આગનો સિલસિલો યથાવત, અ’વાદમાં ફરી એકવાર મોડી રાત્રે 6 કેમિકલ કંપનીઓમાં લાગી ભયંકર આગ, દુર દુર સુધી સંભળાયા ધડાકા

હજુ બે દિવસ પહેલાં 6 ડિસેમ્બરની જ વાત છે કે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકર આગનો બનાવ બન્યો હતો. આ આગની ઝપેટમાં 20 જેટલી મોબાઇલની દુકાનોમાં ભીષણ આગ લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે. ત્યારે હજુ પણ અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો એમનેમ યથાવત્ છે. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ વટવા-વિંઝોલ રેલવે-ફાટક પાસે આવેલી માતંગી એન્ટરપ્રાઈઝ અને જક્ષય નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આસપાસની 4 મળી કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી.

image soucre

જો આપણે આગ પછીની વાત કરીએ તો ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યાં હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગની ઘટનામાં હજુ કોઈ જાનહાનિ થઈ હોય એવા સમાચાર સામે આવ્યા નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઇ રહી હતી. આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલા ધડાકા ઇસનપુર સુધી પણ સંભળાયા હતા એવું લોકોનું કહેવું છે.

image source

કેવી પરિસ્થિતિ થઈ હતી એના વિશે વાત કરીએ તો આગના કારણે થતાં ધડાકાઓ સાથે આગ લાગતાં વિંઝોલ અને વટવાના નાગરિકો ભરઊંઘમાંથી જાગી ગયા હતા. આગને કારણે લોકોનાં ટોળાં ઊમટ્યાં હતાં. ઘટનાની જાણ થતાં વટવા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જો તંત્રની વાત કરવામાં આવે તો રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોનાં જાન-માલ-મિલકતને આગથી સંરક્ષણ અપાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગત ઓક્ટોબરમાં જ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઊંચાં મકાનો, વાણિજ્ય સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટીનું એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાનમાલિક, કબજેદાર, ફેક્ટરીધારકે એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને એને રિન્યુ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા મંજૂરી આપશે. પરંતુ આ બધાની વચ્ચે એક વાતએ ખુબ જોર પકડ્યું છે કે નારોલ, પીપળજ, વટવા જીઆઇડીસી, નારોલ જીઆઇડીસી જેવા વિસ્તારમાં દર મહિને મોટી આગ લાગવી એ રુટિન બાબત હોય એમ દર વર્ષે વીમો પાકવાના સમયમાં આગ લગાડવામાં આવતી હોવાનું ચર્ચામાં હોય છે અને તંત્રના અધિકારીઓ પણ આ બાબત સારી રીતે જાણે છે છતાં ચોકકસ કયા કારણસર આજદિન સુધી કોઈની જવાબદારી નકકી કરીને કાર્યવાહી કે સજા થતી નથી.

image source

જો બે દિવસ પહેલાંની વાત કરીએ તો બાપુનગર ખાતે આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ચાની કીટલીમાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાની વિગત બહાર આવી છે. આ આગની ઝપેટમાં અંદાજે 20 જેટલી દુકાનો આવી ગઇ છે. આ કોમ્પલેક્ષમાં દુકાનોની ઉપર રહેણાંક વિસ્તાર પણ છે. જો કે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે. તો વળી એક તરફ દુકાનદારોની લાલિયાવાડી સામે આવી છે. ફાયર સેફ્ટીના માર્ગો પર દુકાનોનું બાંધકામ જોવા મળ્યું છે. જ્યારે ગેરકાયદે બાંધકામને લીધે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ મુશ્કેલ બન્યો છે. ફાયર સેફ્ટીના સાધનો પાસે બાંધકામ કરીને તાળા મારેલા જોવા મળ્યાં. પ્રાપ્ત મળતી વિગત અનુસાર શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં ભયંકકર આગનો બનાવ બન્યો છે. આ દૂર્ઘટનામાં 10 જેટલી મોબાઇલની દુકાન આગની ઝપેટમાં આવી છે. બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ બુઝાવાને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ