આ છે અમદાવાદની સ્થિતિ, ક્યાંક એમ્બ્યુલન્સ નથી મળતી તો ક્યાંક શબવાહિની, હવે પેડલરિક્ષામાં મૃતદેહ લઈ જવાની નોબત

કોરોના ખરેખર લોકોના જીવ લેવા જ આવ્યો છે. કારણ કે જોઈ શકાય છે કે હાલમાં કેવો કેવો માહોલ છે. ક્યાંક લોકોને ઓક્સિજન નથી મળતો હોવાના કારણે મોત થઈ રહ્યા છે તો ક્યાંક સારવારના અભાવે મોત થઈ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસ દિવસે ને દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યાં છે. સાથે સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થવાથી માંડી મોક્ષધામ માટે પણ લાબું વેઈટિંગ ચાલી રહ્યું છે. હાલનો જ દાખલો જોઈએ તો વેજલપુર વિસ્તારમાં શબવાહિની ના આવતાં સ્વજનોએ પેડલરિક્ષામાં મૃતદેહ લઈ જવાની ફરજ પડી હતી અને તેની તસવીરો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે.

image source

જો એક આ વાત અને બીજી તરફ કેવી પરિસ્થિતિ છે એની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે બુધવારે પણ 50થી વધુ એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી. રાજકોટના એક દર્દીને તેના સંબંધીઓ ઓક્સિજન સિલિન્ડર સાથે ઊંચકીને આ રીતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો વળી એમાં મુસીબત ઓછી હતી એમ યુનિવર્સિટીના કન્વેશન સેન્ટરમાં ઊભી કરાયેલી 900 બેડની ધન્વંતરિ હોસ્પિટલમાં એડમિશન લેવા માટે દર્દીના સગાંએ ફોર્મ ભરી કોરોના રિપોર્ટ અને અન્ય રિપોર્ટ આપીને ટોકન લેવાનો પણ નવો નિયમ આવી રહ્યો છે. સવારે 8થી 9ના ગાળામાં હોસ્પિટલની બહારથી ફોર્મ લેવાનું રહેશે.

image source

11 દિવસ પહેલાંની જ વાત કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી વિઠ્ઠલભાઈ પરસોત્તમભાઈનું નિધન થયું હતું અને પટેલ પરિવારનો હસતો ખેલતો માળો પીંખાઈ ગયો. નાની ઉંમરમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી તો પત્નીનો ચૂડી ચાંદલો વીંખાઈ ગયો. પોતાના પતિનું નિધન થયાની જાણ પત્નીને સિવિલ હોસ્પિટલે પહોંચ્યા બાદ થઇ હતી. મહિલાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોતાના પતિનું નિધન થયાની જાણ થતા પત્નીએ પોતાના હાથની બંગડી કાઢી નાખીને વલોપાત કરતા કહ્યું હતું કે, હું શુક્રવારની આખી રાત સૂઈ નથી શકી.

image source

તમે મારી સાથે વાત કર્યા વગર કેમ ચાલ્યા જાવ? તમે ઊઠો મારી સાથે વાત કરો. પરિવારજનો માટે મહિલાને સંભાળવી મુશ્કેલ બની હતી. મૃતક દર્દીના ભાણેજ જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે, હજુ શુક્રવારે બપોરે 3.00 કલાકે વાત થઇ હતી ફરી પાછો સાંજે 7.00 કલાકે ફોન કર્યો ત્યારે વાત થઇ ન હતી અને નર્સે ફોન ઉપાડીને કહ્યું હતું કે, દર્દી આરામ કરે છે. અને રાત્રે મૃત્યુ થયું.

image source

હાલમાં આવા બધા કેસો આવતા અને દિવસે ને દિવસે પરિસ્થિતિ બગડવાને કારણે સરકાર પણ કડક પગલાં લઈ રહી છે. અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તમામ હોસ્પિટલને આદેશ અપાયો છેકે, રાજ્ય સરકારની વેબસાઇટ પર રિયલ ટાઇમ બેડની ઉપલબ્ધતાની માહિતી સતત અપલોડ કરવાની રહેશે. તમામ હોસ્પિટલની બહાર ડિસપ્લે બોર્ડ મુકવાનું રહેશે. જેમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવાનું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!