શું તમે જાણો છો બરાક ઓબામાના જૂતાની થવાની છે નિલામી, કિંમત જાણીને હોંશ ઉડી જશે

દેશ અને દુનિયામાં અનેક ચીજોની નિલામી થતી રહે છે. આજે વાત થઈ રહી છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની. તેમના નામથી સૌ કોઈ વાકેફ છે. તેમની લોકપ્રિયતા પણ કોઈનાથી છૂપી નથી. તેઓ એક એવા રાષ્ટ્રપતિ રહ્યા જે લોકોની વચ્ચે હતા અને સાથે સામાન્ય લોકોને માટે કામ કરતા હતા. એવામાં ઓબામાનું લોકપ્રિય થવું સ્વાભાવિક હતું. પણ તમે ભાગ્યે જ જાણતા હશો કે લોકો ઓબામાની સાથે સાથે તેમના સ્ટેટસ અને તેમની સાથે જોડાયેલી ચીજોને પણ પસંદ કરતા હતા.

imagw source

ઓબામાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને માટે બનાવવામાં આવેલા સ્પેશ્યલ શૂઝની કિંમત જૂતા બનાવનારી કંપની કરી રહી છે. ઓબામાના શૂઝની નિલામી માટેની કિંમત 18 લાખ રૂપિયાથી પણ વધારેની રાખવામાં આવી છે. હજુ તો વાત શરૂ થઈ છે. જૂતા બનાવતી કંપની નાઈકીએ ઓબામાના કાર્યકાળમાં તેમને માટે બાસ્કેટ બોલ રમવાના જૂતા બનાવ્યા હતા. જેના કારણે ઓબામાને બાસ્કેટ બોલ માટે પ્રેમ હતો.

image source

નાઈકીએ ઓબામા માટે ફક્ત 2 જોડી શૂઝ બનાવ્યા હતા. તેમાંથી એક ઓબામાને ગિફ્ટ કર્યા હતા. પરંતુ એક જોડી શૂઝને રાખી લીધા હતા. આજે તે શૂઝને નાઈકી વેચી રહી છે. આ શૂઝની કિંમત કંપનીએ 25 હજાર ડોલરની એટલે કે 18 લાખ 21 હજાર 575 રૂપિયા રાખી છે.

image soucre

આ શૂઝ પર અમેરિકાના રાષ્ટ્રપતિની ઓફિશિયલ સીલ લગાવેલી છે. 12 ફેબ્રુઆરી એટલે કે આજે આ જૂતાની નિલામી શરૂ થશે. જો તમે પણ આ શૂઝ ખરીદવા ઈચ્છો છો તો તમે પણ ભાગ લઈ શકો છો. જો કે ઓબામાના ચાહનારાની ખામી નથી અને સાથે જ તેઓ ઉંચી કિંમતે આ જૂતા ખરીદવાની તૈયારી પણ બતાવી રહ્યા છે.

image source

આ સિવાય બરાક ઓબામાની પસંદની કેટલીક ખાસ વસ્તુઓમાં ભગવાન હનુમાનજીનો પણ સમાવેશ થાય છે. તેઓ તેમના ખિસ્સામાં તેમને કાયમ સાતે રાખતા હતા. જ્યારે તેઓ થાકી જતા કે હતોત્સાહ થઈ જતા ત્યારે હનુમાનજીથી તેમને પ્રેરણા મળતી હતી. આ વાત તેઓએ યૂટ્યૂબને કહી હતી. આ સિવાય તેઓએ કહ્યું કે હું હંમેશા હનુમાનજીની મૂર્તિને સાથે રાખું છું એટલે નહીં કે હું અંધવિશ્વાસી છું એવું એટલા માટે કે મને લાગે છે કે જરૂરી છે કે હું તેમને મારી પાસે રાખું. આ ચીજો મને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવાની સફરની યાદ અપાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ