રિયલ લાઈફમાં ‘અનુપમા’ને આ બીમારીના કારણે ગર્ભધારણમાં પડી અનેક તકલીફો, અને દિકરા વિશે કહ્યું કે…

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની સુપરહિટ સિરિયલ અનુપમાને લઈને તો ક્યારેક પોતાની અંગત લાઈફને લઈને. હાલમાં જ રૂપાલી ગાંગુલીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે જેના પછી અભિનેત્રીએ એક ફોટો પણ શેર કર્યો છે. દર્શકો પણ રૂપાલી સાથે જોડાયેલી દરેક ખબરમાં રસ ધરાવે છે આખરે એ અનુપમાના પાત્રથી બધાના દિલોમાં જગ્યા બનાવી ચુકી છે. એવામાં રૂપાલી ગાંગુલીએ પોતાના જીવન સાથે જોડાયેલો એક મહત્વનો ખુલાસો કર્યો છે જે હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.

image source

વાત જાણે એમ છે કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રૂપાલીએ ઘણા સવાલોના જવાબ આપ્યા છે અને ઘણા ખુલાસા પણ કર્યા છે. એ દરમિયાન રૂપાલીએ જણાવ્યું છે કે એમને પોતાની પ્રેગ્નનસીના સમયે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ડોક્ટરોના ઘણા ધક્કા ખાધા બાદ એમનો દીકરો એમને મળ્યો હતો. જેને એ કોઈ ચમત્કારથી જરાય ઓછું નથી સમજતી.

image source

રૂપાલીએ આગળ જણાવ્યું છે કે માતા બનવું એમની જિંદગીની ખાસ મહત્વકાંક્ષા હતી પણ સ્વાસ્થ્યના કારણે એમના માટે પ્રેગ્નેન્ટ થવું સરળ નહોતું. એમનું માનવું છે કે એમનો દીકરો રુદ્રાશ એમના માટે એક ચમત્કાર છે. એ આગળ કહે છે કે મને થાઇરોઇડની ખૂબ જ મોટી તકલીફ હતી જેનાથી ફર્ટિલિટીમાં ઉણપ આવી ગઈ હતી. ઘણી તકલીફો હતી પણ તેમ છતાં મેં ઘણા ડોકટરને બતાવ્યું. ત્યારે છેક હું મારા દીકરાને જન્મ આપી શકી.

image source

એ સિવાય પણ રૂપાલીએ ઘણા સવાલોના જવાબ આપ્યા. છેલ્લા કેટલાક વર્ષ ટીવીથી દૂર રહેવાના સવાલ પર રૂપાલી કહે છે કે મારો ઉદ્દેશ લગ્ન કરવા અને બાળકો પેદા કરવાનો હતો અને આખરે હું માતા બની ગઈ હતી અને એ પછી મને જિંદગીમાં કઈ નહોતું જોઈતું. એમને કહ્યું કે એવું નહોતું કે એ અભિનયથી ગાયબ હતી અને જો અનુપમાં સીરિયલમાં કામ કરવાનો મોકો ન મળતો તો એ હજી વધુ લાંબો બ્રેક લઈ લેતી.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં રૂપાલીએ બિઝનેસમેન અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2015માં એમને એમના દીકરાને જન્મ આપ્યો હતો. વાત રૂપાલીના કરિયરની કરીએ તો એમને સાત વર્ષની ઉંમરમાં 1985માં ફિલ્મ સાહેબમાં કામ કર્યું હતું. વર્ષ 2000માં એમને સિરિયલ સુકન્યાથી ટીવીમાં ડેબ્યુ કર્યું. એ પછી એ સંજીવની, ભાભી, સારાભાઈ વર્ષેસ સારાભાઈ અને પરવરીશ જેવી સિરિયલોમાં પણ કામ કરી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!