ધર્મેન્દ્રની દીકરી સાથે ખુબજ પ્રેમ હતો આ અભિનેતાને, આજે બની ગયો છે બોલીવુડનો બાદશાહ….

મિત્રો, આજે ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે કે, જે ધર્મેન્દ્રને નહિ ઓળખતુ હોય? બોલીવુડ ફિલ્મજગતના ધરમ પાજીને તેના પરિચયમા કોઈ જ પ્રકારનો રસ નથી. આ અભિનેતા પોતાના સમયનો એક સુપરસ્ટાર હતો અને તે આજે પણ લોકોમા ખૂબ જ લોકપ્રિય છે. તેમણે જે-જે પણ ફિલ્મોમા અભિનય કરેલો છે તેમાંની મોટાભાગની ફિલ્મો સુપરહિટ સાબિત થઇ ચુકી હતી.

image source

તમને બધાને ખ્યાલ જ હશે કે, ધર્મેન્દ્રએ પહેલીવાર હેમા માલિનીજી અને ફિલ્મના સ્ક્રીન પર મળી હતી. ત્યારબાદ તે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ જલ્દીથી એકબીજા સાથે લગ્ન કરી લીધા. ધર્મેન્દ્ર પહેલાથી જ પરિણીત હતા તે જાણીને પણ હેમા માલિની તેમની સાથે લગ્ન માટે તૈયાર હતી.

image source

આ બંનેની જોડીને લોકોએ ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન બંને પર ખૂબ જ પસંદ કરી છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બે પુત્રીઓ પણ છે. આજે આ લેખમા અમે તમને તેની પુત્રી અહના દેઓલના પ્રેમ વિશે જણાવીશુ. આ વાત કદાચ અમુક લોકો ને જ ખ્યાલ હશે કે, ધર્મેન્દ્રની પુત્રી આહના એ તેની કોલેજના દિવસો દરમિયાન એક છોકરાને ખુબ જ પ્રેમ કરતી હતી. આજે તે વ્યક્તિ બોલીવૂડ ફિલ્મજગતનો બીજો કિંગ ખાન બન્યો છે.

image source

ધર્મેન્દ્રની પુત્રી આહના એ અભિનેતા રણવીરસિંહ ને પસંદ કરતી હતી. તેણીને રણવીર સાથે પ્રેમ થઈ ગયો. રણવીર સિંહ અને આહનાએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા અને ત્યારબાદ રણવીરે બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશવાનો નિર્ણય કર્યો અને અહી આવીને કામ શોધવાનુ શરૂ કર્યું.

image source

તેને કારકિર્દીના શરૂઆતના તબક્કે ખૂબ જ નાની એવી ભૂમિકાઓ ભજવવા માટે મળતી હતી અને તેમા તેણે પોતાની સંપૂર્ણ અભિનય પ્રતિભા બતાવવાની કોશિશ કરી. ત્યારબાદ તેમના અભિનય નુ લેવલ વધતા જતા તેને ખુલ્લો અવકાશ મળ્યો અને ફિલ્મોમા તેને મોટી ભૂમિકાઓ ભજવવા માટે મળી.

image source

બાજીરાવ મસ્તાની અને રામલીલા જેવી મોટી ફિલ્મોની સફળતા બાદ રણવીરસિંહે અહના દેઓલ સાથેના સંબંધોમા અંતર લાવી દીધુ. ત્યારબાદ એકાએક એક દિવસ બંનેએ તેમના સંબંધો સમાપ્ત કર્યા અને આ પછી રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા અને અહાનાએ પણ તેના જીવનમા આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો.

image source

અહનાએ પણ પોતાના જીવનમા આગળ વધીને વૈભવ ને પોતાના જીવનમા સ્થાન આપ્યુ અને તેની સાથે પોતાનુ લગ્નજીવન આગળ વધાર્યુ. હાલ, તાજેતરમા જ અહના બે જોડિયા બાળકોની માતા બની છે અને હાલ તે ખુબ જ સુખી અને શાંતિભરેલુ વૈવાહિક જીવન જીવી રહી છે. આ બનેના જીવન પરથી આપણે એવુ અનુમાન લગાવી શકીએ કે, દરેક વખતે પહેલો પ્રેમ જ સર્વસ્વ ના હોય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ