AJAB GAJAB: 80 વર્ષના આ દાદાને કાર સંગ્રહ કરવાનો છે જબરો શોખ, એકઠી કરી 80 પોર્શ કાર

કહેવાય છે કે માણસની ઉંમર વધવાની સાથે સાથે તેનો અનુભવ પણ વધતો જાય છે. નાનપણમાં જે વસ્તુઓ આપણને સૌથી વધુ પ્રિય હોય તે જ વસ્તુ જ્યારે જુવાન થઈએ ત્યારે સાવ વાહિયાત લાગવા લાગે. દાખલા તરીકે આપણાં બાળપણના રમકડાં. જો કે વિશ્વમાં અમુક લોકો એવા પણ છે જેમની ઉંમર વધી ગઈ હોવા છતાં શોખ અકબંધ રહે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને આવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અસલમાં વિયનાના એક 80 વર્ષીય વ્યક્તિ કે જેનું નામ ઓટોકાર જે છે તેની પાસે આ ઉંમરે પણ 80 લકઝરી પોર્શ કારોનો સંગ્રહ છે અને આ કારો તેણે શોખ માટે જ ભેગી કરી છે.

image source

ઓટોકારનો પોર્શ કાર પ્રત્યેનો શોખ ઉંમર વધવાની સાથે સાથે વધતો ગયો. તેણે કેટલાય વર્ષ દરમિયાન 80 જેટલી પોર્શ કારોની સિરીઝ પુરી કરી છે. ઓટોકાર જે એ બ્લુ રંગની બોક્સટર સ્પાઇડર કાર પણ ખરીદી છે. ઓટોકારને પોર્શ કાર ચલાવતા સમયે એક હાથમાં સિગાર લઈ ખુલ્લા રોડ પર ગતિથી કાર ચલાવવી પસંદ છે. જો પોર્શ કારના શોખીનોનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં ઓટોકાર જે નું નામ આવવું ચોક્કસ છે.

image source

ઓટોકાર જે ના જણાવ્યા મુજબ પોર્શ કાર પ્રતિ તેનો શોખ આજથી લગભગ 50 વર્ષ પહેલાં શરૂ થયો હતો. ત્યારે તેણે પોતાના ઘરના પાછળના ભાગે સ્પીડથી ચાલતી પોર્શ કાર જોઈ હતી. ત્યારબાદ પોર્શ કાર અને તેની સ્પીડ ઓટોકાર જે ના દિલમાં વસી ગઈ હતી. ત્યાર પછીના અમુક વર્ષોમાં જ તેણે પૈસા બચાવવા શરૂ કર્યા અને પછી એ પૈસાથી સ્પીડ યલ્લો 911 E ખરીદી. ઓટોકારની આ પહેલી પોર્શ કાર હતી.

image source

ધીમે ધીમે ઓટોકારે સમયાંતરે કાર ખરીદવાની ચાલુ રાખી. તેણે એક 917, એક વિન્ટેજ, આઠ સિલિન્ડર એન્જીન સાથેની 910, 904 ને તેના મૂળ ફ્યુહરમન એન્જીન અને 956 પણ ખરીદી. કુલ મળીને ઓટોકારે 80 જેટલી પોર્શ કારો ખરીદી. હાલ તે 38 કારોના માલિક છે. ઓટોકારે જણાવ્યું કે તે દરરોજ અલગ અલગ પોર્શ કારની ડ્રાઇવ કરી શકે છે.

image source

નવાઈની વાત તો એ છે કે ઓટોકાર જે ને માટે પોર્શ કારો ખરીદવાનો શોખ નથી પણ તેની સાથે તેને કાર ડ્રાઇવિંગનો શોખ પણ છે. તેણે પોતાની કારોને રાખવા માટે મોટું ગેરેજ પણ બનાવડાવ્યું છે. એટલું જ નહીં પણ તેની પાસે એક આખી ઇમારત છે જેમાં તે પોતાની કારો પાર્ક કરે છે અને તેને તે પોતાનો લિવિંગ રૂમ માને છે. તેની પાસે રેસિંગ કાર પણ છે. આ કાર બનાવનાર કંપની એટલે કે પોર્શ પણ ઓટોકાર જે નું સમ્માન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ