પેટથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરવા રોજ ખાઓ અખરોટ, જાણો બીજા ફાયદાઓ પણ

મિત્રો, સૂકા મેવા એ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વિશેષ ફાળો આપે છે. તેમને નિયમિત આપણા ભોજનમા શામેલ કરીને તમે અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો. જોકે, સૂકા મેવાઓમાં કાજુ, બદામ, પિસ્તા, વગેરેનો સમાવેશ થાય છે પરંતુ, તંદુરસ્ત ચરબી, ફાઇબર, વિટામિન અને ખનિજોથી ભરપૂર અખરોટ એકમાત્ર એવો સૂકો મેવો છે કે, જે માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી, પરંતુ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

image source

આ ડ્રાયફ્રુટમા પુષ્કળ માત્રામા પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ ડ્રાયફ્રુટ તેના સમૃદ્ધ ફાયદાને કારણે સૂકા મેવાના રાજા તરીકે પણ ઓળખવામા આવે છે. એક નવો અભ્યાસ એ પણ સામે આવ્યો છે, જેમા જર્નલ ઓફ ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી અને ન્યુટ્રિશનમાં ઉંદરના મોડેલમાં હેલિકોબેક્કર પાઇલોરી એટલે કે એચનું નિયમિત નટ સેવન હોવાનું જાણવા મળ્યું છે.

image source

પાઇલોરી રોગને ઘટાડવામા આ ડ્રાયફ્રુટનુ સેવન ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તે એક બેક્ટેરિયલ ચેપ છે જે વિશ્વમાં વધુને વધુ વસ્તીને અસર કરે છે. એક અભ્યાસમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે, વિકાસશીલ દેશોમાં પિલોરીનો વ્યાપ સૌથી વધુ જોવા મળે છે કારણકે, તે સામાન્ય રીતે સામાજિક પરિસ્થિતિઓ અને આરોગ્યની સ્થિતિ સાથે સંબંધિત હોય છે અને એવુ માનવામાં આવે છે કે, તે વ્યક્તિથી વ્યક્તિમા ખોરાક અને પાણી દ્વારા પણ ફેલાય છે.

image source

પેટ અને નાના આંતરડા સાથે પેપ્ટિક અલ્સર રોગમાં પેલોરી ચેપ એ પેટ અને અલ્સરનું મુખ્ય કારણ બને છે. આ ઉંદરના મોડેલનો ઉપયોગ કરીને કોરિયાના સી.એચ.એ. કેન્સર પ્રિવેન્શન રિસર્ચ સેન્ટરના સંશોધકોને એવા પ્રાથમિક પુરાવા મળ્યા હતા કે, નટયુક્ત આહારનુ સેવન કરવાથી પિલોરી ચેપ સાથે સંકળાયેલા નકારાત્મક પરિણામો સામે રક્ષણ મેળવવામા આપણને સહાયતા મળી રહે છે.

image source

ખાસ કરીને, આ સંશોધનમા એવુ પણ જાણવા મળ્યું છે કે, આખા અખરોટમાંથી બનાવવામા આવેલા આ અખરોટના અર્ક આંતરડામાં રક્ષણાત્મક પ્રોટીન અને બળતરા વિરોધી ક્રિયાઓ બનાવવામા સહાયરૂપ સાબિત થઇ શકે છે. તે એચ.પાઇલોરી ચેપ સામે રક્ષણ આપી શકે છે.

image source

તેથી જ એન્ટિબાયોટિક પ્રતિકાર સાથે સંકળાયેલા વધતા પડકારોને કારણે સંશોધક એક નવા અભ્યાસની તરફ વળ્યા છે. પીલોરી ચેપની અસરો સુધારવા માટે આહાર અને અન્ય બિન-બેક્ટેરિયલ અભિગમની તપાસ કરવામાં આવે છે. આમ, હાલના સંશોધનો તો પીલોરીની સમસ્યાના નિદાન માટે અખરોટને અસરકારક માને છે ત્યારે આવનાર સમયમા અન્ય સંશોધનોના પરિણામો આનાથી વિપરીત પણ હોય શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત