આલિશાન સુવિધાથી સજ્જ ઘરમાં મોટા રાજનેતાની પુત્રી સાથે રહે છે વિવેક ઓબરોય, કિંમત જાણીને આંખો થશે પહોળી

વિવેક ઓબેરોય બોલીવુડ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા છે. વિવેક ઓબેરોયએ એમ ગોપાલ વર્માની ફિલ્મ ‘કંપની’થી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ વિવેક ઓબેરોય ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા હતા તેમ છતાં તેઓ બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવી શક્યા નહી. કેટલીક વ્યક્તિઓ આમ થવાનું કારણ વિવેક ઓબેરોયની અભિનેતા સલમાન ખાન સાથેની દુશ્મનીને માને છે. અભિનેતા વિવેક ઓબેરોય પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહ્યા છે. એ પછી અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લવ અફેર હોય કે પછી અભિનેતા સલમાન ખાનની સાથે વિવાદ.

વિવેક ઓબેરોયની ફિલ્મો હીટ નહી થવા છતાં પણ વિવેક ઓબેરોયએ પોતાના જીવનમાં ઘણી આવક કરી છે. જેની મદદથી વિવેક ઓબેરોય પોતાના શોખ પુરા કરે છે. આ પૈસાથી વિવેક ઓબેરોયએ પોતાના માટે એક શાનદાર ઘર ખરીદ્યું છે. વિવેક ઓબેરોયનું આ ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ છે. જુહુ મુંબઈ શહેરનો પોશ એરિયા છે. જુહુ એરિયામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક સુપર સ્ટાર્સ પણ રહે છે. આજે આ લેખમાં અમે આપને અભિનેતા વિવેક ઓબેરોયના આ શાનદાર ઘરની અંદરના ફોટોસ બતાવીશું, જેને જોઈને આપણી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જશે.

અભિનેતા વિવેક ઓબેરોય પોતાના આ શાનદાર ઘરમાં માતા-પિતા (યશોધરા- સુરેશ ઓબેરોય), પત્ની પ્રિયંકા અલ્વા અને બે બાળકો વિવાન વીર ઓબેરોય અને અમેયા નીર્વાના ઓબેરોયની સાથે રહે છે. વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય ૭૦- ૮૦ના દશકના પ્રસિદ્ધ અભિનેતા છે. સુરેશ ઓબેરોયએ અમિતાભ બચ્ચનથી લઈને નસીરુદ્દીન શાહ સહિત સુપર સ્ટાર્સની સાથે સ્ક્રીન શેર કરી લીધી છે.

વિવેક ઓબેરોયની પત્નીનું નામ પ્રિયંકા આલ્વા છે. પ્રિયંકા આલ્વા કર્ણાટક રાજ્ય સરકારના પૂર્વ પ્રધાનની દીકરી છે. વિવેક ઓબેરોય અને પ્રિયંકા આલ્વાના લગ્ન વર્ષ ૨૦૧૦ના થયા હતા. આ કપલના એરેન્જ મેરેજ છે. અભિનેત્રી ઐશ્વર્યા રાયથી જુદા થયા બાદ વિવેક ઓબેરોયના માથા પર લવ મેરેજનું ભૂત સવાર હતું તે ઉતરી જાય છે અને એક સંસ્કારી દીકરાની જેમ પોતાના માતાપિતાની વાત સાંભળીને પ્રિયંકા આલ્વા સાથે એરેન્જ મેરેજ કરી લે છે.

વિવેક ઓબેરોયના ઘર વિષે વાત કરીએ તો વિવેક ઓબેરોયના આ ઘરની કિમત ૧૪ કરોડ રૂપિયા હોવાની જણાવવામાં આવી છે. ત્યારે વિવેક ઓબેરોય પાસે અંદાજીત ૧૧૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વિવેક ઓબેરોયનું આ ઘર અંદરથી ખુબ જ સુંદર છે. વિવેક ઓબેરોયએ પોતાના આ ઘરને ઘણી સુંદર રીતે સજાવ્યું છે.

વિવેક ઓબેરોયના ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ ઘણો સારો અનુભવ થાય છે. એવું લાગે છે કે, જાણે આ ઘરમાં જ બેસી રહીએ. વિવેક ઓબેરોયના ઘરનું ઈન્ટીરીયર અને સજાવટ ઘરમાં રહેતા લોકોને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે. આ ઘરને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, ઘરમાં રહેતા સભ્યોના મનમાં ફક્ત સકારાત્મક વિચારો જ આવે.

અભિનેતા વિવેક ઓબેરોય હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા સક્રિય રહે છે. વિવેક ઓબેરોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ઘરની અને પરિવારની સાથે હોય તેવા ફોટોસ શેર કરતા રહે છે. અભિનેતા વિવેક ઓબેરોયના વર્કફ્રન્ટ વિષે વાત કરીએ તો વિવેક ઓબેરોય છેલ્લી વાર વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મ ‘નરેન્દ્ર મોદી’માં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં વિવેક ઓબેરોયએ પીએમ નરેન્દ્ર મોદીનું પાત્ર નિભાવ્યું હતું. તેમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહી. તેમ છતાં આ ફિલ્મના લીધે વિવેક ઓબેરોય કેટલાક દિવસો સુધી મીડિયાની હેડલાઈન્સમાં રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong