મતદાનને લઈને લોકોનો જુસ્સો અડીખમ, કોઇ ‘બા’ વ્હીલચેરમાં પહોંચ્યાં તો કોઇ વરરાજાએ જાનમાં જતા પહલાં કર્યું મતદાન

આજે મહાનગરપાલિકાના મતદાનનો દિવસ છે. આ ખાસ દિવસે મતદાન કરવાને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ રવિવારનો દિવસ હોવાના કારણે મતદારોની વહેલી સવારથી જ લાંબી કતારોમાં લાગી ચૂક્યા છે. પૂર્વ વિસ્તારમાં મતદાન બુથ પર મતદારોની લાઈનો લાગી ચૂકી છે. આ સમયે કેટલા ખાસ કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. કોરોના મહામારીમાં પણ વૃદ્ધઓ અને સ્થાનિકો પોતાના મતદાનના અધિકારનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને વૃદ્ધોનો ઉત્સાહ પણ કમાલ કરે તેવો છે.

image soucre

આજે સવારના 7 વાગ્યાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન શરૂ થયં છે. આ પ્રક્રિયામાં શહેરી જનો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. આ સમયે બાપુનગરથી એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. અહીંથી 75 વર્ષના બાએ સવારના સમયે મતદાન કર્યું, ઊભા રહેવાની તકલીફ હોવા છતાં વ્હીલ ચેરમાં તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક હોલમાં મતદાન કરતાં પોતાનો જુસ્સો પણ તેઓએ વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું મારા મતદાનના અધિકારનો ચોક્કસ ઉપયોગ કરીશ.

વરરાજાએ જાનમાં જતા પહલાં કર્યું મતદાન

image soucre

અમદાવાદમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં હિંમતનગર જાન લઈને જતા પહેલાં વરરાજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને દેશ માટેની ફરજ નિભાવી. થલતેજના વરરાજાએ વહેલી સવારે જ મતદાન કર્યું અને પછી લગ્ કરવા રવાના થયા.

આ બાએ વ્હીલચેરમાં કર્યું મતદાન

image soucre

તો અન્ય તરફ 65 વર્ષની ઉંમરના એક બા વ્હીલચેર પર મતદાન કરવા આવ્યા. તેમને હાથ અને પગમાં પેરાલિસીસ થયો છે. તેઓ ચાલી પણ શકતા નથી. પણ આ મહત્વનો દિવસ તેઓે છોડ્યો નથી અને પોતાનો મતદાનનો અધિકાર વાપર્યો છે. પરિવાર જનોની મદદતી બાએ દરિયાપુરની શાળામાં તેમનો મત આપ્યો હતો. બાપુનગર વિસ્તારમાં ઘરે ઘરે મતદાનની સ્લીપ અપાઈ હતી પણ તેમાં મતદાન મથક અલગ હોવાના કારણે સ્થાનિકોને મુશ્કેલી પણ પડી હતી.

ક્યાંક EVMમાં ખામીનો વાંધો ઉઠાવાયો

image source

અમદાવાદના વસ્ત્રાલમાં EVMનો કકળાટ જોવા મળ્યો હતો. વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં EVM સામે વાંધો ઉઠાવાયો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVMમાં ગરબડીની શંકા વ્યકત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ