આ છે ફિલ્મોના 10 સૌથી લાંબા ગીત, જે રહ્યા છે સુપર હિટ, કોમેન્ટમાં જણાવો તમારું કયુ ફેવરિટ છે?

કહેવાય છે કે એક સારી ફિલ્મમાં બધું જ સારું હોવું જોઈએ ત્યારે જ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ થાય છે. ભારતીય ફિલ્મોમાં વાર્તા પર જેટલી મહેનત કરવામાં આવે છે એટલી જ મહેનત ગીત સંગીત પર પણ કરવામાં આવે છે. તમે બોલીવુડની ઘણી એવી ફિલ્મો જોઈ ચુક્યા હશો જે ફક્ત ગીતના કારણે હિટ થઈ હોય. અને અમુક ફિલ્મો એવી પણ છે જે ફિલ્મો ફ્લોપ રહી પણ એના ગીત હિટ રહ્યા. પહેલાની ફિલ્મોમાં તો ફક્ત ગીતથી જ ખબર પડી જતી હતી કે ફિલ્મોની વાર્તા શુ હશે.ભારતીય ફિલ્મોમાં ગીતની મહત્વની ભૂમિકા છે. આ ગીતમાં આપના સંગીતકારોએ ઘણા રિકોર્ડ પણ બનાવ્યા છે. આજે આપણે વાત કરીશું ગીતની લંબાઈની તો એ નૉર્મલ 5 મિનિટની હોય છે પણ ઘણા એવા ગીત છે જે લગભગ 15 મિનિટના છે અને એ ગીતને દર્શકોએ ઘણા પસંદ પણ કર્યા છે.

અબ તુમ્હારે હવાલે વતન સાથિયો.

image source

વર્ષ 2004માં રિલીઝ થયેલી ફિલ્મ અબ તુમ્હારે હવાલે વતન સાથિયોનું ટાઇટલ સોન્ગ 14 મિનિટ 29 સેકન્ડનું હતું. આ બોલિવુડનું સૌથી લાબું ગીત ગણાય છે. આ ગીતને સમીરે લખ્યું હતું. તો સંગીત આપ્યું હતું અનુ મલિકે. સોનુ નિગમ અને ઉદિત નારાયણે આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીતને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો અને ઉમદા દેશભક્તિ ગીતમાં એ પણ સામેલ થઈ ગયું.

હમ સાથ સાથ હે.

image source

હમ સાથ સાથે હેનું ગીત સુનો જી દુલહન પણ લાંબા ગીતોની લિસ્ટમાં સામેલ છે. 12 મિનિટ 11 સેકન્ડ લાબું રાજશ્રી પ્રોડક્શનનું આ ગીતને ઘણા ગાયકોએ અવાજ આપ્યો છે. જેના દ્વારા પ્રતિમા રોય, ઉદિત નારાયણ, સોનુ નિગમ, રૂપ કુમાર રાઠોડ અને કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાના અવાજનો જાદુ ચલાવ્યો છે.’

મુજસે દોસ્તી કરોગે..

image source

અન્ય એક અંતાક્ષરી સોન્ગ મુજસે દોસ્તી કરોગીનું ધ મેડલે પણ સામે આવ્યું જે ઘણું જ લાંબુ હતું. આ ગીત 12 મિનિટ 9 સેકન્ડનું હતું. આ ગીતને લતા મંગેશકર, ઉદિત નારાયણ, સોનુ નિગમ અને પામેલા ચોપરાએ ગાયું હતું. લિરિકસ આનંદ બક્ષીના હતા.

એલઓસી કારગિલ.

imag source

એલઓસી કારગિલ એક દેશભક્તિ ફિલ્મ હતી. 12 ડિસેમ્બર 2003માં રિલીઝ થઈ હતી, જો કે ફિલ્મ બોક્સઓફિસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી પણ એના બધા જ ગીત હિટ સાબિત થયા હતા. મેં કહી ભી રહું હર કદમ હર ઘડી 10 મિનિટ 8 સેકન્ડનું હતું જેને સોનુ નિગમ, ઉદિત નારાયણ, રૂપ કુમાર રાઠોડ, હરિહરણ અને સુખવિંદર સિંહે ગાયું હતું. જાવેદ અખ્તરે આ ગીતને લખ્યું હતું અને અનુ મલિકે સંગીત આપ્યું હતું.’

બોર્ડર.

image source

દેશભક્તિ ફિલ્મની વાત હોય અને બોર્ડરની વાત ન આવે એવું તો શક્ય જ નથી. ફિલ્મ જેટલી હિટ હતી એટલા જ ગીતો પણ હિટ હતા. આજે પણ 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ સંદેશે આતે હે ગીત સાંભળવા મળે છે. આ ગીત 10 મિનિટ 7 સેકંડનું છે જેને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા. આ ગીતને સોનુ નિગમ અને રૂપ કુમાર રાઠોડે ગાયું હતું.

શાનદાર.

image source

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ શનદારનું ગીત સેન્ટિ વાલી મેન્ટલ 10 મિનિટ 5 સેકન્ડનું છે. આ ગીતને અરિજિત સિંહ, સ્વનંદ કિરકીરે, અમિત ત્રિવેદી અને નીતિ મોહને ગાયું છે.

મોહબ્બતે.

image source

આ ફિલ્મ તો બધાને જ યાદ હશે. શાહરુખ, અમિતાભ અને ઐશ્વર્યા રાય સહિત અન્ય કલાકારોથી સજેલી આ મલ્ટિ સ્ટારર ફિલ્મ બ્લોકબસ્ટર હતી. ફિલ્મના ગીત પણ કમાલના હતા. એનું એક ગીત સોની સોની અંખીયો વાલી 9 મિનિટ 7 સેકન્ડનું હતું. આ ગીતને ઉદિત નારાયણ, મનોહર શેટ્ટી, સોનાલી ભતોડકર, શ્વેતા પંડિત અને ઇશાને ગાયું હતું.

મેને પ્યાર કિયા.

image source

આ ફિલ્મથી સલમાન ખાન રાતોરાત સ્ટાર બની ગયા હતા. બોલીવુડને લવસ્ટોરી ફિલ્મોનો આઈડિયા મળી ગયો હતો. આ ફિલ્મ એ સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ગીત પણ એકથી લઈને એક ચડિયાતા ગીતો હતા. ગીત અંતાક્ષરી 9 મિનિટ 8 સેકંડનું હતું.

મેને પ્યાર કિયા..

image source

આ જ ફિલ્મનું અન્ય એક ગીત કબૂતર જા જા 8 મિનિટ 24 સેકંડનું હતું. આ ગીત આજે પણ લોકો ગણગણે છે