એવું તો આ વ્યક્તિ સાથે શું થયું છે કે તેને કાનથી નહિ પણ નાકથી સાંભળવું પડે છે…

ભારતના મધ્યપ્રદેશમાં આવેલ બિડવાના એક જિલ્લામાં આવેલ બંધનપુરા ગામમા રહેનાર ટીલ્લું નામનો વ્યક્તિ આજકાલ આખા ભારતભરમાં તે ચર્ચાનો વિષય બની ગયો છે. તેને જોવા માટે એ ગામમાં રોજ હજારો સંખ્યામાં ટોળે ટોળાં ઉમટી પડ્યા છે. જેનું કારણ જાણી તમે પણ ચૌકી જવાના છો.

આ ટીલ્લું છે સાવ અલગ. તે કાનથી નહી પણ નાકથી સાંભળે છે. અને જ્યારે આ વાત ગામના લોકો એ સાંભળી તો ગામના લોકો તો તેની આ કરામત જોઈને ચૌકી જ ગયા હતા. અને પછી ધીરે ધીરે આસપાસના ગામના લોકોને પણ આ વાતની ખબર પડી તો એ લોકો પણ આ અજીબો ગરીબ માણસને જોવા આવવા લાગ્યા ને હવે આખા ભારતમાં આ વાત પ્રસરી ગઈ છે તો ભારતના ખૂણે ખૂણે થી આ અલગ પ્રકારના માણસને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.

તમને જણાવી દઈએ કે ટીલ્લુના કાનના છીદ્રો જન્મથી જ બંધ છે અને તે નાકથી જ બધુ સાંભળી રહ્યો છે. અને તેને જન્મ થયો ત્યારે કાનથી કશું જ સંભળાતું ના હતું…ને પછી ધીરે ધીરે કુદરતી રીતે તેને નાકથી સંભળાવા લાગ્યું હતું.
જો કે આવું થયું તો તેને થોડા સેમી ખૂબ તકલીફ પડી ને પછી સમય જતાં તેને આદત પડી ગઈ અને હવે તે મોબાઈલ પણ કાન પાસે નહી પણ નાક પાસે રાખી વાત ચીત કરે છે.

નાક વડે વાત ચીત સાંભળી શકે છે એ ખાસિયતના કારણે ટીલ્લું દેશ વિદેશમાં પ્રખ્યાત થવા લાગ્યો છે, તેને ગામો ગામ લોકો ઓળખવા લાગ્યા છે. અને દૂર દૂરથી લોકો તેને જોવા પણ આવી રહ્યા છે.

ટીલ્લુના નાકથી સાંભળવાની ઘટના અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, નાક વડે સાંભળવું એ કોઈ કારણે શકય નથી. કેમકે નાક ને કાન ની ઇન્દ્રિયો એકદમ છે. તેનું કાર્ય પણ એકદમ ભિન્ન છે. આ વ્યક્તિની બરાબર ખાતરી પૂર્વક તપાસ હાથ ધરવી જોઈએ.