આ બાબતો તમને ઉચ્ચગુણવત્તાની સ્ત્રી બનાવે છે…

સ્ત્રીમાં રહેલા આ ગુણ તેને એક સંપૂર્ણ સ્ત્રી બનાવે છે

સ્ત્રીઓ એ ભગવાનનું એક ઉત્તમ નિર્માણ છે તેમાં કોઈ જ શંકા નથી. તેમ છતાં જો તમે તમારી જાતને ટોળાથી અલગ દેખાડવા માગતા હોવ કંઈક વિશિષ્ટ દેખાવા માગતા હોવ તો તમારામાં આ ગુણવત્તા હોવી જેઈએ.

1. તમારે વધારે પડતી માગણીઓ નથી કરવાની – તમારે તમારા સાથીને તેના કામમાં સંપૂર્ણ સહકાર આપવાનો છે. જો તમે તેને પ્રોત્સાહિત ન કરી શકતા હોવ તો તમારે તેની તરફથી કોઈ જ અપેક્ષા રાખવી જોઈએ નહીં.

2. ભૌતિકતાવાદી ન બનવું – હા, એ વાતમાં કોઈ જ બે મત નથી કે સ્ત્રીઓને ભેટ-સૌગાતો મેળવવી ગમતી હોય છે. પણ તમારે તે વાતને પણ અવગણવાની જરૂર નથી કે પુરુષોને પણ ભેટ મેળવવી ગમતી હોય છે.

જો તમારો પાર્ટનર તમને સામેથી ભેટ આપતો હોય તો તમે ખુશી ખુશી લઈ શકો છો પણ ક્યારેય તેની માંગ ન કરવી જોઈએ. જો તમારાથી શક્ય હોય તો તમે પણ તેને સામેથી ગિફ્ટ આપી શકો છો.

3. તમારા સાથીની કદર કરો – જેમ સ્ત્રીને વખાણ ગમતા હોય છે તેમ પુરુષોને પણ ગમતા હોય છે. તે તમને સારુ લગાડવા માટે જે કંઈ પણ થોડા પ્રયાસો કરે છે તે માટે તેમને એપ્રિશિયેટ કરો.

તેમ કરવાથી તેને સારું લાગશે અને તે તમને ખુશ રાખવા માટે ઓર વધારે પ્રયત્નો કરશે અને તમારી પણ તે વધારે કદર કરશે.

4. તમારા અભિપ્રાયો તેના પર થોપો નહીં – આપણે બધાં અલગ અલગ હોઈએ છીએ, આપણી માન્યતાઓ અલગ હોય છે, આપણા રીવાજો અલગ હોય છે અને આપણી વિચારશરણી પણ અલગ હોય છે.

માટે તમારા અભિપ્રાયો તેના પર થોપવાનો પ્રયાસ ન કરો. તેને સાંભળો, તેની સાથે ચર્ચા કરો અને સમસ્યાનો ઉકેલ લાવો.

5. તેની વાત ન કાપો – જો તે કંઈક કહી રહ્યો હોય તો તેની વાત વચમાંથી ન કાપો. તેને તેની વાત પુરી કરવા દો અને ત્યાર બાદ તેની વાત પર વિચાર કરો અને ત્યાર બાદ તમને જે લાગે તે તેને જણાવો.

6. તમારા લક્ષને સ્પષ્ટ કરો – પુરુષોને તેવી સ્ત્રીઓ ગમતી હોય છે જેઓ પોતાના જીવનના લક્ષ પ્રત્યે સ્પષ્ટ હોય છે. માટે તમે જીવનમાં જે કંઈ કરવા માગતા હોવ તે બાબતે હંમેશા સ્પષ્ટ રહો.

7. ક્યાં અને ક્યારે બોલવું તે જાણો – તમારી કમ્યુનિકેશન સ્કિલ્સને મેનેજ કરતા શીખો. ક્યાં અને ક્યારે બોલવું તે જાણો. જો તેમ નહીં કરો એટલે કે તમને જો બોલવાનું ભાન ન હોય તો તેને તમારી જાતને તેના કુટુંબીજનો તેમજ તેના મિત્રો સમક્ષ પરિચય કરાવતા સંકોચ થશે.

8. તમારા સાથીને સપોર્ટ કરો – આજની ગળાકાપ હરિફાઈના જમાનામાં આપણી પાસે જીવનમાં કરવા માટે ઘણી બધી બાબતો છે. માટે તેને સપોર્ટ નહીં કરીને તેના માટે એક નવી લડાઈ ન ઉભી કરો. માત્ર તેને સહકાર આપો, તેની સાથે સારી રીતે વ્યવહાર કરો અને તેને તમારી સારામાં સારી બાજુ બતાવો.

Husband And Wife New Year Merry Christmas At Home

9. તેને માન આપો – માન એ પરસ્પરની બાબત છે. તમે જેટલું સામેવાળી વ્યક્તિને માન આપશો તેટલું જ તમને મળશે. તમારા સાથીને માન આપો અને બદલામાં તે પણ તમને માન આપશે.

તેના પ્રત્યે હંમશા નમ્ર રહો અને જો તમે તેની કોઈ વાત સાથે સહમત ન થતા હોવ તો નમ્રતાનો ડોળ કરવાની જરૂર નથી.

10. સ્વકેન્દ્રીત ન બનો– તમારે એવી રીતે ન વર્તવું જોઈએ કે તમારા સાથીને એમ લાગે કે જગત તમારી આજુ બાજુ જ ફરે છે. તમારે તેને પ્રેમ કરવાનો છે અને બદલામાં પ્રેમ પામવાનો છે.

તમારે તેની ઇચ્છાઓ તેના સુખ પર હાવી થઈને પ્રેમ નથી મેળવવાનો. માટે સ્વકેન્દ્રીત ન બનો માત્ર પોતાના જ વિષે ન વિચારો તમારા સાથીને પણ તમારા જેટલું જ મહત્ત્વ આપો.

11. અપેક્ષા ન રાખો કે તે સાતે દિવસ 24 કલાક તમારી સાથે જ રહે – તમારે એ સમજવું પડશે કે તમે બન્ને એક અલગ વ્યક્તિઓ છો અલગ વ્યક્તિત્ત્વ ધરાવો છે. આ સંબંધ બહાર પણ તમારું એક જીવન છે. તમારે તેને સ્પેસ આપવાની છે અને તેના મિત્રો, કુટુંબ તેમજ તેની કારકીર્દી માટે સમય આપવાનો છે.

12. તમારે સંપૂર્ણ પણે તેના પર આધારિત નથી રહેવાનું – તમારે જ તમારી સંભાળ લેવાની છે અને કેવી રીતે તે તમને ખબર હોવી જોઈએ. તમે એવો સંબધ નહીં ઇચ્છો જેમાં તમે કોઈના પર સંપૂર્ણ પણે આધારિત હોવ.

13. તમને ખબર હોવી જોઈએ કે તમારે સમાજ સમક્ષ કેવી રીતે રજૂ થવાનું છે – જ્યારે તમે કોઈની સાથે સંબંધમાં હોવ ત્યારે તમારે તેનું પણ સમ્માન કરવાનું છે માટે તમારે જાહેરમાં કે તમારા સોશિયલ મિડિયા એકાઉન્ટ પર એવું કંઈ જ ન કરવું જોઈએ જેથી કરીને તે શરમમાં મુકાય.

14. તમારે ક્યારેય ‘બધા જ પુરુષો સરખા જ હોય છે’ તે વાક્યનું ઉચ્ચારણ ન કરવું જોઈએ – જો તમે સામાન્ય સ્ત્રીઓ કરતાં કંઈક વિશિષ્ટ થવા માગતા હોવ તો ક્યારેય આ વાક્ય ન બોલવું જોઈએ.

તમને ખબર હોવી જોઈએ કે દરેક સ્થિતિ અલગ હોય છે અને તમારે તે ઝઘડા પાછળના કારણને સમજવાની જરૂર હોય છે. નહીં કે એકબીજા પર આરોપો ઓઢાડીને એક બીજાને નીચા દેખાડવાની.

15. એક મજબુત સ્વતંત્ર વ્યક્તિત્ત્વ – મજબુત સ્વતંત્ર વ્યક્તિત્ત્વ ધરાવતી સ્ત્રીની એક ખાસીયત એ હોય છે કે તેને ક્યારેય એકલતાનો ડર નથી લાગતો. માટે જો તમે પણ આવી સ્ત્રી છો તો તમે જે પણ પુરુષની સાથે હશો તો સંપૂર્ણ તેની સાથે જ હશો.

16. બાલીશતા ન કરવી – એક મેચ્યોર યુવતી ક્યારેય બાલિશતા નથી કરતી. દા.ત. તે પોતાના પાર્ટનરને ઇર્ષા પમાડવા માટેના કોઈ છીછરા પ્રયાસ કરતી નથી. તેને પોતાના સંબંધ બાબતે કોઈ પણ જાતની અસુરક્ષા નથી હોતી. તેણીને ખબર હોય છે કે તેણી શેને લાયક છે અને તેણે પોતાની જાતને સાબિત કરવાની જરૂર નથી લાગતી.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ