એક સમયે નેહા કક્કરનો બેસૂરો સૂર સાંભળી અનુ મલિકે પોતાને જ ઝીંકી દીધા હતા લાફા, થ્રોબેક વીડિયો થયો વાયરલ

ઇન્ડિયન આઇડલની જજ નેહા કક્કર આજે શોની જાન છે. જ્યારે નેહા કક્કર આ સિંગીંગ રિયાલિટી શોમાં જોવા મળતી નથી ત્યારે શોના ચાહકો ખાસ કંઈ ખાસ મજા આવતી નથી. નેહા કક્કરે તેની ગાયકી કારકિર્દીની શરૂઆત ઇન્ડિયન આઇડલથી જ કરી હતી. આ શોને કારણે તેની સિંગીંગ ફેમસ થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે નેહા કક્કરે પોતે પણ એક સમયે ઇન્ડિયન આઇડલ માટે ઓડિશન આપ્યું હતું અને તેનો અવાજ સાંભળીને શોના જજ સિંગર અનુ મલિક ખુદને થપ્પડ મારવા લાગ્યાં હતાં.

image source

હાલમાં નેહા કક્કરનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેનો આ વીડિયો ઈન્ડિયન આઇડલની બીજી સીઝનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વીડિયોમાં નેહા કક્કર ‘એસા લગતા હૈ’ ગીત ગાતી જોવા મળી રહી છે. વીડિયોમાં તેના ગીતો શોના જજ અનુ મલિક, સોનુ નિગમ અને ફરાહ ખાનને ધ્યાનથી સાંભળતા જોવા મળી રહ્યાં છે.

image source

નેહા કક્કરનું આ ગીત સાંભળ્યા બાદ અનુ મલિક ખૂબ નિરાશ થઈ જાય છે અને ગુસ્સે થઈને જતાં રહે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે નેહા ગાઈ રહી હોય છે ત્યારે અનુ મલિક તેને વચ્ચેથી જ રોકે છે અને કહે છે, ‘નેહા કક્કર તારો અવાજ સાંભળીને મને લાગે છે હું ખુદ ને મારું થપ્પડ. યાર તને આ શું થઈ ગયું છે. ત્યારબાદ વીડિયોમાં અનુ મલિકે સાચે જ પોતાને થપ્પડ મારતા બતાવ્યા છે. નેહા કક્કરનો આ થ્રોબેક વીડિયો મંદોદરી નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેહા કક્કરના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ચાહકો તેની આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ નેહા કક્કરે વર્ષ 2006માં ઇન્ડિયન આઇડલ 2માં ભાગ લીધો હતો. જો કે આ શો પર તેની સફર બહું લાંબો સમય ટકી નહીં અને તે ખૂબ ઓછાં સમયમાં જ શોમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તેને જેટલો પણ સમય શોમાં પોતાના શાનદાર સુર લગાવ્યાં હતાં તેનાથી લોકો તેના અવાજના દીવાના બની ગયા હતાં.

image source

તે શોથી લઈને આજનાં દિવસ સુધી નેહા લોકોને પોતાની ગાયકીની દીવાના બનાવી રહી છે. નેહા કક્કર હાલમાં ઈન્ડિયન આઇડલ 12ની જજ છે. તેની સાથે આ શોમાં વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા પણ છે. નેહા કક્કર આજના સમયમાં બોલિવૂડની સૌથી પ્રખ્યાત અને મોંઘી સિંગર છે. તેણે સેકન્ડ હેન્ડ જવાની, કાલા ચશ્મા, દિલબર, આંખ મારે અને ઓ સાકી સાકી સહિતના ઘણા જોરદાર ગીતો ગાયા છે અને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એક શોથી શરૂઆત કરનાર નેહા આજે પોતાના ટેલેન્ટથી ફેમસ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!