શિલ્પા શેટ્ટીનું નવું ગીત રિલીઝ થતા જ ટ્રોલર્સે શરૂ કર્યું ટ્રોલ કરવાનું, યુઝરે કહ્યું રાજ કુન્દ્રાનો હંગામો જોઈ લીધો

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોલીસે સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના આરોપમાં અરેસ્ટ કર્યા છે. રાજ કુન્દ્રા પર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા સિવાય એપ પર અપલોડ કરવાનો પણ આરોપ છે. રાજ કુન્દ્રાની ધરપકર પછી જ શિલ્પા શેટ્ટીને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

image soucre

શિલ્પા શેટ્ટી જલ્દી જ ફિલ્મ હંગામા 2માં દેખાવાની છે. હાલમાં જ પ્રનિતા સુભાષે આ ફિલ્મના એક ગીતનો વિડીયો શેર કર્યો છે એ પછી શિલ્પા શેટ્ટી ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. હંગામા હો ગયા નામના આ ગીતમાં પ્રનિતા સિવાય શિલ્પા શેટ્ટી, મિઝાન અને પરેશ રાવલ પણ દેખાઈ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું કે હંગામા તો શિલ્પા શેટ્ટીના પતિએ કર્યો છે. એક અન્ય યુઝરે લખ્યું છે કે શિલ્પાને પૂછો હંગામા વિશે. એક અન્ય યુઝરે લખ્યું છે કે રાજ કુન્દ્રાનો હંગામો જોઈ રહ્યા છે એમની પત્નીનો શુ હંગામો જોઈએ.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીની બૉલીવુડ કમબેક ફિલ્મ હંગામા 2 ઓટીટી પ્લેટફોર્મ પર 23 જુલાઈના રોજ રિલીઝ થવાની છે જેના પ્રમોશનમાં એ સતત વ્યસ્ત હતી. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સાથે પરેશ રાવલ, પ્રનિતા, મિઝાન જાફરી અને રાજપાલ યાદવ લીડ રોલમાં છે.

image soucre

શિલ્પા શેટ્ટી હાલના દિવસોમાં ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર નામના શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. ખબર આવી છે કે રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટીએ આ શોના બે એપિસોડસના શૂટિંગમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. એ આ શોનું શૂટિંગ કરવાની હતી પણ હવે એમનો ઈરાદો બદલાઈ ગયો છે.

image soucre

તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ કરવાનો મામલો નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે.

image soucre

રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. FIR મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong