શું તમે જાણો છો આ પેપર વિશે? જે દિવાલ પર પડેલા ડાઘથી લઇને ઘરની આટલી બધી વસ્તુઓમાં થાય છે ઉપયોગ

ઘરના અનેક કામોમાં કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. ગિફ્ટ પેકિંગથી લઈ અને રસોડામાં પણ અલગ અલગ પ્રકારના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય ઘરના કોઈ કામમાં અબ્રેસિવ પેપર અથવા તો સેન્ડ પેપરનો ઉપયોગ કર્યો છે ? સૌથી પહેલા તો જણાવીએ કે આ એક પ્રકારનો કાગળ હોય છે જે એક તરફથી ખરબચડો હોય છે. ઘણા લોકોને તેને સેન્ડ પેપર પણ કહે છે. તો ઘણા લોકો તેને રેગમાર્ક પણ કહે છે.

image source

આ કાગળ બ્લેક, બ્રાઉન અને ગ્રે જેવા કલરમાં આવે છે. મોટાભાગે તો આ કાગળનો ઉપયોગ વ્યાવસાયિક રીતે જ કરવામાં આવે છે. પરંતુ આ કાગળ ઘરના કેટલાક કામોમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. કયા કયા છે આ કામ ચાલો જાણીએ.

ચાકુની ધાર કાઢવામાં

image source

અબ્રેસિવ પેપરથી ચાકુની ધાર સારી રીતે કાઢી શકાય છે. ચાકુ જ નહીં તમે કાતર જેવી વસ્તુઓની પણ ધાર આ પેપરથી કાઢી શકો છે. ધાર કાઢવા માટે અબ્રેસિવ પેપરના ખરબચડા ભાગને ધાર પર ઘસવાનું રહે છે. તેના પર ધીરેધીરે ઘસવાથી પેન્સિલ પણ શાર્પ કરી શકાય છે.

ડાઘ કાઢવા માટે

image source

જમીન, દીવાલ કે કોઈ વસ્તુ પર કલર, નેલપેન્ટ જેવી વસ્તુના કારણે ડાઘ થઈ ગયા હોય તો આ ડાઘ કાઢવા માટે અબ્રેસિવ પેપરનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે જ્યાં ડાઘ લાગ્યો હોય તે ભાગ પર પેપરને રાખી અને ધીરેધીરે ઘસવું. વધારે વજન આપી ઘસવાથી વસ્તુનો કલર નીકળી શકે છે તેથી વસ્તુ પર સ્ક્રેચ ન પડે તે રીતે પેપર ઘસો.

અબ્રેસિવ પેપરથી ચાકુની ધાર કરવા

image source

કોઈ ઓઝાર, ડબ્બા કે લોઢાની વસ્તુ પર કાટ લાગી જાય તે વાત સામાન્ય છે. પરંતુ આ કાટને દૂર કરવું અસામાન્ય થઈ જાય છે. આવી વસ્તુ પર લાગેલો કાટ દૂર કરવા આ પેપરનો ઉપયોગ કરી શકાય છે. આ પેપર તે વસ્તુ પર ઘસવું જેના પર કાટ લાગ્યો હોય. વસ્તુ પરથી કાટ દૂર થઈ જશે.

દિવાલ પરથી રંગ દૂર કરવા

image source

ઘરમાં જો કોઈ દીવાલ પર નવો રંગ કરવાનો હોય અને જૂનો કાઢવાનો હોય તો તેને કાઢવા માટે આ પેપરનો ઉપયોગ કરી શકાય છે. જૂના રંગને કાઢવા માટે અબ્રેસિવ પેપરનો ઉપયોગ કરવો. તેનાથી ઓછી મહેનતે ઝડપથી તમારું કામ થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!