UIDAI એ આપી ચેતવણી, આધાર ઓપરેટર્સને UIDAI નહીં પણ….

આધારકાર્ડ દરેક ભારતીય માટેનો એક મહત્વનો દસ્તાવેજ છે. અને આ ફક્ત દસ્તાવેજ જ નહીં પણ એક ઓળખનો પુરાવો પણ છે. કોઈપણ નાણાકીય લેવડ દેવડ અને સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ જરૂરી છે. ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકરણ (UIDAI) આધાર સાથેની સેવાઓ સંભાળનાર ઓથોરિટી છે. નિયમ ભલેને કડકમાં કડક હોય પણ છેતરપીંડી આચરનાર કોઈને કોઈ રસ્તા શોધી જ લેતા હોય છે. આ માટે લોકોના આધારકાર્ડ સંબંધી.છેતરપીંડી અટકાવવા UIDAI એ એક ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી એક પ્રકારની છેતરપીંડી સંબંધિત છે જેના વિશે જાણવું તમારા માટે જરૂરી છે.

image soucre

UIDAI એ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે આધાર ઓપરેટર્સને UIDAI નહીં પણ રજિસ્ટ્રાર નિમણૂક આપે છે એટલે તેની જળમાં ફસાવું નહીં. આધાર સેન્ટરના ઓપરેટર બનવા માટે ઇચ્છુક વ્યક્તિએ સ્થાનિક રજિસ્ટ્રાર સાથે સંપર્ક કરવાનો હોય છે. અમુક લોકો નાગરિકો પાસેથી પૈસા લઈને એવું જણાવતા હોય છે કે તેઓ જે તે વ્યક્તિને આધાર સેન્ટર ઓપરેટર બનાવી આપશે. આવા લોકોની વાતોમાં ન આવવું અને જો કોઈ આવું કરતું હોય તો તેની માહિતી અને ફરિયાદ 1947 નંબર પર કોલ કરીને જણાવવી.

image soucre

રજિસ્ટ્રાર સાથે જોડાયેલી વધુ વિગતો જાણવા માટે આ લિંક પર ક્લિક કરો. – https://uidai.gov.in/ecosystem/enrolment-ecosystem/registrars.html

24 કલાક ઉપલબ્ધ સેવા

ઉલ્લેખનીય છે કે 1947 એ એક આધાર હેલ્પલાઇન નંબર છે અને ટોલ ફ્રી છે. આ નંબર પર ઇંટ્રેકટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ એટલે કે IVRS સપોર્ટ 24×7 ઉપલબ્ધ સેવા છે. એ સિવાય આ નંબર તમને આધારકાર્ડ સંબંધી પ્રશ્નોનો જવાબ પણ મળે છે.

નવું આધારકાર્ડ બનાવવા માટે તમારે આધાર સેન્ટરની લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. ઘરે બેઠા જ અપોઇટમેન્ટ આપનાર સંસ્થા UIDAI તમને મફતમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની સુવિધા આપે છે. એટલે કે તમે ઘરે બેઠા જ આધારકાર્ડ બનાવવા માટે સ્થાનિક આધાર સેન્ટરની અપોઇટમેન્ટ બુક કરાવી શકો છો. આ અપોઇટમેન્ટ કઈ રીતે લેવી તે ચાલો પણ જાણી લઈએ.

ઓનલાઈન અપોઇટમેન્ટ લેવાની પ્રોસેસ

ઓનલાઈન અપોઇટમેન્ટ લેવા માટે તમારે સૌ પહેલા UIDAI ની વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે.

image soucre

વેબસાઈટ પર જઈને તમારે ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરવું જેથી તેમાં જ તમને એક વિકલ્પ ” બુક એન અપોઇટમેન્ટ ” જોવા મળશે.

તેના પર ક્લિક કરવાથી તમને સીટી લોકેશનનો વધુ એક વિકલ્પ આપવામાં આવશે જેમાં તમારે તમારા શહેરનું નામ શોધવાનું રહેશે.

શહેર શોધ્યા બાદ ” પ્રોસેસ્ડ ટુ બુક એન અપોઇટમેન્ટ ” પર ક્લિક કરવું.

image soucre

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં ત્રણ વિકલ્પ હશે 1). ન્યુ આધાર 2). આધાર અપડેટ 3). મેનેજ અપોઇટમેન્ટ આ ત્રણ પૈકી તમારી જરૂરિયાત મુજબના વિકલ્પને પસંદ કરવો.

image soucre

યોગ્ય વિકલ્પ પસંદ કર્યા બાદ તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ તથા ઓટીપી નાખવાનો રહેશે. ત્યારબાદ તમારી એપ્લિકેશન વેરીફાઈ થશે. આ દરમિયાન તમારે અપોઇટમેન્ટ માટેનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરવાનો રહેશે. પ્રોસેસ પુરી કર્યા બાદ અંતે તે સબમિટ કરવી જરૂરીછે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ