અક્ષય કુમારની પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદના ઘેરમાં, કરણી સેનાએ લાલઘૂમ થઈને આપી આકરી ધમકી

બોલિવૂડની ઘણી ફિલ્મો બહાર પડ્યા પહેલા જ વિવાદોમાં ઘેરાઇ જાય છે. આ વિવાદો પછી તેની અસર ફિલ્મની કમાણી પર પણ જોવા મળતી હોય છે. આ અગાઉ ઘણી મોટા ખર્ચે બનાવામાં આવેલ ફિલ્મો આવા વિવાદોને લઈને ઘણુ નુકશાન ભોગવી ચુકી છે. હાલમાં ફરી એક વખત એક ફિલ્મ વિવાદોમાં આવી છે. મળતી માહિતી મુજબ બોલિવૂડની ‘ખિલાડી’ અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ની ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ હેડલાઇન્સમાં રહી છે. અક્ષયની આ ફિલ્મ મહાન રાજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે.

image source

આ સાથે જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં પહેલા મિસ વર્લ્ડ બની ચુકેલી માનુષી છિલ્લરે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. પરંતુ આ ફિલ્મ હવે મુશ્કેલીમાં મુકાય છે. તાજેતરમાં જ કરણી સેનાએ ફિલ્મના ટાઇટલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ હવે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ ફિલ્મના નામ પર વાંધો ઉઠાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુવારે ચંદીગઢમાં ક્ષત્રિય મહાસભાની આગેવાની હેઠળની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ સામે ઉગ્ર વિરોધ થયો હતો. આ સાથે તેઓ દ્વારા અક્ષય કુમારના નારાઓ અને પુતળા પણ દહન કરવામાં આવ્યા હતા.

image source

આ અંગે ક્ષત્રિય મહાસભા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ફિલ્મનું નામ ‘હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ અથવા ‘સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણ’ હોવું જોઈએ. લોકોનુ આ બાબતે માનવુ છે કે ફિલ્મનું નામ ફક્ત ‘પૃથ્વીરાજ’ હોવું જોઈએ નહીં પરંતુ માન આપતી વખતે તેનું આખું નામ હોવું જોઈએ. આ સિવાય સંગઠન સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓને આ ફિલ્મ બતાવવી જોઈએ જેથી તેઓને ખબર પડે કે ફિલ્મમાં કોઈ વિવાદ નથી.

image source

આ સિવાય તે લોકો કહે છે કે જો આવું નહી થાય તો આ ફિલ્મ સામે પણ તેવુ જ પ્રદર્શન કરવામાં આવશે જેવું ‘પદ્માવત’ અને ‘જોધા અકબર’ જેવી ફિલ્મ્સના રિલીઝ દરમિયાન આ અગાઉ કરવામાં આવ્યું હતું. વાત કરીએ આ ફિલ્મ્ના પાત્રો વિશે તો ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકા પૃથ્વીરાજ ચૌહાણ તરીકે જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં માનુષી છિલ્લર પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયુક્તની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે અને આનું નિર્માણ આદિત્ય ચોપડા દ્વારા કરવામાં આવ્યું છે. વિવાદોમાં ઘેરાયા બાદ હવે જોવાનુ રહ્યુ કે વિરોધ કરી રહેલા લોકોની માંગ પૂરી થશે કે શુ અને ફિલ્મ રિલીઝ થયા બાદ તે કેટલી સફળ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong