જોઇ લો ભારતમાં આવેલ ટ્રમ્પ ટાવરની આ તસવીરો, જે અમેરિકા કરતા પણ છે શાનદાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેનો પરિવાર તાજેતરમાં જ ભારત અને ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યો હતો. ત્યારે મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કેટલીય ના જાણેલી માહિતીઓ પ્રકાશિત થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ એક રાજનેતા હોવા પહેલા એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન પણ છે. તેનું પોતાનું નિવાસસ્થાન મૈનહૈટનમાં આવેલું ટ્રમ્પ ટાવર છે.

image source

અને આ જ પેટર્ન પર ભારત સહિત દુનિયાભરના કેટલાય દેશોમાં ટ્રમ્પ ટાવર બનાવવામાં આવ્યા છે. આ પૈકી એક ટ્રમ્પ ટાવર તો એવો છે કે જેની સામે અમેરિકા અને બ્રિટનમાં આવેલાં ટ્રમ્પ ટાવર પણ ઝાંખા પડી જાય. નવાઈની વાત એ છે કે તે આલીશાન ટ્રમ્પ ટાવર આપણાં ભારત દેશમાં જ આવેલો છે.

image source

આ ટ્રમ્પ ટાવર પુણેના કલ્યાણી નગરમાં આવેલો છે અને વર્ષ 2018 માં તેનું ઉદ્ઘાટન હાલના ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે કર્યું હતું. આ ટાવર બનાવવા માટે ભારતની રિયલ એસ્ટેટ કંપની પંચશીલ ડેવલોપર્સે સહયોગ કર્યો હતો. આ ટ્રમ્પ ટાવર 23 માળ ઊંચો છે અને તેને દેશની સૌથી આલીશાન ઇમારતો પૈકી એક ગણવામાં આવે છે. છતાં અહીંના એક ફ્લેટની કિંમત પંદર કરોડ રૂપિયા છે.

image source

બૉલીવુડ અભિનેતા ઋષિ કપૂર અને તેનો દીકરો રણબીર કપૂર સહીત કેટરીના કૈફ જેવા વીવીઆઈપી લોકોના ફ્લેટ્સ પણ આ ટ્રમ્પ ટાવરમાં આવેલા છે. એ સિવાય ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ અહીં 16 કરોડ રૂપિયામાં એક પેન્ટહાઉસ ખરીદ્યું હતું.

image source

આ ટ્રમ્પ ટાવરની ખાસિયતો પૈકી એક ખાસિયત એ પણ છે કે ટાવરની બહારનો ભાગ સંપૂર્ણ રીતે કાંચનો બનાવેલો છે અને અંદર કુલ 23 માળ આવેલા છે તથા તમામ માળ 6100 સ્કવેર ફૂટની વિશાળતા ધરાવે છે. એ સિવાય અહીં મોડર્ન ફિટનેસ સેન્ટર અને દરેક માળમાં આઉટડોર સ્વિમિંગ પુલની સુવિધા પણ છે.

image source

સિક્યોરિટીની દ્રષ્ટિએ પણ ટ્રમ્પ ટાવર વિશેષ છે કારણ કે અહીં આવનારા લોકોને ફક્ત બાયોમેટ્રિક કાર્ડ દ્વારા જ એન્ટ્રી આપવામાં આવે છે અને બહાર પણ વર્લ્ડ ક્લાસ સિક્યોરિટી સિસ્ટમ લગાવવામાં આવી છે.

image source

જો કે આ ટ્રમ્પ ટાવર વિશેષતાઓની સાથે સાથે વિવાદો માટે પણ જાણીતો છે. આરટીઆઈ કાર્યકર્તા રવિ બરાહતે આ ઇમારત બનાવવા નિયમોનું ઉલ્લંઘન થયાનો આરોપ લગાવ્યો હતો. જે અંતર્ગત મહારાષ્ટ્રના મહેસુલ વિભાગે તપાસ પણ આદરી હતી પરંતુ આરોપ સાબિત થઇ શક્યો નહોતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ