એક કુતરાએ કરાવ્યું હતું આ બે દેશો વચ્ચે જોરદાર યુદ્ધ, જાણો એવું તો શું બન્યું હતું?

મિત્રો, આપણા પૌરાણિક ઇતિહાસમા અત્યાર સુધીમા ઘણા યુદ્ધ થઇ ચુક્યા છે, આ યુદ્ધમા વિશ્વયુદ્ધ જેવા મહાન યુદ્ધ પણ શામેલ છે. જો કે, લગભગ દરેક યુદ્ધ સત્તા માટે હોય છે અથવા તો રાજ્ય ના વિસ્તરણ માટે હોય છે પરંતુ, આજે અમે તમને એક એવા વિચિત્ર યુદ્ધ વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે તમે કારણ વિશે વિચારશો.

image soucre

આ યુદ્ધ એ યુરોપના તે બે દેશો વચ્ચે લડવામા આવ્યો હતો જે ખૂબ જ નાનો છે પરંતુ, તેમનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને રસપ્રદ રહ્યો છે. આ વાત લગભગ વર્ષ ૧૯૨૫ ની છે. તે દિવસોમા ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે ખુબ જ સંઘર્ષપૂર્વક વાતાવરણ બન્યુ હતુ અને આ બંને દેશો વચ્ચે આ તણાવ પાછળનુ કારણ એક શ્વાન હતો.

image soucre

હા એક સામાન્ય એવા કૂતરા ને કારણે બંને દેશો વચ્ચેની ટક્કર થઈ. વાસ્તવમા કઈક ઘટના બની હતી કે, ગ્રીક કૂતરો આકસ્મિક રીતે મેસેડોનિયાની સીમા પાર કરી ગયો. હવે તેનો માલિક જે ગ્રીસની સેનામા સૈનિક હતો પણ એ કૂતરાને પકડવા મેસેડોનિયાની સીમમા પ્રવેશ કર્યો.

image source

તે સમયે મેસેડોનિયા ની સરહદ ની સુરક્ષાની જવાબદારી બલ્ગેરિયાના સૈનિકો ની હતી. જ્યારે બલ્ગેરિયાના સૈનિકોએ જોયુ કે, ગ્રીક સૈનિક તેમની સીમમા પ્રવેશ કર્યો છે. ત્યારે તેમણે તુરંત વિચાર કર્યા વિના તેને ગોળી મારી દીધી. આ ઘટનાના પરિણામે બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધ્યો અને ગ્રીસ તેના સૈનિકની હત્યા દ્વારા હુમલો કરનારા બલ્ગેરિયા પર હુમલો કર્યો.

image source

ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચેની આ યુદ્ધ ૧૮ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબરની વચ્ચે લડાઇ હતી. આ યુદ્ધમાં આશરે ૫૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. આ યુદ્ધ પછી બલ્ગેરિયાએ જીતી લીધુ હતુ પરંતુ, પાછળથી બંને દેશો વચ્ચે એક સંધિ થઈ હતી, જેમા નિર્ણય લેવામા આવ્યો હતો કે, બલ્ગેરિયાએ આ યુદ્ધમા થયેલા નુકસાનની ભરપાઇ ગ્રીસ કરશે. છેવટે ગ્રીસે વળતર તરીકે ૪૫ હજાર પાઉન્ડ અથવા લગભગ ૪૩ મિલિયન રૂપિયા ચૂકવ્યા હતા.

image source

આ યુદ્ધ ને ‘પેટ્રિકની ઘટના’ તરીકે ઓળખવામા આવે છે. આ કૂતરા ને કારણે બે દેશો વચ્ચેની લડત અને જાનમાલની મોટા પ્રમાણમા હાની થઇ શકે છે અને આ ઘટનાને તમે મૂર્ખતાનુ એક ઉદાહરણ પણ તમે કહી શકો છો પરંતુ, આ યુદ્ધ પોતે એક ખૂબ જ અલગ અને રસપ્રદ યુદ્ધ હતુ, જે ભવિષ્યમા ભાગ્યે જ પુનરાવર્તિત થાય તેવી સંભાવના છે કારણકે, હાલ તો આ પ્રકારનો વિચાર કોઈ ને આવે તેવુ શક્ય નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ