દુનિયાભરની રસપ્રદ માહિતી પહેલું રંગીન ટીવીથી લઈને સેલ્ફી વિષે તમે આ નહિ જાણતા હોવ…

કેટલાક સત્યો, વાસ્તવિક પરિબળો એવા હોય છે, જો તેની તમને ખબર ન હોય, તો લોકો સમજે છે કે તમે તેમના કરતાં ઓછું જાણો છો. કેટલીક વિગતો એવી છે કે તમે જાણતા હો કે લોકો પર તમે બહુ જ્ઞાની છો તેવી સૌ પર અસર છોડી શકો છો.

તમને યાદ હશે, બાળપણમાં, તમે તમારા મિત્રોને ભારતના વડા પ્રધાનના નામ શું છે એવું જ્યારે પૂછતા અને પછી જે પણ મિત્ર જવાબ કહી શકતો તેની ગૃપમાં એકદમ ધાક રહેતી, તેનો વટ્ટ પડી જતો. યાદશક્તિ અને શીખવાની ધગશ ધરાવતી વ્યક્તિ પર બધા ઇમ્પ્રેસ થઈ જતાં. પરંતુ આજના યુગમાં ગુગલને લીધે આપણે ઘણી સરળ વસ્તુઓનો જવાબ આપવા સક્ષમ નથી હોતાં.

અમે આજે કંઈક એવું લિસ્ટ લઈને આવ્યાં છીએ જે તમે કોઈ પણ વ્યક્તિ સામે જણાવશો તો તમારો વટ્ટ પડી જશે. કેટલાક એવા રહસ્યો અને સત્યો તમને જણાવીએ જે જ્ઞાનવર્ધક અને મનોરંજક બંને હોય.

૧ રંગીન ટી.વી.

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


તમે જાણો છો? ભારતમાં પહેલવહેલું રંગીન ટી.વી. ૧૫મી ઓગસ્ટ ૧૯૮૨માં આવ્યું હતું. અને જોતજોતાંમાં એ ખૂબ જ લોકપ્રિય પણ થતું ગયું હતું. તમને યાદ છે? તમારા ઘરે ક્યારે આવ્યું હતું રંગીન ટી.વી.?

૨ દુનિયાનું પહેલું એ.ટી.એમ.

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


૧૭મી જૂન ૧૯૬૭માં લંડનના બારક્લેજ બેંકે લગાડ્યું હતું દુનિયાનું પહેલું એ.ટી.એમ. આ એક સુવિધાને લીધે નાણાંકીય સમસ્યાઓ આટલી સારી પેઠે સરળ થઈ જશે ક્યાં ખબર હતી? આજે તો ઠેર ઠેર એ.ટી.એમ છે અને દરેકના પર્સમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ આવી ગયાં છે.

૩ મચ્છર અગરબત્તી ન હોય તો કેળું ખાવ!

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


એક સર્વે મુજબ એવું તારણ નીકળ્યું છે કે જો ઘરમાં મચ્છર એમને નથી કરડતા જેઓએ તાજેતરમાં કેળું ખાઈ લીધું હોય. મચ્છર અગરબત્તી ન હોય તો આ નુસ્ખો અજમાવી જોવા જેવો…!

૪ સેલ્ફીનો ટ્રેન્ડ

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


એવું કહેવાય છે આ સેલ્ફી યુગ ચાલે છે. એક અભ્યાસ મુજબ છેલ્લાં ૫ વર્ષમાં એટલી સેલ્ફી પડી રહી છે કે જે ૧૮૦૦મી અને ૧૯૦૦મી સદીમાં કુલ ફોટોઝ નથી પડ્યા! તમને રોજ કેટલી સેલ્ફી પાડવાની ટેવ છે? વિચારી જોજો…

૫ ક્યારે જાતે નાક દબાવીને મરી નહીં શકો.

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


એક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તમે જો તમારી જાતે નાક દબાવીને પોતાને ગૂંગળાવીને મારી નાખવા પ્રયત્ન કરશો તો તમે કાયમ અસફળ થશો. દરેક વ્યક્તિ ક્યારે પણ પોતાનું નાક દબાવીને મારી નથી શકતો. તેમના ફેફ્સાં જાતે જ કોઈને કોઈ રીતે શ્વાસ લેવા લાગે છે. છે ને અદભૂત !

૬ અદભૂત શોધ

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


આઈઝેક ન્યૂટ એ સમયે માત્ર ૨૩ વર્ષના હતા જ્યારે તેમણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી હતી. ત્યારબાદ એમણે અનેક એવી શોધ કરી જેનાથી માનવજીવન સરળ બન્યું અને વધુ ઉપયોગી ઉપકરણો બનાવવાની પ્રેરણા મળી. તેમને ભલે આપણે ભગવાન તો કહી શકીએ પણ ઈશ્વરના દૂત તરીકે એમણે પોતાની શોધ દ્વારા સમસ્ત જનસમૂદાયની સેવા કરી કહેવાય.

૭ એક દિવસ, એક વર્ષ

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


વિનસ ગ્રહના બ્રમણ વિશે કહેવાય છે કે અહીંનો એક દિવસ આપણાં એક વર્ષ સમાન છે. અહીં સૂર્યની ફરવાની ધરીની ગતિ ખૂબ જ ધીમી છે. સારું છે આપણે આ ગ્રહ પર નથી રહેતાં નહીં? નહીં તો એક વર્ષ સુધી નોકરી કરવી પડત અને એક વર્ષ સૂઈ રહેવું પડત !

૮ સૌથી જાડી ચામડી

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


તમને ખબર છે આપણાં પગના તળિયાંમાં ખાસ કરીને અંગૂઠા પાસેથી ચામડી આખા શરીરમાંથી સૌથી જાડી ચામડી છે. તેનું પડ ૪ એમ.એમ. જેટલું જાડું છે. અને એજ કારણ છે કે આપણને હાથમાં નાની સોય કે ચાકુ વાગી જાય છે ત્યારે તરત કાપો પડીને લોહી નીકળી આવે છે પણ પગના તળિયામાં કાંકરી કે કાંટો વાગે તો ઝટ લોહી નથી નીકળતું અને અકરા તડકામાં ખુલ્લા પગ બહુ બળતા નથી.

૯ પહેલીવાર હોકી ભારત રમ્યું

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


હોકીએ ભારત દેશનો રાષ્ટ્રીય ખેલ છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભારત દેશ એ પહેલો દેશ છે જેણે એશિયા ખંડમાં સૌ પ્રથમવાર આ રમત રમી હતી અને જીતી હતી. એશિયાઈ દેશોમાં હોકીનો રેકોર્ડ ભારતના નામે જ છે.

૧૦ પહેલી કાર દૂર્ઘટના

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


આજે ટ્રાફિક એ સૌથી મોટી સમસ્યા થઈ ગઈ છે. અને સમાચારપત્રોમાં એકાદ ખબર રસ્તા પર થતા અકસ્માતની છપાતી જ હોય છે. પરંતુ તમે જાણો છો, દુનિયાની સૌથી પહેલી કાર દૂર્ઘટના ક્યારે નોંધાઈ હતી? આજથી સેંકડો વર્ષો પહેલાં ૧૮૯૧માં અહિયા નામના સ્થળે સૌ પ્રથમ રસ્તા પર ગાડી અથડાઈને અકસ્માત થયો હતો.

૧૧ વ્હોટસેપમાં કુલ કેટલી ભાષાઓ ચાલે છે?

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


આપણે સવારે જાગીએ ત્યારથી રાતના સૂઈએ ત્યાં સુધી વ્હોટસેપનો ઉપયોગ કરીએ છીએ. નેટ બંધ હોય ત્યારે આપણને ચેન નથી પડતું. વ્હોટસેપ તેના શરુઆતના તબક્કાથી જ આટલું લોકપ્રિય થઈ ગયું છે તેનું કારણ જાણો છો? તે અત્યાર સુધી ૫૩ ભાષાઓમાં ચાલે છે. સૌ કોઈ પોતાની ભાષામાં વ્હોટસેપ વાપરી શકતું હોવાથી ખૂબ જ પોપ્યુલર છે. જો કે હવે તો તે વધુ અપડેટ થઈ ગયું છે અને ૬૦થી પણ વધુ ભાષાઓ તેમાં વાંચી – લખી શકાય છે.

૧૨ સૌથી ઊંચી પર્વતમાળા

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


વિશ્વની સૌથી ઊંચી પર્વત ગીરીમાળામાં ટોચની દસમાંથી કુલ આઠ તો નેપાળમાં આવેલ છે. જેમાંથી સૌથી ઊંચા પર્વતની ઊંચાઈ ૮,૮૪૮ મીટર ઊંચાઈવાળો માઉન્ટ એવરેસ્ટ પણ સામેલ છે. જે ભારતની સીમાએ નેપાળમાં આવેલો છે.

૧૩ ભારતમાં સૌથી વધુ ભેંસ

 

View this post on Instagram

 

A post shared by चाणक्य ज्ञान (@chanakya_gyan) on


ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને પશુપાલન પણ અહીંનો સૌથી મોટો વ્યવસાય છે. એક રોચક સર્વે કરવામાં આવ્યો જેનું પરિણામ જાણીને નવાઈ લાગશે અને હસવું પણ આવશે. આખી દુનિયામાં સ્વિત્ઝરલેન્ટની ભેંસ ભલે વખણાતી હોય પણ એક અભ્યાસ મુજબ ભારત ભરમાં સૌથી વધુ અન્ય કોઈ પ્રાણી નહીં પણ ભેંસ આવેલી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ