દૂધ અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જ્યાં દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ‘એ’, ‘બી’ અને ડી સાથે લેક્ટિક એસિડ હોય છે. તેવી જ રીતે મધમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફેટ, ફ્રૂટ ગ્લુકોઝ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ જેવા ઘણા તત્વો હોય છે અને તે એન્ટીઓકિસડન્ટ, એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ પણ છે.
દૂધ અને મધ અલગ-અલગ તો ફાયદાકારક છે જ પણ શું તમે જાણો છો કે જો તમે દૂધમાં મધ મિક્સ કરો છો તો તે સંપૂર્ણ આહાર બની જાય છે. તો ચાલો અમે તમને જણાવીએ દૂધ અને મધના મિક્ષણનું સેવન કરવાથી શરીરમાં શું ફાયદા થાય છે.
- – દૂધ અને મધનું મિક્ષણ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
- – ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી તણાવ ઓછો થાય છે. તે નર્વસસિસ્ટમ અને ચેતા કોષોને પણ આરામ આપે છે.
- – દૂધ અને મધ એક સાથે પીવાથી પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું થાય છે.
- – સૂતા પહેલા લગભગ એક કલાક પહેલા, રોજ રાત્રે દૂધ સાથે મધનું સેવન કરવાથી ઊંઘ ઘણી સારી આવે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.
- – દૂધ સાથે મધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. ઉપરાંત, હાડકાઓને લગતી અન્ય સમસ્યાઓ પણ ઓછી થાય છે.
- – નિયમિત દૂધ અને મધનું મિક્ષણ પીવાથી શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે. તે શરીરને શક્તિ આપે છે અને મગજને મજબૂત બનાવે છે.
- – પાચક પ્રક્રિયાને વધુ સારી રાખવા માટે, તમે ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પી શકો છો આ પીણાંનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
- – મધ અને દૂધનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને કફ, હાઈ બ્લડ પ્રેશર અને અસ્થમાની સમસ્યામાં ઘટાડો થાય છે.
- – દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન વધે છે. જે પુરુષાર્થની શક્તિ વધારવામાં મદદ મળે છે.
- – દૂધ અને મધના મિક્ષણનું સેવન કરવાથી પુરુષોની સ્ટેમિના વધે છે.
– શ્વસન સમસ્યાઓથી પીડિત વ્યક્તિએ એક ગ્લાસ દૂધમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ. શ્વસન સમસ્યાઓથી પીડિત લોકોએ આ પીણાંનું સેવન કરવું જોઈએ. ગરમ દૂધમાં મધ મેળવીને પીવાથી શ્વાસની તકલીફો મટે છે. કારણ કે આ પીણું શ્વાસ નળીમાં આવતા ખરાબ બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. ગળાના દુખાવાથી પીડિત લોકોએ પણ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ.
– મધ અને દૂધમાં એન્ટિમાઇક્રોબાયલ અને ક્લોનીંગ ગુણધર્મો હોય છે. આ બંનેના સંયોજનનો ઉપયોગ ત્વચાની સુંદરતા વધારવા માટેના ઉત્પાદનોમાં થાય છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવવા માટે આ બને ખૂબ ફાયદાકારક છે આ બંનેને સમાન માત્રામાં સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકાય છે. મધ અને દૂધનું મિક્ષણ ઘણા સ્પામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
– દૂધ અને મધનું મિશ્રણ શરીરને સ્વસ્થ અને યુવાન રાખે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લોકો પ્રાચીન કાળથી જ મધ અને દૂધનું સેવન કરી રહ્યાં છે જેથી તેઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે. મોટે ભાગે, આ મિશ્રણને તેના મહત્વપૂર્ણ ગુણધર્મોને કારણે જીવનનું અમૃત પણ કહેવામાં આવે છે આ મિશ્રણમાં એન્ટીઓકિસડન્ટ ગુણ હોય છે. મધ અને દૂધને મિક્સ કરીને પીવાથી ચેહરા પરના ડાઘ, કરચલીઓ અને ડાર્ક સર્કલ દૂર થાય છે. સંશોધન દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે દૂધ અને મધના મિશ્રણનું સેવન કરવાથી તે શરીર માટે વધુ ફાયદાકારક છે. એક સંશોધન મુજબ મધ અને દૂધના મિક્ષણમાં સ્ટેફિલકોકસ નામના બેક્ટેરિયા સામે લડવામાં વધુ અસરકારક છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત