કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી ઘણા લોકોના જીવનધોરણમાં પરિવર્તન આવ્યું છે. ઘણા લોકોની નોકરી જતી રહી છે તો ઘણા લોકોના ધંધા રોજગાર બંધ થતા બીજી વ્યવસાયમાં લાગી ગયા છે અને પોતાનું જીવનધોરણ પસાર કરી રહ્યા છે. તો બીજી તરફ ઘણા લોકો એવા પણ છે જેઓ આ મહામારીમાં બેરોજગાર થતા ગુનાખોરીના માર્ગે જતા રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં જ્યાં એક યુવક બેરોજગાર બનતા ચોરીના રવાડે ચઢી ગયો હતો. તો આપણે જોઈએ શું છે આ સમગ્ર ઘટના.
મજૂરી કામ ન મળતા વાહનો ચોરી કરવાનું શરૂ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં આવેલ ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક વાહન ચોરની ધરપકડ કરી છે. જેને કોરોના કાળમાં મજૂરી કામ ન મળતા તેણે પૂર્વ વિસ્તારમાંથી વાહનો ચોરી કરવાનું શરૂ કર્યું. આ ચોરનું નામ છે જીતેન્દ્ર ચિતારા. તે મૂળ અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી જીતેન્દ્ર ચિતારા શાહપુર, નારોલ, ખોખરા જેવા વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતો. ઘરેથી તે વાહન વગર નીકળતો અને ચાલતા ચાલતા જ્યાં બિનવારસી વાહન દેખાય તે ચોરી કરી વાહન પોતાના ઘરે મૂકી દેતો અને ક્યારેક તો ચોરેલા વાહન પર જ નીકળતો અને અન્ય વાહન ચોરી બંને વાહન વારાફરતી લઈને ઘરે મૂકી દેતો.
તે અગાઉ સિલાઈ કામ અને છૂટક મજૂરી કરતો

પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ગમે ત્યારે ફૂટે જ છે તેમ આ યુવક પણ એક દિવસ પોલીસની ઝપેટમાં આવી ગયો અને તેમની પાસેથી સાત વાહનો કબ્જે કરવામાં આવ્યા. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે અગાઉ સિલાઈ કામ અને છૂટક મજૂરી કરતો. જો કે કોરોના કાળમાં તેને દોઢેક માસથી કોઈ કામ મળ્યું ન હતું. જેથી તે માનસિક તાણ અનુભવતો હતો અને આખરે કઈ ન સુજતા તેણે ચોરી કરવાનું શરૂ કરી દીધુ હતું. ચોરી કરવાનું કામ તેણે છેલ્લા દોઢેક માસથી જ શરૂ કર્યું હોવાની વાત સામે આવી છે.
જો ધંધો રોજગાર મળ્યો હોત તો તે આવા ધંધે કદાચ ન ચડ્યો હોત

તો બીજી તરફ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી એટલો શાતિર છે કે તે અગાઉ આવા ગુનાને અંજામ આપ્યા બાદ પકડાયો પણ નહોતો. અગાઉ ક્રાઇમબ્રાન્ચ અને અન્ય પોલીસે આવા ચોરને પકડયા હતા. જે ચોર આમ તો નોકરી ધંધો કરતા હતા પણ કોરોનાના સમયે તે લોકોને ચોર બનવા મજબૂર કર્યા હતા. જો કે કોરોના કાળ દરમિયાન પોલીસ પણ માની રહી છે કે, આ વ્યક્તિને જો ધંધો રોજગાર મળ્યો હોત તો તે આવા ધંધે કદાચ ન ચડ્યો હોત. કારણ કે પોલીસ તપાસમાં એ સામુ આવ્યું કે આ કોઈ રીઢો ગુનેગાર નથી. કારણ કે કોરોનાકાળ પહેલા તે મહેનત કરીને જ પેટીયું રડતો હતો. પરંતુ સમય અને સંજોગોએ તેમને અવળા રસ્તે ચાલવા મજબૂર કર્યો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ