પોતાની જાનમાં ખૂબ નાચ્યો આદિત્ય નારાયણ, દુલ્હન શ્વેતા અગ્રવાલ સાથે કર્યા ભાંગડા, જોઇ લો મસ્ત વિડીયો તમે પણ

ફેન્સ આદિત્ય નારાયણાના લગ્નને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે. આદિત્ય 1 ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી રહ્યા છે. કેટલાએ દિવસોથી તેમના લગ્નની તૈયારીઓ ખૂબ જ ઉત્સાહથી ચાલી રહી હતી અને તેના માટે આદિત્ય થોડા દિવસ મિડિયાથી પણ દૂર થઈ ગયા છે.
શ્વેલા અગ્રવાલ ખૂબ નાચી

image source

આ દરમિયાન આદિત્ય નારાયણની જાનનો એક વડિયો સોશિયલ મિડિયા પર છવાઈ ગયો છે, જેમાં તે મગ્ન થઈને ભાંગડા કરતા જોવા મળી રહ્યા છે. સાથે તેમની દુલ્હન શ્વેતા અગ્રવાલ પણ જોરદાર ઠૂમકા લગાવી રહી છે.

પી.એમ મોદીને પણ રિસેપ્શનનું આમંત્રણ મોકલવામાં આવ્યું

એક ન્યૂઝ પોર્ટલને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ઉદિત નારાયણે જણાવ્યું કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અમિતાભ બચ્ચન અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોને આમંત્રણ મોકલ્યું છે.

પ્રિ-વેડિંગ વિધિઓ બે-ત્રણ દિવસથી ચાલી રહી હતી

સિંગર આદિત્ય નારાયણ 1લી ડિસેમ્બરે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરી રહ્યા છે જેને લગતી વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. 28મી નવેમ્બરે તેમની તિલક સેરેમની કરવામા આવી હતી, જેની વિડિયોઝ અને તસ્વીરો સોશિયલ મડિયા પર વાયરલ થઈ રહ્યા છે. શ્વેતા અગ્રવાલે માતાપિતા અને આદિત્યને તિલક કર્યું હતું.

તે વિષે આદિત્ય નારાયણે કહ્યું, ‘બધા જ પુરુષોના કપાળ પર તિલક લગાવવામાં આવે છે, જે લગ્નની વિધિઓ શરૂ થવાની શરૂઆત માનવામાં આવે છે. આ સેરેમનીમાં માત્ર ઘરના લોકો અને પરિવારના ખાસ સભ્યો જ હાજર રહે છે.’ તમને જણાવી દઇએ કે 1લી ડિસેમ્બરે લગ્ન અને 2જી ડિસેમ્બરે રિસેપ્શન યોજાશે.

2-
image soucre

સોશયિલ મડિયા પર ઘણાબધા વિડિયોઝ તેમજ તસ્વીરો વાયરલ થઈ રહી છે. એક વડિયોમાં આદિત્ય નારાયણ પોતાના માતાપિતા ઉદિત નારાયણ અને દીપા નારાયણ કપલ સાથે સ્ટેજ પર વાત કરતા જોવા મળી રહ્યા છે, તો બીજા વિડયોમાં પરિવારના લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. શ્વેતાએ નારંગી રંગનો લહેંગો પહેર્યો છે. તો આદિત્યએ પંજાબી કુર્તો પહેર્યો છે. બન્ને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે આદિત્યના લગ્નમાં માત્ર 50 લોકો જ હાજર રહેશે. તેમાં પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ, તેમજ નજીકના મિત્રો હાજરી અપશે.

રોકાની તસ્વીરો પણ થઈ હતી વાયરલ

થોડા સમય પહેલાં આદિત્યએ જ્યારે લગ્નની જાહેરાત કરી ત્યાર બાદ તેની રોકા સેરેમનીની તસ્વીરો પણ વાયરલ થઈ હતી. આ તસ્વીરમાં બન્ને પરિવારો પણ જોઈ શકાય છે. તસ્વીરમાં આદિત્યએ ગ્રે ડેનિમ શર્ટ પહેર્યું છે, જ્યારે શ્વેતાએ પિંક સલવાર સૂટ પહેર્યો છે. તેણી ખુબ જ સુંદર અને ખુશ જણાઈ રહી હતી.

image soucre

આ પહેલાં આદિત્ય નારાયણે શ્વેતા સાથેની એક તસ્વીર શેર કરી હતી અને તેની સાથે પોતાના લગ્નની વાતને પણ કન્ફર્મ કરી હતી. તેમણે લખ્યું હતું, ‘અમે લગ્ન કરી રહ્યા છીએ. દુનિયાનો સૌથી નસીબદાર છોકરો છું, જેને શ્વેતા મળી, મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે અમે ફાઇનલી ડિસેમ્બરના મહિનામાં લગ્નના બમંધનમાં બંધાવા જઈ રહ્યા છીએ. અમે બન્ને ખૂબ જ પ્રાઇવેટ લોકો છે. માનીએ છીએ કે એક વ્યક્તિની પ્રાઇવેટ લાઈફને પ્રાઇવેટ જ રાખવી જોઈએ. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મિડિયાથી વિદાઈ લઈ રહ્યો છું. ડિસેમ્બરમાં મળીશું. કહ્યું હતુંને, ક્યારે ને ક્યારે તો મળીશું, અમને વિશ્વાસ છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ