આ જાણીતા સેલેબ્સ એક સમયે પૈસા માટે મારતા હતા ફાંફા, આ સુપરસ્ટાર પર હતું 90 કરોડનું દેવું

માયાનગરી મુંબઈમાં જ્યારે પણ કોઈ નવી વ્યક્તિ સંઘર્ષ કરવા આવે છે તો એ જ વિચારી છે કે એને ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરુખ ખાન સહિત પોતાના મનગમતા કલાકારોની જેમ સફળતા મેળવવી છે. પણ એ વાત તો તમે બધા જ જાણો છો કે બૉલીવુડ જગત બહારથી જોવામાં જેટલું મોટું અને શાનદાર છે અહીંયા એટલા જ રહસ્યો છુપાયેલા છે. દરેક કલાકારની પોતાની સંઘર્ષ ભરેલી જિંદગી રહી છે. મોટા મોટા કલાકારોની જિંદગીમાં એક એવો સમય આવી ચુક્યો છે જ્યારે એ ફિલ્મો ન મળવાના કારણે તો ક્યારેક ફિલ્મો ફ્લોપ જવાના કારણે એમનું દેવાડિયું નીકળી ચૂક્યું છે. એ સમયે એમના મિત્રોએ આગળ આવીને એમની મદદ કરી હતી.

બોલીવુડમાં ઘણા કલાકારો સફળતાનાં એ શિખર પર છે જ્યાં સુધી પહોંચવા માટે લોકો વરસોના વર્ષ સંઘર્ષ કરે છે. પણ તમે સાંભળ્યું હશે કે દરેક સફળ માણસે એ સફળતા સુધી પહોંચવા માટે એક કિંમત ચૂકવવી પડે છે. ક્યારેક ક્યારેક આ કલાકારોને મોટા ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં મોટી કિંમત ચૂકવવી પડે છે. એવી જ કિંમત ચૂકવી છે આપણા બોલિવુડના ઘણા મોટા કલાકારોએ. પણ બધું જ ગુમાવી દીધા પછી પણ આ કલાકારોએ હાર ન માની. આજે અમે તમને એવા જ અમુક મોટા કલાકારો વિશે જણાવીશું જે મોટા ઇન્વેસ્ટમેન્ટના ચક્કરમાં બેન્કરપટ થઈ ગયા હતા. પણ એમની હિંમતે એમને ફરી એકવાર માલામાલ કરી દીધા.

અમિતાભ બચ્ચન.

image source

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે આજના સમયમાં કોઈ જ વસ્તુની કમી નથી પણ એમની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે એમની હાલત રોડ પર આવી જવાય એવી થઈ ગઈ હતી.વર્ષ 2000માં બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે દુનિયા નવા વર્ષનું જશન મનાવી રહી છે અને હું મારી બરબાદીનું જશન મનાવી રહ્યો છું. તમને જણાવી દઈએ કે એ દરમિયાન અમિતાભ પાસે ન તો કોઈ ફિલ્મ હતી ના પૈસા અને એમની એબીએલસી કંપની પણ ડૂબી ગઈ હતી. એટલે સુધી કે અમિતાભ ઘણા લીગલ કેસમાં પણ ફસાઈ ગયા હતા. એ સાથે જ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ રિકવરી માટે અમિતાભને એમનું ઘર આપવાની વાત કહી. પણ એના થોડા વર્ષો પછી અમિતાભને કોન બનેગા કરોડપતિ મળતા જ એમની જિંદગી ફરી એકવાર પાટા પર આવી ગઈ.

શાહરુખ ખાન

image source

શાહરુખ ખાન આખી દુનિયામાં ત્રીજા સૌથી ધનવાન અભિનેતા છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે શાહરુખની જિંદગીમાં પણ એક સમય એવો હતો જ્યારે એમનું દેવાળીયું થઈ ગયું હતું. શાહરુખ ખાને ફિલ્મ રા.વન બનાવી હતી. એ ફિલ્મનું બજેટ 150 કરોડનું હતું. ફિલ્મનું નિર્માણ ગૌરી ખાને કર્યું હતું. શાહરુખ અને ગૌરી બન્નેને ફિલ્મથી ઘણી આશા હતી પણ આ ફિલ્મ પડદા પર અસફળ રહી. આ ફિલ્મમાં લગભગ શાહરૂખે પોતાના બધા પૈસા લગાવી દીધા હતા અને એમની પાસે થોડા જ પૈસા બચ્યા હતા.રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના પ્રોડક્શન કામ માટે શાહરૂખે એક બ્લેનક ચેક પણ સહી કરી દીધો હતો. જો કે એ પછી પણ શાહરુખ ખાન પુરી હિંમત સાથે ઉભા રહ્યા અને એમને સાબિત કરી દીધું કે એ આર્થિક રૂપે પોતાની મદદ કરી શકે છે. ડોન 2 અને જબ તક હે જાનની સફળતાએ ફરી એકવાર એમની જિંદગીને ટ્રેક પર લાવી દીધી.

પ્રીતિ ઝિન્ટા.

image soucre

લાંબા સમય સુધી પડદાથી દુર રહેલી પ્રીતિ ઝિન્ટાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ઇશ્ક પેરિસથી કમબેક કર્યું. જો કે નિર્માતા તરીકે આ પ્રીતિની પહેલી ફિલ્મ હતી. ફિલ્મ બોક્સઓફિસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી જેના કારણે પ્રીતિની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર એ એટલા નુક્શાનમાં હતી કે ફિલ્મના ક્રુને પણ પેમેન્ટ નહોતી કરી શકી. એ દરમિયાન એમના સહ કલાકાર અને મિત્ર સલમાન ખાને એમની મદદ કરી હતી.

રાજ કપૂર.

image source

રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર આજે પણ દર્શકોની પસંદ છે. આ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલ પર વખાણ મળ્યા હતા પણ ઇન્ડિયન બોક્સઓફિસ પર એ ફિલ્મ પોતાનો જાદુ વિખેરવામાં અસફળ રહી. આ ફિલ્મે રાજ કપૂર દેવાળીયું કાઢ્યું હતું. રક વાતચીતમાં ખુદ દીકરા ઋષિ કપૂરે એ વાતનો ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મના ચક્કરમાં એમને પોતાની બધી વસ્તુઓ અને સ્ટુડિયો ગીરવે મૂકી દીધો હતો. એ પછી એમને બોબી ફિલ્મ બનાવી જે મેરા નામ જોકરની અસફળતાને જોયા પછી ઘણું મોટું જોખમ હતું. પણ એ ફિલ્મ સુપરહિટ રહી અને એ પછી એમના મિત્રો અને મારા અંકલે એમને ઘર ખરીદવા માટે જોર કર્યું.

ગોવિંદા.

image source

આ લિસ્ટમાં સુપરસ્ટાર ગોવિંદાનું નામ પણ સામેલ છે. લાંબા સમય સુધી ફિલ્મ ન મળવાના કારણે ગોવિંદા કંગાલ થતા ગયા પણ પાર્ટનર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ મળ્યા પછી ગોવિંદાની બધી મુસીબત સોલ્વ થઈ ગઈ. ગોવિંદાએ એક વાતચીતમાં કહ્યું હતું કે છેલ્લા 14 15 વર્ષોમાં એમને ઘણા પૈસા ઇન્ડસ્ટ્રીમાં લગાવ્યા હતા અને ઉધોગમાં એમને લગભગ 16 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong