જો તમે આ રીતે કરશો દાળ-રોટલીનું સેવન, તો ફટાફટ ઉતરી જશે વધેલું વજન અને નહિં પડે બહુ મહેનત પણ

મિત્રો, પ્રવર્તમાન સમયની તણાવ ભરેલ અને વ્યસ્તતાના કારણે સ્થૂળતા એ એક મોટી સમસ્યા બની રહી છે. ખાસ કરીને કોરોનાના સમયકાળ દરમિયાન વર્ક ફ્રોમ હોમના કારણે લોકો બેઠાડું જીવન જીવી રહ્યા છે. બેઠાડુ જીવન એ સ્થૂળતા પાછળનુ કારણ બની રહ્યુ છે.

image source

ઘટતી જતી ઈમ્યુનિટી અને વધતુ જતુ વજન એ લોકો માટે સમસ્યાનુ કારણ બની રહ્યુ છે. મોટાભાગના લોકોની એવી પણ ફરિયાદ હોય છે કે, વર્કઆઉટ કરવા માટેનો સમય નથી મળતો અને ડાયટિંગ માટે પણ સ્પેશિયલી કાઈ કરવાનો સમય રહેતો નથી પરંતુ, આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે તમારા વજનને નિયંત્રિત રાખી શકો છો, તો ચાલો જાણીએ.

image source

વજન ઘટાડવા માટે પ્રાકૃતિક ઉપાયને જ હમેંશા શ્રેષ્ઠ માનવામા આવ્યો છે. જો બીજી કોઈ રીતે વજન ઘટાડવામા આવે છે તો તે ફરીથી વધી જાય છે. ઘણીવાર એવુ થાય છે કે, લોકો વજન ઘટાડવા માટે સાવ ખાવા-પીવાનુ જ છોડી દે છે પરંતુ, તેનાથી પણ કશો જ ફરક પડતો નથી. તમે ઘરે દાળ-રોટલી બનાવીને પણ ખુબ જ સરળતાથી તમારો વજન ઘટાડી શકો છો.

image source

બ્રેકફાસ્ટ એ દિવસનુ સૌથી અગત્યનુ ભોજન છે. સવારનો નાસ્તો તમને દિવસ શરૂ કરવાની ભરપૂર ઉર્જા આપે છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફાયબરયુક્ત ભોજન અવશ્યપણે લેવુ જોઈએ. સવારના નાસ્તામા બ્રાઉન બ્રેડ સાથે ગોળમાથી બનાવેલી ચાનુ પણ સેવન કરો. ગોળ એ લોહીને સાફ કરવાની સાથે શરીરમાથી હાનિકારક તત્વોને બહાર કાઢવાનુ પણ કાર્ય કરે છે. આ ઉપરાંત ગ્રીન ટીની જેમ ગોળ પણ તમારી બૉડીને ડીટૉક્સ કરી અને તમારો વજન ઘટાડે છે.

image source

વજન વધારવુ જેટલુ સરળ છે તેનાથી વધારે મુશ્કેલ વજન ઘટાડવુ છે પણ જો નાની-નાની બાબતો અંગે ધ્યાન રાખવામાં આવે તો તમે તમારુ વજન ઝડપથી ઘટાડી શકો છો. જો તમારે વજન ઘટાડવુ હોય તો લંચમા ઘઉંની રોટલીની જગ્યાએ મગદાળના પુડલા લઈ શકો છો. આ સિવાય જો તમે ઈચ્છો તો બાજરા કે જુવારની રોટલીનુ સેવન પણ કરી શકો છો.

સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે જેટલુ હળવુ ડિનર લેવામા આવશે એટલા જ તમે ફાયદામા રહેશો. આ સિવાય રાત્રે તમે ઉપમા, ઓટ્સ કે દલિયા સાથે ઓછા તેલમા પકાવેલા શાકભાજીનુ સેવન પણ કરી શકો છો અને આ સાથે જ ખિચડીનુ સેવન પણ તમારા માટે ખુબ જ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

image source

ડાયટની સાથે જ જો તમે હળવી કસરત પણ કરશો તો જલ્દી જ તમારુ વજન ઘટી જશે. વૉકિંગ કે સાયક્લિંગ જેવી કસરત કરતા રહો. આ સિવાય લિફ્ટનો ઉપયોગ કરવાનુ પણ ટાળો. અઠવાડિયામા કમ સે કમ પાંચ દિવસ વર્કઆઉટ કરો. આ સિવાય નૃત્ય કરીને પણ તમે તમારા શરીરમા રહેલી વધારાની કેલરીને બર્ન કરી શકો છો.

image source

હવે તમે કહેશો કે, આ તો બોરિંગ ડાયેટ છે. તો અમે તમને ચીટ ડાયેટ પણ આપી રહ્યા છે. અઠવાડિયામાં એક વાર તમે ઘરે બનેલા નાસ્તા, પરાઠા, નાન લઈ શકો છો. જો કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો હલવો કે શીરો લઈ શકો છે. ધ્યાન એટલું લાખો કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. જેનાથી તમારી ક્રેવિંગ ઓછી થશે અને ટેસ્ટમાં તમને ચેન્જ પણ મળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત