વરસાદની આગાહી: ગુજરાતના આ શહેરોમાં આગામી 24 કલાકમાં પવન સાથે પડી શકે છે વરસાદ

ચોમાસાની શરૂ તો થઈ ગઈ છે પણ હજી મેઘરાજા મન મુકીને વરસી નથી રહ્યા જેથી જગતનો તાત થોડી ચિંતામાં જણાઈ રહ્યો છે એવામાં રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી ગરમી સહન કરવી પડી શકે તેવું પણ જણાવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હજુ સુધી વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરતું રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

image source

હવામાન વિભાગે જણાવ્યું છે કે 9 જૂલાઈથી રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધશે. આ ઉપરાંત 9 જુલાઈ થી 15 જૂલાઈ સુધી ઝાપટા સાથે હળવો વરસાદ થશે તેવું પણ હવામાનના સુત્રો જણાવી રહ્યા છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ પડશે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

image source

જો વરસાદની વાત કરવામાં આવે તો આ વખતે રાજ્યમાં જોઈએ એવો વરસાદ હજી સુધી પડ્યો નથી. આ વર્ષે રાજ્યમાં 29 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 140.1 MM જેટલો વરસાદ વરસી જવો જોઈતો હતો પરતું સિઝનનો 101 ટકા વરસાદ જ પડ્યો છે. તથા ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ વરસાદ ઓછો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

image source

જો વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ અને કચ્છમાં નોંધાયો છે જ્યારે સૌથી વધુ વરસાદ એ માત્ર ઉત્તર ગુજરાત પંથકમાં પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પણ રાજ્યમાં સારો વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ નથી જેને લઈ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોએ પણ હજુ વરસાદ પર નિર્ભર રહેવું પડી શકે છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના ભાગમાં સામાન્ય વરસાદ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં સામાન્ય 94થી 106 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે.

image source

અત્રે નોંધનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 6.15 મીટર ઓછી છે. એક મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 9.68 નીચે ઉતરી છે. સતત પાણીના વપરાશના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હવે ઘટાડો થઈ રહ્યો છે ઉપરાંત હજુય જુલાઈ મહિનો શરૂ થયો પણ ઉપરવાસમાં વરસાદ કઈ ખાસ પડી રહ્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong