આખું બોલિવૂડ હવે સોનુ સૂદની રાહે, સુનીલ શેટ્ટીથી લઈને સુષ્મિતા સેન સુધીના તમામ સેલેબ્સે કોરોના કાળમાં લંબાવ્યો હાથ

હાલમાં કોરોનાની એવી લહેર સામે આવી છે કે લોકો મજબૂર થઈ ગયા છે. કોઈ પાસે ઓક્સિજન નથી તો ક્યાંક બેડ નથી, એમાં પણ અમુક જગ્યાએ તો લોકોને સારવારમાં પણ ધાંધિયા ચાલી રહ્યા છે જેના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે લોકો મજબૂર છે અને હાલમાં એકબીજાની મદદ કરવા માટે બધાને સંપીને આવવું પડશે તો જ આ મહામારીમાંથી ઉગરી શકશું. ત્યારે બોલિવૂડમાં સેલેબ્રિટી હવે આગળ આવ્યા છે અને કોરોનામાં દાન કર્યું છે. તો અહીં એવા તમમા સ્ટાર વિશે વાત કરવી છે કે જેણે જેણે આ મહામારીમાં હાથ લંબાવ્યો છે.

અક્ષય કુમાર

image source

જો વાત કરીએ બોલિવૂડના ખિલાડી અક્ષય કુમારની તો તેણે પત્ની ટ્વિંકલ ખન્ના સાથે લંડનથી ખાસ 220 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની વ્યવસ્થા કરી હતી અને પછી ભારતમાં લાવીને ડોનેટ કર્યા હતા. તેમજ અક્ષય કુમારે પૂર્વ ક્રિકેટર તથા રાજનેતા ગૌતમ ગંભીરના ફાઉન્ડેશનમાં રૂપિયા એક કરોડનું દાન કર્યું હતું. જો કે આ પહેલીવાર નથી. આ પહેલાં પણ ટ્વિકંલ ખન્નાએ કોવિડ 19 સામે ઝઝૂમતા પરિવારને ભોજન કરાવતી સંસ્થામાં દાન આપ્યું હતું.

સોનુ સૂદ

image source

કેટલાય સમયથી કોરોના આવ્યો છે અને ત્યારથી જ સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યો છે. ગયા વર્ષે કોરોનાકાળમા સોનુ સૂદે જે રીતે શ્રમિકો તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી તેને કારણે લોકો તેને મસિહા કહેવા લાગ્યા હતા. આ વર્ષે પણ સોનુ સતત મદદ કરી રહ્યો છે, સોનુને જ્યારે કોરોના આવ્યો ત્યારે પણ તેણે મદદ કરી હતી અને લોકોને આ મહામારીમાંથી ઉગારવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

સલમાન ખાન

image source

હાલમાં જ સલમાને ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે ભોજનની વ્યવસ્થા કરી હતી અને તેનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લાં એક અઠવાડિયાથી સલમાન રોજ પાંચ હજાર ફૂડ પેકેટ મુંબઈમાં કોવિડ વોરિયર્સને આપી રહ્યો છે. જો કે ગયા વર્ષે સલમાન ખાને લૉકડાઉનમાં કોરોના વોરિયર્સ માટે ‘બીઈંગ હેન્ગ્રી’ નામની ફૂડ વાન ચલાવી હતી. આ સાથે જ અનેક મજૂરો, જુનિયર આર્ટિસ્ટને આર્થિક મદદ કરી હતી.

ગુરુમીત ચૌધરી

image source

કોરોના કાળમાં ટીવી સિરિયલ ‘રામાયણ’ લોકોએ ખુબ જોઈ હતી. ત્યારે રામનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર ગુરુમીત ચૌધરીએ પટના, લખનઉમાં એક હજાર બેડની હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી છે અને પોતાની રીતે મદદ કરી છે.

પ્રિયંકા ચોપરા

image source

ભલે દેશની બહાર હોય પણ ત્યાં રહીને બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ભારતના લોકોની મદદ કરી રહીછે. તે ભારતની સ્થિતિ જોઈને ઘણી જ દુઃખી થઈ હતી. તેણે સો.મીડિયામાં ગિવઈન્ડિયા સાથે મળીને ફંડરાઈઝર શરૂ કર્યું હતું. આ ફંડરાઈઝરમાં બે દિવસમાં ત્રણ કરોડ રૂપિયા જમા થયા છે.

સુનીલ શેટ્ટી

image source

સુનીલ શેટ્ટી પણ અન્ય સ્ટારની જેમ ઓક્સિજનની અછત પુરી કરવામાં લાગેલો છે. તેણે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા માટે ‘મિશન મિલિયન એર’ લૉન્ચ કર્યું છે.

અર્જુન કપૂર

image source

અર્જુન કપૂરે પણ પોતાની બહેન અંશુલાની મદદથી સેલિબ્રિટી ફંડરેઝિંગ પ્લેટફોર્મ ફેનકાઈન્ડમાં પોતાની બચત આપી હતી. આ પ્લેટફોર્મ પર અર્જુન-અંશુલાએ એક કરોડ રૂપિયા ભેગા કર્યા છે, જેમાંથી ત્રીસ હજાર લોકોને મદદ કરી છે. અર્જુનની બહેન અંશુલાએ ગયા વર્ષે આ ફંડરેઝિંગ વેન્ચર ફેનકાઈન્ડ શરૂ કર્યું હતું. આ પ્લેટફોર્મ હેઠળ ચાહકોને તેમના મનપસંદ સેલિબ્રિટી સાથે મુલાકાત કરાવવામાં આવે છે. આ દરમિયાન તેમની વચ્ચે વિવિધ ફન એક્ટિવિટી કરવામાં આવે છે. આ દરમિયાન જે કમાણી થાય છે, તે દાનમાં આપવામાં આવે છે.

સોનુ નિગમ

image source

અભિનેતાની સાથે સાથે સિંગરો પણ આ બાબતે ઓછા નથી. બોલિવૂડ સિંગર સોનુ નિગમે પોર્ટેબલ ઓક્સિજન કૅનિસ્ટર્સ દર્દીઓને આપવાનું નક્કી કર્યું છે. જ્યારે દર્દીઓને ઓક્સિજન કન્સ્ટ્રેટર્સ તથા હોસ્પિટલમાં બેડ્સ મળતા નથી, તેવા ગંભીર દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન કૅનિસ્ટર્સની મદદથી બચાવી શકાય છે.

લતા મંગેશકર

image source

એવા જ બીજા સિંગર એટલે કે ભારત રત્ન લતા મંગેશકર. તેમણે પણ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી વિશેષ રાહત ફંડનમાં સાત લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મદદ માટે લતા મંગેશકરનો આભાર માન્યો છે.

શિલ્પા શેટ્ટી

image source

હંમેશા તેના વીડિયોના કારણે ચર્ચાતી રહેતી શિલ્પા શેટ્ટીએ પણ લોકોની મદદે આવી છે. શિલ્પા શેટ્ટીએ ‘રિપોર્ટ હંગરઃ ખાના ચાહિયે ફાઉન્ડેશન’ની શરૂઆત કરી છે. આ ફાઉન્ડેશન હેઠળ શિલ્પા શેટ્ટી જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કરિયાણું પૂરું પાડે છે અને યથા શક્તિ પ્રમાણે મહેનત કરી રહી છે.

ઉર્વશી રૌતેલા

image source

ફર્વશીએ પણ હાથ લાંબો કર્યો છે અને ઉત્તરાખંડમાં 27 ઓક્સિજન કન્સ્ટ્રેટર ડોનેટ કર્યા હતા. એક્ટ્રેસે લોકોને પણ મદદ માટે આગળ આવવાની વિનંતી કરી હતી.

વરૂણ ધવન

image source

હમણાં જ પરણેલા વરુણ ધવને ગયા વર્ષે કોરોનાકાળમાં વિવિધ રીતે મદદ કરી હતી. કોરોનાની બીજી લહેરમાં પણ દેશમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ સમયે વરુણ ધવને ભારતની 14 હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલાવ્યા છે અને લોકોને મદદ કરી રહ્યો છે.

આલિયા ભટ્ટ

image source

આલિયા ભટ્ટ હાલમાં જ કોરોના નેગેટિવ થઈ છે. ત્યારે હવે આલિયાએ પત્રકાર ફે ડિસોઝ સાથે મળીને લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. તે લોકોને કોરોના અંગે જાગૃતિ આવે એ માટે કામ કરી રહી છે.

સુષ્મિતા સેન

image source

સુષ્મિતા સેને હાલમાં જ સો.મીડિયામાં પોતાની પાસે ઓક્સિજન સિલિન્ડર હોવાની વાત કહી હતી. જો કે, તેને ખ્યાલ નહોતો કે તે મુંબઈથી દિલ્હી કેવી રીતે પહોંચાડે. તેણે ત્યારબાદ સો.મીડિયામાં માહિતી આપી હતી કે ચાહકોની મદદથી તેણે રાત્રે જ ઓક્સિજન સિલિન્ડર દિલ્હી મોકલ્યા હતા.

જ્હોન ઈબ્રાહિમ

image source

એ જ રીતે દેશભક્તિની ફિલ્મો કરનાર જ્હોને હાલમાં જ પોતાના સો.મીડિયા અકાઉન્ટ્સ NGOને આપ્યા છે. જ્હોને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આજથી શરૂઆત કરીએ છીએ. હુ મારા તમામ સો.મીડિયા અકાઉન્ટ સ્વૈચ્છિક સંસ્થાને આપું છું. આની સાથે મેં દેશભરમાં પાર્ટનરશિપ કરી છે. હવેથી મારા અકાઉન્ટમાં જે પણ શૅર કરવામાં આવશે, તે પીડિતોને તેમની જરૂરિયાતનો સામાન પૂરો પાડી શકાય તે માટે હશે.

ભૂમિ પેડનેકર

image source

ભૂમિ પેડનેકર પણ કોરોના સર્વાઈવર છે. તે હાલમાં સો.મીડિયામાં વીડિયો તથા પોસ્ટ શૅર કરીને વિવિધ માહિતી આપે છે. તેણે પ્લાઝમા ડોનર શોધવાની શરૂઆત કરી છે.

તાપસી

image source

તાપસી આ સમયે ફ્રન્ટફૂટ પર આવીને લોકોની મદદ કરી રહી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઓક્સિજન, પ્લાઝમા દરેક બાબતની જાણકારી તે સો.મીડિયામાં આપી રહી છે.

સોનમ કપૂર

image source

સોનમ કપૂર પણ હાલમાં લંડનમાં છે. તેણે સો.મીડિયામાં અપીલ કરી છે કે મદદ માટે ચાહકો તેને ટૅગ કરે અને એ રીતે તે મદદ કરી રહી છે.

કુનાલ કપૂર અને સિદ્ધાર્થ નારાયણ

image source

એ જ રીતે ‘રંગ દે બસંતી’ ફૅમ કુનાલ કપૂર તથા સિદ્ધાર્થ નારાયણ સો.મીડિયામાં સતત એક્ટિવ છે. તેઓ કોઈ પણ પ્રકારની મદદ માગતી પોસ્ટને પોતાના સો.મીડિયામાં શૅર કરે છે અને એ રીતે લોકો સુધી મદદ પહોંચતી કરે છે.

આયુષ્માન ખુરાના

image source

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રિલીફ ફંડમાં દાન આપ્યું છે. તેમજ તાહિરા પણ મદદ માટે લોકોને સલાહ આપી રહી છે.

કિરણ ખેર

image source

ભાજપ સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરે એક કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ફાળવ્યા છે.

અજય દેવગણ

image source

અજય દેવગણે પોતાના મિત્રો લવ રંજન, બોની કપૂર, આનંદ પંડિત, રજનીશ ખાનુજા, લીના યાદવ, અશીમ બજાજ સાથે મળીને NY ફાઉન્ડેશન શરૂ કર્યું છે. અજય દેવગને BMC સાથે મળીને મુંબઈના શિવાજી પાર્કમાં 20 બેડની હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!