શું તમે અસ્થમાને તમારાથી દૂર રાખવા માટે કુદરતી ઉપાયો શોધી રહ્યા છો ?

અસ્થમામાં કુદરતી ઉપચાર દ્વારા રાહત મેળવો

શું તમે અસ્થમાને તમારાથી દૂર રાખવા માટે કુદરતી ઉપાયો શોધી રહ્યા છો ? અસ્થમાના રોગમાં ક્યારેક ક્યારેક જીવનું જોખમ પણ ઉભું થાય છે. તે ફેંફસાનો રોગ છે જેમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અસ્થમા ત્યારે વકરે છે જ્યારે, સંક્રમણ, લાગણીઓ, હવામાનની સ્થિતિ, પ્રદૂષણ અને કેટલીક ચોક્કસ દવાઓ લેવામાં આવે.

તેના સામાન્ય લક્ષણોમાં ઉધરસ, ગળામાં ખરખર થવું, ટુંકા શ્વાસ અને છાતી તણાવી વિગેરેનો સમાવેશ થાય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે તમારા જ રસોડાની કેટલીક સામગ્રીઓ તમને અસ્થમાના અણધાર્યા એટેકથી બચાવી શકે છે.

ઉદાહણ તરીકે, મધ એ એક જુનામાં જુનો ઉપાય છે જેનાથી અસ્થમામાં રાહત મળી શકે છે. સુવા જતા પહેલાં, એક ટીસ્પુન મધને ચપટી તજના પાવડર સાથે ગળી જવું. તે તમારા ગળાના કફને દૂર કરશે અને તમને સારી ઉંઘ આપશે. અરધા લીંબુનો રસ એક પ્યાલા પાણીમાં મિક્સ કરી તેમાં થોડી ખાંડ ઉમેરી તેનું પણ સેવન કરી શકાય છે. આ પીણાને નિયમિત પીવાથી અસ્થમાના એટેકને ઘટાડી શકાય છે.

કોફી પીવાથી પણ તમે ખુબ જ સરળતાથી અસ્થમામાં રાહત મેળવી શકો છો. ગરમ કોફીનો એક કપ તમને રીલેક્સ કરશે અને તમારી શ્વાસ નળીને સાફ કરીને તમને સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરશે.

3-4 કળી લસણને અરધા કપ દૂધમાં ઉકાળવી. તેને ઓરડાના તાપમાન પર લાવી પછી પી જવું. તે તમારા ફેફસામાં અસ્થમાના શરૂઆતના તબક્કામાં લાગેલા ચેપને દૂર કરે છે. આજના આ લેખમાં અમે તમને એવા જ કુદરતી ઘરગથ્થુ નુસખા જણાવવા જઈ રહ્યા છે જે તમને અસ્થમામાં તેમજ તેના લક્ષણોમાં રાહત આપશે.

ડુંગળી

ડુંગળી તેની દાહરોધી સંપત્તી માટે જાણીતી છે અને તે તમારા વાયુમાર્ગને સાફ કરે છે. કાચી ડુંગળી ખાવાથી વાયુ માર્ગ સ્વચ્છ થાય છે જે તમને સારા શ્વાસોચ્છ્વાસ આપે છે.

લીંબુ

અરધું લીંબુ એક ગ્લાસ પાણીમાં નીચોવી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખવી. આ પીણાને નિયમિત પીવાથી અસ્થમાના એટેકમાં ખટાડો થાય છે.

લેવેન્ડર ઓઇલ

ગરમ પાણીના એક કટોરામાં લેવેન્ડર ઓઇલના 5-6 ટીપાં ઉમેરો. તેની વરાળને 10-15 મીનીટ સુધી સુંઘતા રહો અને તેનો જાદુ જુઓ.

મધ

મધ એ અસ્થમાની સારવાર માટેનો સૌથી જુનો નુસખો છે. રાત્રે સુવા જતા પહેલાં એક ટીસ્પૂન મધમાં ચપટી તજનો પાવડર નાખી તેને ગળી જવું. તે તમને તમારા ગળાનો કફ સાફ કરવામાં મદદ કરશે અને તમને સારી ઉંઘ પણ આપશે.

આદુ

આદુના નાના ટુકડા કરી તેને પાણીમાં ઉકાળો. તે બરાબર ઉકળી જાય એટલે તેને પાંચ મીનીટ માટે તેમજ રહેવા દેવું. તેને ઠંડુ થયા બાદ પી જવું.

લસણ

અરધો કપમાં 3-4 કળી લસણ ઉકાળો. તેને ઓરડાના તાપમાને ઠંડુ થવા દેવું. ત્યાર બાદ તેને પી જવું. તે અસ્થમાની શરૂઆતના તબક્કામાં થયેલા તમારા ફેફસાના ચેપને દૂર કરશે.

કોફી

કોફી પીવી એ અસ્થમાની સૌથી સરળ સારવાર છે. એક કપ ગરમ કોફી તમને રીલેક્સ કરશે અને તમારા વાયુ માર્ગને સ્વચ્છ કરી તમને સરળ શ્વાસોચ્છ્વાસમાં મદદ કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ