શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોટું ફેશન ટ્રેન્ડ ગણાતા જીન્સ ખરેખર બનાવ્યા હતા આ વ્યક્તિઓ માટે..

મિત્રો, શું તમે જાણો છો કે, હાલ સમગ્ર વિશ્વમા પ્રખ્યાત એવુ ટ્રેન્ડીંગ જીન્સ એ વાસ્તવમા મજુરો માટે બનાવવામાં આવ્યુ હતુ! આપણે સૌ જાણીએ છીએ કે, જીન્સ એ હાલ સમગ્ર વિશ્વના લોકોની પહેલી પસંદ બની ચુક્યુ છે પરંતુ, આ જીન્સના ઇતિહાસ વિશે આપણે બિલકુલ જાણતા નથી. કોઈને ખબર નથી કે, જીન્સ કેવી રીતે ટ્રેન્ડમા આવ્યુ અને તે લોકોનુ કેવી રીતે ફેવરિટ બની ગયુ.

આજકાલ દરેક ઉંમરના લોકોમાં જીન્સ સૌથી વધુ લોકપ્રિય છે પરંતુ, ખુબ જ ઓછા લોકો જાણે છે કે, શરૂઆતમા તે કામદારો જીન્સ પહેરતા હતા. તમે તમારા મોટાભાગના સાથીઓને જીન્સ પહેરેલા જોશો. ત્યારે જીન્સ જોઇને તમારુ મન ખૂબ જ લલચાય છે. ત્યારે આજે અમે તમને જીન્સ સાથે સંકળાયેલી એક રસપ્રદ વાર્તા વિશે જણાવીશુ.

image source

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાની ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોએ જીન્સ પહેર્યુ હતું અને તેથી જ તેનો તેમના યુનિફોર્મમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પુરુષોના જીન્સમાં ઝિપ આગળની તરફ લગાવવામા આવતી હતી જ્યારે સ્ત્રીઓ માટે બનાવેલી જીન્સમાં તેને સાઇડમાં લગાવવામા આવતી હતી.

image source

સ્પેન અને ચીનમા પણ વર્કર્સ જીન્સ પહેરતા હતા. સમય જતા આ જીન્સમા અનેકવિધ પ્રકારના પરિવર્તનો આવવા લાગ્યા. આ અંતર્ગત અમેરિકન નેવીમાં બૂટ કટ જીન્સને કામદારોનો યુનિફોર્મ બનાવવામાં આવ્યો હતો. જો આપણા દેશમા જીન્સની રજૂઆતની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પછી તેને ધ્યાનમા લેવામા આવ્યું હતુ, જ્યારે ફ્રાન્સ અને ભારત સ્વતંત્ર રીતે તેની સંધિ કરે છે.

image source

આપણા દેશમા ડુંગાના નાવિકોએ આ ડેનિમ પેન્ટ પહેર્યું હતું, જેને ડુંગરી તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સમાં નૌકાદળના કર્મચારીઓએ જીન્સને યુનિફોર્મ તરીકે પહેર્યું હતું. જીન્સનું કાપડ તેમના કામ માટે પરફેક્ટ હતું. જીન્સને બ્લૂ કલરમાં રંગવા માટે ઇન્ડિગોડાઇનો ઉપયોગ કરવામાં આવતો હતો. ૧૬ મી સદીમાં જીન્સની માંગ ઉછળી હતી અને તેના કારણે બાકીના દેશો સુધી જીન્સ પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો.

image source

વર્ષ ૧૯૫૦મા જેમ્સ ડીને હોલિવૂડ ફિલ્મ “રેબેલ વિધાઉટ અ કોઝ” બનાવી હતી, જેમાં તેમણે સૌપ્રથમ ફેશન તરીકે જીન્સનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ જોયા બાદ અમેરિકાના કિશોરો અને યુવાનોમાં જીન્સનો ટ્રેન્ડ ઘણો વધ્યો. અમેરિકામાં રેસ્ટોરાં, થિયેટર અને સ્કૂલોમાં જીન્સ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ, જીન્સ ફેશન યુવાનોના માથા પર ચડી ગઈ હતી જે ઉતારવાનુ નામ જ નહોતી લેતી.

image source

ધીમે-ધીમે જીન્સની લોકપ્રિયતા વધવા લાગી અને વર્ષ ૧૯૭૦મા તેને ફેશન તરીકે સ્વીકારવામાં આવી. ત્યારથી જીન્સનું ક્રેઝ લોકોના મગજમા છવાઈ ચુક્યુ હતુ પછી તે ધનવાન હોય, ગરીબ હોય, બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય. આજે જીન્સ એ દરેક વ્યક્તિની એક વિશેષ ઓળખ બની ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ