ગુજરાતના ખેડૂતોને પડતાં પર પાટું, કોરોના અને શિયાળા વચ્ચે બે દિવસ ખાબકશે વરસાદ

હાલમાં એક તો કોરોના લોકોને જીવવા દેતો નથી અને એમાં પણ હવે બીજા માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળતાં જ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. વાત કઈક એવી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 10 અને 11 ડિસેમ્બરે છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં પેઠો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને વહેલી સવારે ફુલગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

image source

જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વિગતે વાત કરીએ તો ગુજરાતના મોટા વિસ્તારમાં બે દિવસ માટે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 10 અને 11 ડિસેમ્બરે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આ આગાહીના કારણે ખેડૂતોમા ચિંતા છે.

image source

ખેડૂતોની ચિંતા પણ વ્યાજબી છે. કારણ કે વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થશે તેથી ખેડૂતો માટે વરસાદની આગાહી માઠા સમાચાર છે. હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કારતક માસમાં ઠંડીએ જમાવટ કર્યા બાદ વાવાઝોડાના કારણે હાલ ઠંડીનો ચમકારો ઘટી ગયો છે અને મિશ્ર હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રે ગરમ કપડાં પહેરવા પડે અને બપોરે એ.સી કે પંખા શરૂ રાખવા પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

image source

જ્યારે આ પહેલાં આ જ વર્ષે કમોસમી વરસાદ થયો ત્યારે ગુજરાતમાં ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી હતી. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે વરસાદ પડતા ખરીફ પાકોને નુકશાની થઇ હતી. કપાસમાં વીણી બાકી હોય તેમાં વરસાદથી ગુણવત્તાને અસર પહોંચશે. કાપણી કરીને ખેતરમાં પડેલા ડાંગરના પાકને પણ ભારે નુકાશની થવા પામી હતી.

image source

ખેતરોમાં અને યાર્ડમાં ખૂલ્લામાં પડેલી મગફળીને પણ વરસાદથી નુકશાન થતા ખેડૂતોને પડતા પર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો હતો. કમોસમી વરસાદને પગલે કપાસ પાકમાં ફૂલ ખરી પડે, ખૂલ્લા યાર્ડમાં પડલે માલ પલળી ગયો, ઘાસચારામાં કોવણ આવી ગઈ હતી, કેળના પાકને પણ નુકશાન ઓછા-વત્તા પ્રમાણમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ત્યારે હવે જો ફરીથી કમોસમી વરસાદ પડે તો નુકસાન થવાની ભીતી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ