બોલિવુડના સેલિબ્રિટીની લાઇફસ્ટાઇલ લકઝરી વસ્તુઓથી ભરપૂર હોય છે. સ્ટાર્સ પાસે એ બધી જ વસ્તુ હોય છે જે સામાન્ય માણસનું એક સપનું હોય છે. શાનદાર કારથી લઈને લેવીસ ઘર સુધી બધું જ આ કલાકરો પાસે હોય છે ને હવે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરના ફોટા પણ સામે આવ્યા છે.
શાહરુખ ખાનની બેગમ એટલે કે એમની પત્ની ગૌરી ખાન ઇન્ટરીયર ડિઝાઇનિંગના બિઝનેસમાં છે અને ઘણા બોલિવુડના સેલિબ્રિટીના ઘર ગૌરી ખાને સજાવ્યા છે. હવે ગૌરી ખન્ના કલાઈન્ટ લિસ્ટમાં બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ પણ સામેલ થઈ ગયું છે જેમના મુંબઈમાં આવેલા ફ્લેટનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ગૌરી ખાને કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા બેચલર છે અને ગૌરી ખાને આ વાતનું ખાસ ધ્યાન રાખીને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરને ડિઝાઇન કર્યું છે.
ગૌરી ખાને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરના ઇન્ટિરિયરના કેટલાક ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. ગૌરી ખાને આ ફોટા પોસ્ટ કરતાની સાથે કેપ્સનમાં લખ્યું છે કે સિડના ઘરના અંદરના ફોટા. સાદગી અને સ્ટાઇલ. ગરમજોષી અને સ્વાગત માટે તૈયાર. બેનમૂન ઘરોમાં નજર આવનારી નાની નાની વસ્તુઓ વગર. આ ખાસ પ્રકારનો મેસ્ક્યુલીન લુક છે જે બધાને વધુ આકર્ષિત કરે છે.
પહેલો ફોટો ઘરની એન્ટ્રીનો છે. ગેલેરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને ગૌરી ખાન સાથે એમનો ડોગી પણ દેખાઈ રહ્યો છે. બીજા ફોટામાં સિદ્ધાર્થ મલ્હોત્રાના લિવિંગ રૂમનો લોક બતાવવામાં આવ્યો છે. દીવાલ પર સિદ્ધાર્થ મલ્હોત્રાની મનગમતી હોલીવુડ ફિલ્મોનો એક ફોટો લગાવવામાં આવ્યો છે. ત્રીજો ફોટો એન્ટરટેનમેન્ટ રૂમનો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ શાહરુખ ખાનની ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં નિર્દેશક કરણ જોહરને આસિસ્ટ કર્યા હતા. એ પછી વર્ષ 2012માં આવેલી સ્ટુન્ડત ઓફ ધ યરથી કરણ જોહરે એમને વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે બોલીવુડમાં હીરો તરીકે લોન્ચ કર્યા હતા.સિદ્ધાર્થ મલ્હોત્રાના કરિયરની સૌથી સફળ ફિલ્મ એક વિલન હતી જેમાં એ સોલો લીડ રોલમાં હતા.
View this post on Instagram
આ ફિલ્મમાં એમની સાથે શ્રદ્ધા કપૂર ફિમેલ લીડ રોલમાં અને રિતેશ દેશમુખ વિલનના પાત્રમાં હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા હવે શેરશાહ અને થેન્ક ગોડ ફિલ્મમાં દેખાશે. થેન્ક ગોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલી વાર અજય દેવગન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. એ સિવાય મિશન મજનુનું શૂટિંગ પણ કરી રહ્યા છે જેમાં એ એક સ્પાઈના પાત્રમાં છે. ફિલ્મ ‘મિશન મજનૂ’ ભારત-પાકિસ્તાનના સંબંધ પર આધારિત છે. ફિલ્મમાં પાકિસ્તાનમાં થયેલ ભારતના સૌથી સાહસી મિશનની કહાની છે. આ મિશને ભારત-પાકિસ્તાનના સંબંધોમાં બદલાવ કર્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!