અમદાવાદના આ વિસ્તારોમાં જતા પહેલા વિચારી લેજો સો વાર, કોરોનાની આ લેટેસ્ટ અપડેટ જાણીને ફાટી જશે આંખો

AMC એ નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે તેમજ પાણીપુરીની લારીઓ પણ બંધ કરાવી છે. તહેવારોના કારણે રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તત્કાલ હરકતમાં આવ્યું છે અને નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે તેમજ પાણીપુરીની લારીઓ પણ બંધ કરાવી છે. અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ 19 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકાયા છે. આમ, શહેરમાં કુલ 300 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મુકાયા છે. કોરોનાના વધતા સંક્રમણને અટકાવવાના શું ઉપાય કરી શકાય તે અંગે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

image soucre

જેમાં અમદાવાદમાં હાલ 91 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. જેમાંથી 5 માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 19 નવા વિસ્તારો માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરફાર છે. હાલ 24 કલાકમાં વધુ 19 વિસ્તારનો ઉમેરો થયો છે. હવે માઈક્રો કન્ટેનમેન્ટનો આંકડો 300 પર પહોંચ્યો છે. અમદાવાદના મણિનગર, થલતેજ, બોડકદેવ, ગોતા, ઓઢવ, નિકોલ, ભાઈપુરા, વસ્ત્રાલ, પાલડી, રાણીપ, વેજલપુર અને સરખેજમાં માઇક્રો કન્ટેનમેન્ટમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર! 24 કલાકમાં 2875 નવા કેસ

image socure
image socure

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

પાણીપુરીની લારીઓ અને બર્ગર કિંગ બંધ

image soucre

અમદાવાદમાં 24 કલાકમાં 673 કેસ નોંધાયા છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે પગલા લીધા છે. આરોગ્ય વિભાગે વિવિધ ભીડભાડ ધરાવતા વિસ્તારમાં દરોડા પાડ્યા હતાં. જેમાં પાણીપુરીની લારીઓ તેમજ બર્ગર કિંગ પણ બંધ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સરકારે ખાણીપીણીના સ્ટોલની છૂટ આપી હતી પરંતુ તહેવારોના કારણે લોકોના ટોળેટોળા જામતા કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેને લઈને AMCએ પગલા લીધા હતાં. રવિવારે મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 93,249 કેસ નોંધાયા છે, જે આ વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

image soucre

આ સાથે દેશના કુલ કોરોનાના કેસની સંખ્યા 1,24,85,509 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢ, પંજાબ, કર્ણાટકા, દિલ્હી, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને કેરળમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભારતમાં પાછલા 24 કલાકમાં વધુ 60,048 લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે જેની સાથે કુલ આંકડો 1,16,29,289 પર પહોંચ્યો છે. ભારતમાં શનિવારે કોરોનાના કારણે 513 લોકોના જીવ ગયા છે. કોરોનાના કારણે થતા મૃત્યુમાંથી 85.19% મૃત્યુ માત્ર 8 રાજ્યોમાં થયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 277 અને પંજાબમાં 49 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

નિષ્ણાંતોની સલાહ

image soucre

જસલોક હોસ્પિટલના ડોક્ટર રાજેશ પારીખનું કહેવું છે કે સૌથી મોટી ભૂલ તો દરેક વ્યક્તિની છે જે કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કરી રહ્યા. માસ્ક ન પહેરવું તેમાં મુખ્ય બાબત છે. આ ઉપરાંત બજારોમાં ભીડ થવી પણ એક કારણ છે. તેમજ હવે ધીરે ધીરે વાયરસ નવું સ્વરુપ લઈ રહ્યો છે અને મ્યુટેટ થઈ રહ્યો છે. દેશમાં હાલ જે વાયરસ મળે છે તે બે કે ત્રણ વેરિયન્ટમાં મ્યુટેટ થયો છે. જેના કારણે કેસ સતત વધી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મ્યુટેટ વાયરસમાંથી એક -બે પ્રકાર એવા છે જે શરીરમાં એન્ટિબોડી હોવા છતા તમને સંક્રમિત કરી શકે છે.

મ્યુટેશનના કારણે કોરોના વધ્યો

image soucre

બ્રાઉન યુનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થના ડીન ડોક્ટર આશીષ કુમાર ઝાએ કહ્યું કે ભારતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક મામલાનું સૌથી મોટું કારણ એ છે કે અહીં કોરોનાના નવા વેરિયન્ટ આવી ગયા છે. જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે આ સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવું કોઈ ઉપાય નથી. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ પ્રભાવ પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વેક્સીન પણ કેટલાક નવા પ્રકાર પર પ્રભાવી નથી. જેવી રીતે સાઉથ આફ્રિકામાંથી આવેલા કોરોના વેરિયન્ટ પર કોવિશિલ્ડ પ્રભાવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!