

આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ બંધ રહેશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દૂધ, દવા, શાકભાજી, કરિયાણાની દુકાનો પહેલાની જેમ ખુલ્લી રહેશે. જ્યારે પાન-મસાલા, બ્યુટી પાર્લર, હોટલ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારે અમુક દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી હતી. જેના પછી સવાલ ઉભા થયા હતા કે રાજ્યમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ હોવા છતા પણ આ છૂટ કેમ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે વેપારી અને લોકોની માંગ પર ફરી વિચાર કરી રાજ્ય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે.

image source

આ અંગે સામાન્ય પ્રજામાં ઘણા પ્રશ્ન ઉભા થયા છે કે, એવું તે શું થયું કે અચાનક માત્ર એ પણ 6 કલાકમાં નિર્ણય પાછો ખેંચી લીધો. શું ગુજરાતના આ ચાર શહેરોમાં એકાએક પોઝિટિવ કેસો વધી ગયા,? એવું હોય તો સરકારે જાહેર કરવું જોઈએ કે કેસો વધતા છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે. જો એવું ના હોય તો શું સવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ હતી અને ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હતું.

image source

જો એવુ હોય તો પણ જાહેર કરવું જોઈએ કે લોકો શિસ્તનું અને નિયમોનું પાલન કરતા ન હતા એટલે પાછું ખેંચવું પડ્યું છે નહીં તો દુકાનો ચાલુ થયા પછી લોકડાઉન ભંગ ના કેશો વધી ગયા હોય તો એ પણ જાહેર કરવું જોઈએ. લોકડાઉનમાં રહેતી બધી જ સામાન્ય પ્રજા સરકારના આ ત્વરિત બદલાતા નિર્ણયોથી પરેશાન થઈ ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ