SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની નવી સુવિધા શરૂ કરી છે. આ આધાર બેઝ્ડ ઈન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ છે. તેનાથી ગ્રાહક બેંકના ઈન્ટિગ્રેટેડ બેંકિંગ અને લાઈફ સ્ટાઇલ પેલ્ટફોર્મ યોનોની મદદથી એકાઉન્ટ ખોલી શકે છે. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ(SBI)એ બચત ખાતું ખોલાવવા ઈચ્છતા લોકો માટે એક ખુશખબર આપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India)એ સેવિંગ અકાઉન્ટ(Savings Account) ઓનલાઈન ખોલવા માટેની પ્રક્રિયા સરળ બનાવી છે.
SBI Saving Account ખોલવા માટે કોઈ જ કાગળની જરૂર નહીં રહે. બ્રાંચના ધક્કા પણ નહીં ખાવા પડે. માત્ર ગણતરીની મિનિટોમાં જ તમારૂં બચત ખાતું ખુલી જશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની સુવિધા શરૂ કરી છે, આવી રીતે ખોલાવો ખાતુ. બ્રાંચના ધક્કા પણ નહીં ખાવા પડે. આ કામ તમે ઘરે બેઠા મિનિટોમાં કરી શકશો.
SBIએ ઈન્સ્ટા સેવિંગ બેંક ખાતું (Insta Saving Bank Account) સેવા શરૂ કરી છે, જે આધાર બેસ્ડ સર્વિસ હશે. આ સુવિધા હેઠળ તમે ઇન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલી શકશો. SBIની બેંકિગ સિસ્ટમ અને YONO પ્લેટફોર્મ દ્વારા તમે આ ખાતું ખોલાવી શકો છો.
આ સુવિધાઓ મળશે
SBI ઇન્સ્ટા સેવિંગ બેંક ખાતામાં 24*7 ઓનલાઈન બેંકિંગની સુવિધા મળશે. આ સિવાય ખાતું ખોલાવવાની સાથે બધાં ખાતા ધારકોને એટીએમ કમ ડેબિટ કાર્ડ (RuPay ATM-cum-Debit Card) મળશે.
મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ નહીં લાગે
તમને જણાવી દઈએ કે આ ખાતાધારકોએ મિનિમમ બેલેન્સ રાખવાની પણ જરૂર નથી. મિનિમમ બેલેન્સ ન હોવા પર ખાતાધારકને કોઈ ચાર્જ નહીં આપવો પડે.
આ રીતે ખોલાવો ખાતું
- એસબીઆઇ ઈન્સ્ટા સેવિંગ્સ બેંક ખાતું ખોલાવવા માટે ગ્રાહકોએ YONO Application ડાઉનલોડ કરવી પડશે.
- એપમાં તમારા PAN અને આધારની વિગતો નાંખીને ઓટીપી (OTP) સબમિટ કરવું.
- તમામ જરૂરી વિગતો પણ એન્ટર કરવાની રહેશે.
- એસબીઆઈ ઇન્સ્ટા સેવિંગ્સ બેંક ખાતાધારકો માટે નોમિનીની પણ સુવિધા પણ ઉપલબ્ધ છે.
- નોમિની રજિસ્ટર્ડ કરવા માટે SMS Alert અને SBI Quick Miss Call સર્વિસનો ઉપયોગ કરી શકો છો.
- પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી ખાતાધારકનું ખાતું તરત એક્ટિવ થઈ જશે અને ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે.
- જોકે KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાતાધારકે એક વખત બેંકમાં જવું પડશે.
- ગ્રાહક KYC માટે એક વર્ષની અંદર નજીકની SBI બેંક શાખામાં જઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,