આવા દિવસો આવશે એવું કોઈએ નહોતું વિચાર્યું, ભૂખને કારણે એક માતા સગી દીકરીને જીવતી મારી નાખવા પર ઉતરી આવી

હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ઉત્તર પ્રદેશમાં આવેલાનઉના હરદોઈ જિલ્લામાં બન્યો છે જ્યાં એક મા પોતાની કબાળકીને મોતનાં મુખમાં ધકેલી રહી હતી. આ પાછળનું કારણ એ હતું કે મા પોતાની 2 વર્ષની બાળકીને ખોરાક આપી શકે તેવી હાલતમાં પણ હતી નહી. આ કારણે તે બાળકીને જીવતી જ જમીનમાં દાટવાની કોશિશ કરી હતી. બીજી તરફ જ્યારે તંત્રને આ વિશે સવાલો કરવામાં આવ્યાં હતાં ત્યારે આ મામલે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ મહિલા માનસિક રીતે બીમાર છે જેથી તે આવું કરી રહી છે. જો કે તંત્રના આ દવાઓ બાળકીની તસવીર જોતાં જ ખોટા સાબિત થાય છે કારણ કે બાળકીની તસવીરો પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેને પોષણ તો દૂર પણ સરખો ખોરાક પણ નસીબ થઈ રહ્યો નથી.

આ મામલે જ્યારે જિલ્લા પ્રોબેશન અધિકારી સુશીલ કુમાર સિંહે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે દાવો કર્યો હતો કે આ મહિલાના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ પછીથી આ મહિલા માનસિકરૂપે બીમાર હતી અને તેણે હવે આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. આ સાથે ઓફિસરે કહે છે કે દરેક આંગનવાડીમાં રાશન તેમજ પોષકતત્ત્વો પણ આપવામાં આવે છે. જો કે તેમના આ દાવાઓ પર સવાલ ઉભા થાય છે કે જો આટલા સારા પ્રમાણમાં પોષકતત્ત્વો બાળકો સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે તો પછી આ બાળકી કુપોષણનો શિકાર કેમ બની? અને નવાઈની વાત એ છે કે એક મા જ પોતાની બાળકીને દાટવા મજબૂર કેમ બની?

આ વાત સામે આવતા હવે લોનારના સકરૌલી ગામમાં ઘટનાં ચર્ચાનો વિષય બની છે. તંત્ર પણ ઝડપથી કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયું છે. આ દરમિયાન તંત્ર દ્વારા ફ્કત થોડાક જ કલાકોમાં એક નહીં પરંતુ 3-3 વિભાગોના આંકડા બતાવામાં આવ્યા. આ સમયે સવાલો થઈ રહ્યા છે કે જો તંત્રએ પહેલાં કામમાં આવી ઝડપ બતાવી હોત તો એક માને પોતાની જ દીકરીને મોતનાં મુખમાં ધકેલવાનો વારો ન આવ્યો હોય. જિલ્લા પ્રોબેશન અધિકારી સુશીલ કુમાર સિંહેને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ કિસ્સો લોનાર પોલીસ સ્ટેશન હેઠળ સામે આવ્યો છે. જેમાં સકરૌલી ગામમાં રહેતી એક મહિલાએ પોતાની જ 2 વર્ષની બાળકીને જીવતી દાટી દેવાની કોશિશ કરી હતી.

આગળ વાત કરતા તેમણે કહ્યુ હતુ કે હવે આ મામલે ચાઇલ્ડ લાઇનને પણ સૂચના મળી છે. કેસની ગંભીરતાને જોતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને બાળકીને રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. આ સાથે જાણવા મળ્યું છે કે હાલ માતા અને બાળકી બંને હાલ સ્વસ્થ છે. અહીંથી રજા મળ્યાં બાદ હવે વન સ્ટોપ સેન્ટરમાં મહિલાનું કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવશે. આ અંગે હવે તંત્ર પણ મદદ માટે આગળ આવ્યું છે. અવિનાશકુમાર જે જિલ્લા અધિકારી છે તેમણે આ અંગે જણાવ્યું હતું કે સી.ડી.પી.ઓને કારણ અંગે નોટિસ આપવામાં આવી છે. આ સાથે રાશન કાર્ડ પરથી માહિતી મળી છે.

હાલ તેઓ તેઓ જાતે જ આ બાબતે નજર રાખી રહ્યા છે અને તેમણે કહ્યું કે જો આ મામલે કોઇ દોષી સાબિત થશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વિશે વાત સામે આવી છે કે સકરૌલી ગામમાં બે વર્ષ પહેલાં ભગવાન દીનનું મોત થયું હતું. આ ભગવાન દીનનાં તે સમયે નાના ત્રણ બાળકો હતાં જેમાં એક દીકરો અને બે દીકરીઓ હતી. તેમનાં મૃત્યુ પછી તેની પત્નીએ ગામમાં ખોરાક માગીને ગુજરાન ચલાવતી હતી. આ પછી ભગવાનની બહેન અહી ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા ન જોઈને તેનાં પુત્રને પોતાની સાથે લઈ ગઈ હતી. હવે ભગવાન દિનની પત્ની સાત વર્ષની પુત્રી નંદિની અને 2 વર્ષની પુત્રી મધુ સાથે રહેતી હતી. આ બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેમના ભોજન પણ મળી રહ્યું ન હતું. મહિલાએ પોતાની સમસ્યા ગામલોકોને પણ જણાવી ન હતી કે જેથી કોઈ રસ્તો નીકળી શકે. આ પછી મહિલા બાળકીને લઈને તેને જીવતી જમીનમાં દાટવા પહોંચી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong