આને વૃદ્ધા નહીં, યોદ્ધા કહેવાય, 71 વર્ષનાં નર્સ 2009માં નિવૃત્ત થયાં બાદ પણ કરી રહ્યા છે કોરોના દર્દીની સેવા

કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી મેડિકલ સ્ટાફ રાત દિવસ જોયા વગર કોરોના દર્દીઓનો ઈલાજ કરી રહ્યો છે. પોતાનાં જીવનાં જોખમે પણ તેઓ દર્દીઓની સેવા કરવામાં પાછળ હટતાં નથી. હાલમાં આવા જ એક નર્સનો કિસ્સો સામે આવ્યો જેની અહી વાત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ઝાયડસ મેડિકલ કોલેજ અને સિવિલમાં વયોવૃદ્ધ નર્સ કોરોનાથી ડર્યા વિના દર્દીઓની સેવા કરે છે. આ નર્સનું નામ જૈમિનીબેન છે. તેઓ 1970માં જામનગરની ઇરવિન કોલેજમાં પરિચારિકાનો અભ્યાસ કર્યો હતો. આજે તેઓ વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયાં છતાં સેવાકાર્ય ચાલુ જ છે.

image source

જાણવા મળ્યું છે કે જૈમિનીબેન આ પહેલા પેઇન્ટિંગનું કામ કરતાં હતાં. જૈમિનીબેન જોશીની ઉંમર છે 71 વર્ષની હાલ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ દાહોદની ઝાયડસ હોસ્પિટલનાં આ સૌથી મોટી ઉંમરના મેટ્રન છે. 71 વર્ષની ઉંમરે જ્યારે લોકો લાકડી લઈને માંડ ચાલી શકે છે ત્યારે આ મહિલા વૃદ્ધાવસ્થાના એક પડાવ સુધી પહોંચી ગયાં બાદ પણ આજે સેવા કરવા માટે આગળ આવી છે. આ ઉંમરે જ્યારે કોઈ પણ વૃદ્ધ માણસને બીજાના સહારા ની જરૂર હોય છે ત્યારે આ મહિલા પોતે કોરોના દર્દીઓનો સહારો બની રહી છે અને લોકો પણ તેમનાં આ કાર્યનાં ખુબ વખાણ કરી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ કોરોનામાં પણ તેમણે આ સેવાકાર્ય છોડ્યું નથી. ઊલટાનું યુવાનોને પણ શરમાવે એવા ઉત્સાહથી તેઓ ફરજ બજાવી રહ્યાં છે. જૈમિનીબેનના પિતા મોહનલાલ જીવરામ જોશી દાહોદમાં પેઇન્ટિંગનું કામ કરતા હતા. ધો.8માં અભ્યાસ કરતાં હતાં ત્યારે જ પિતાનું કેન્સરથી અવસાન થયા બાદ ટૂંકા સમયમાં માતા લલિતાબેનનું પણ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. તેમની સાથે જે બન્યું તેવું આ કોરોના કાળમાં અન્ય કોઈનો પરિવાર વિખાતો બચી જાય તે માટે પોતાના થી બનતું યોગદાન તેઓ આપી રહ્યાં છે.

તેમનાં વિશે મળતી માહિતી મુજબ જૈમિની બહેન 1970માં નર્સ બન્યાં હતાં. તેમનાં પરિવાર વિશે જાણવા મળ્યું છે કે તેઓ 9 ભાઇ બહેન પરિવારમાં છે જેમાંથી તેઓ ત્રીજા નંબરનાં હતાં. ઘરમાં આવી બીમારી જોઇને દર્દીઓની સેવા કરવાની તેમને પ્રબળ ઇચ્છા થઇ જેથી તેઓએ ઓલ્ડ એસએસસી પાસ કરીને જામનગર સ્થિત ઇરવિન કોલેજમાં વર્ષ 1970માં તેમણે પરિચારિકાનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ ત્યાં જ ખાનગી દવાખાનામાં 3 વર્ષ સુધી નોકરી કરવા લાગ્યાં હતાં અને પછી રાજ્ય સરકારની સેવામાં 1979માં જોડાયા.

આ પછી તેઓ દાહોદમાં વિવિધ સરકારી દવાખાનામાં ફરજ બજાવી. સરકારની આ સેવા દરમિયાન તેઓ હજારો દર્દીના સાજા કર્યાં છે. રડતા રડતા દવાખાનામાં આવેલા દર્દીઓને તેમણે ચહેરા ઉપર સ્મિત સાથે ઘરે મોકલ્યા છે. જો કે 2009માં તેઓ નિવૃત્ત થયાં હતાં. પરંતુ તેમણે બાદ સેવા કરવાનું કામ ચાલુ રાખ્યું હતું જેમાં ખાસ દાહોદ જેવા આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં જે-તે સમયે આરોગ્યવિષયક સેવાઓ અલ્પ હતી એ સમયે જૈમિનીબેનની લીમખેડા તાલુકામાં સેવા અનન્ય રહી. હજુ પણ અનેક લોકો સાથે તેમનો નાતો જળવાઇ રહ્યો છે.

આ આગાઉ જ્યારે 2009માં સ્વાઇન ફ્લૂ એ કહેર મચાવ્યો હતો ત્યારે તેઓ નિવૃત્ત થયા હતાં પણ તેમણે સેવા ચાલુ રાખી. દાહોદમાં ઝાયડસ શરૂ થયા બાદ ત્રણેક વર્ષથી તેઓ ત્યાં મેટ્રન તરીકે કામ કરી રહ્યાં છે. ઝાયડસમાં કાર્યરત 275 જેટલી પરિચારિકાઓની એટેન્ડન્સ લેવાનું કાર્ય તેમનું છે પણ હાલમાં કોરોના વોર્ડમાં માનવસંસાધન વધુ કામ કરતું હોવાથી તેઓ નર્સિંગને લગતાં બીજા કામો પણ સહજતાથી કરી લે છે. તેમનાં સાથે કામ કરેલાં લોકોએ જણાવ્યું હતું કે ઘણી વખત દર્દીઓનાં પરિવારજનોના ઉશ્કેરાટના સમયે જૈમિનીબેનનો અનુભવ કામ કરે છે.

image source

તેઓ હંમેશા સૌથી પહેલા સમજાવટથી દર્દીઓનાં પરિવારજનોને તેઓ શાંત પાડે છે. તેમની પાસે આવા અનેક સારાનરસા અનુભવનું ભાથું છે. આ સાથે સારી વાત એ કહી શકાય કે તેમની તંદુરસ્તી પણ ગજબની છે. આજે પણ તેઓ ભાગ્યે જ લિફ્ટનો ઉપયોગ કરે છે. ફરજ દરમિયાન સ્ફૂર્તિથી ચાલે છે. એક જ ટાઇમ જમે છે અને નખમાંય રોગ નથી. કોરોનામાં આવા અનેક આરોગ્યસેનાનીઓ છે જે માનવ જિંદગી બચાવવા માટે દિનરાત મહેનત કરી રહ્યા છે. જૈમિની બહેનની આ સેવાની વાતો હવે વાયુ વેગે ફેલાઈ રહી છે. લોકો તેમના આ કામને સલામ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!