આધારમાં અપડેટ કરાવવું છે નામ, એડ્રેસ અને બર્થ ડેટ, તો જાણી લો કયા ડોક્યુમેન્ટ્સની પડશે ખાસ જરૂર

UIDAIએ આધાર કાર્ડ ધારકો માટે જરૂરી સૂચના આપી છે. જો તમે તમારા આધાર કાર્ડમાં તમારા ઘરનુ સરનામું તમારી જન્મ તારીખને અપડેટ કરવા માગતા હોવ તો આ તમારા માટે જરૂરી સમાચાર છે. UIDAI પ્રમાણે તમારે તમારા આધારમાં નામ, સરનામુ અને જન્મ તારિખ અપડેટ કરવા માટે તમે જે પણ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા નામે હોવા જોઈએ. ચાલો તમને જમાવીએ કે તમને કયા-કયા ડોકસ્યુમેન્ટની જરૂર રહેશે.

UIDAIએ ટ્વિટ કર્યું છે

આધાર કાર્ડ આપનારી સંસ્થા UIDAIએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી આ વિષે જાણકારી આપી છે. ટ્વીટ કરતાં તેમણે લખ્યું છે કે જો તમે તમારા આધારમાં તમારું નામ, સરનામું તેમજ જન્મ તારીખ બદલવા કે અપડેટ કરવા માગતા હોવ તો એ સુનિશ્ચિત કરો કે તમે જે પણ દસ્તાવેજનો ઉપયોગ તેના માટે કરી રહ્યા છો તે તમારા નામ પર હોય અને વેલિડ હોય કારણ કે તેનેજ સ્વિકાર કરવામાં આવશે.

image source

UIDAI પ્રમાણે તે આધારમાં પ્રુફ ઓફ આઇડેન્ટીટી માટે 32 ડોક્યુમેન્ટ સ્વીકાર કરે છે. પ્રૂફ ઓફ રિલેશનશીપ માટે તે 14 ડોક્યુમેન્ટ્સ, ડેટ ઓફ બર્થ માટે 15 અને પ્રુફ ઓફ એડ્રેસ માટે તે 45 ડોક્યુમેન્ટ સ્વીકારે છે. તો ચાલો ચેક કરીએ આ ડોક્યુમેન્ટની યાદીને.

પ્રૂફ ઓફ આઇડેન્ટિટી – ઓળખનો પુરાવો

image source

પાસપોર્ટ, પેન કાર્ડ, રાશન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ

પ્રુફ ઓફ એડ્રેસ – સરનામાનો પુરાવો

image source

પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, પાસબુક, રાશન કાર્ડ, પોસ્ટ ઓફિસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું બીલ, પાણીનું બીલ.

ડેટ ઓફ બર્થ ડોક્યુમેન્ટ્સ – જન્મ તારીખના પુરાવા આપતા દસ્તાવેજ

image source

બર્થ સર્ટિફિકેટ, પાસપોર્ટ, પેન કાર્ડ, માર્ક શીટ્સ, SSLC બુક સર્ટિફિકેટ, માન્ય દસ્તાવેજ ન હોવા પર આ કામ લાગશે.
UIDAI પ્રમાણે જે લોકો પાસે પોતાના નામ પર કોઈ દસ્તાવેજ નથી, તેઓ UIDAI દ્વારા એપ્રૂવ્ડ સ્ટેન્ડર્ટ સર્ટિફિકેટનો ઉપયોગ આધાર એનરોલમેન્ટ/નામ, સરનામુ, જન્મ તારિખ અપડેટ કરવા માટે કરી શકે છે. સર્ટિફિકેટ ગૃપ A અથવા Bના ગેજેટ અધિકારી/ ગ્રામ પંચાયત પ્રમુખ કે મુખિ/ એમએલએ/ એમપી/ મ્યુનિસિપલ કાઉન્સિલર/ તહસીલદાર/ કોઈ માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનના પ્રમુખ કે સુપ્રિટેંડન્ટ અથવા તો વોર્ડન કે મેટ્રન/ માન્યતા પ્રાપ્ત શેલ્ટર હોમના અનાથાલય કે ઇસ્ટીટ્યૂશનના પ્રમુખ દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ.

image source

છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ એ દરેક ભારતીય નાગરિકનો મહત્ત્વનો દસ્તાવેજ થઈ ગયો છે. તમારે લોન લેવી હોય, કોઈ વિમો ઉતરાવવો હોય, કોઈ સરકારી સહાય લેવી હોય, તમારે નવો ફોન નંબર લેવો હોય, મકાન લેવું, વાહન લેવું હોય તે બધામાં તમને આધાર કાર્ડની જરૂર પડે જ છે માટે તેને હંમેશા અપડેટ રાખવું જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ