ગુજરાત કોંગ્રેસમાં કંઈક નવા-જુનીના એંધાણ, પરેશ ધાનાણીએ આ પદેથી આપ્યું રાજીનામું? જાણો શું છે સમગ્ર મામલો

હાલમાં જ ભારત બંધના દિવસે પરેશ ધાનાણી ભારે ચર્ચામાં આવ્યા હતા. તેઓ સ્કૂટર પર નીકળ્યા હતા અને જોવા જેવા સીન થયા હતા. ત્યારે અનેક વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારે હાલમાં ફરી એકવાર પરેશ ધાનાણીની ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે. હાલમાં હાલત એવી છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી ઉપડી ગયાં છે. આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન્ડ સમક્ષ રાજીમામું આપવાની રજૂઆત કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યુ છે.

image source

આગળ વાત કરતાં પરેશ ધાનાણીએ કહ્યું કે, કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. હવે હાઇકમાન્ડ જે નિર્ણય લે તે અમને માન્ય હશે. ત્યારે આ જગ્યા પર કોનું નામ લેવામા આવી રહ્યું છે એના વિશે જો વાત કરીએ તો પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. આ ત્રણેય વરિષ્ઠ ધારાસભ્ય છે એ જોતાં ત્રણમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. કોંગ્રેસ ખાતુ ય ખોલી શકી ન હતી. પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો હતો. આઠેય બેઠકોપર પરાજય થતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવા તૈયારી દર્શાવી હતી.

image source

એવામાં અચાનક જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનુ અચાનક અવસાન થતાં વાત બાજુ પર મૂકાઈ ગઈ હતી પણ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થયો હતો. પ્રભારી રાજીવ સાતવ છેલ્લાં દસેક દિવસથી ગુજરાતમાં હતા. તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતી સાથે સતત ચૂંટણીલક્ષી બેઠકો કરી હતી. આ દરમિયાન હાઈકમાન્ડની મરજી જણાવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું. ત્યારે હવે એવી ચર્ચા છે કે આ બેઠક પર શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલમાંથી કોઈ એક આવી શકે છે. જો કે હજુ કોઈ પાક્કી માહિતી સામે આવી નથી રહી અને અટકળોનો દોર શરૂ થઈ રહ્યો છે.

પણ જો ભારત બંધના એલાન દિવસની વાત કરીએ તો તેને સફળ બનાવવા માટે અમરેલી શહેરમાં ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેતા વિપક્ષ પરેશ ધાનાણી બંધને સફળ બનાવવા માટે, તો દિલીપ સંઘાણી બજાર ખુલી રાખવા માટે લોકોને વિનંતી કરતા નજરે પડ્યા હતા. પરેશ ધાનાણીની આગેવાનીમા કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી અને અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે નેતા વિપક્ષ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમાં જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા.

image source

કેટલાક દુકાનદારો પરેશ ધાનાણીની વાત માનીને દુકાનો બંધ પણ કરતા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને છટકી જવા સફળ થયા હતા. ત્યાર બાદ અમરેલી શહેરમાં પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે પકડાપકડી જેવો માહોલ ઉભો થયો હતો. પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે જીવરાજ મહેતા ચોકમાંથી પોલીસે પરેશ ધાનાણીની અને કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

અમરેલી શહેરમાં પરેશ ધાનાણીની અટકાયત બાદ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી પણ નીકળી પડ્યા હતા. તેઓ પોતાની સાયકલ લઈને શહેરની મુખ્ય બજારમાં નીકળ્યા હતા અને દુકાનદારોને ધંધા રોજગાર શરૂ રાખવા વિનંતી કરતા નજરે ચડ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની દોડાદોડી વચ્ચે અમરેલી શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ