હેર કેરમાં કમાલ કરે છે આ 1 તેલ, ખાસ રીતે મસાજથી મળશે ફાયદો

યુવતીઓ હોય કે મહિલાઓ અરે આજકાલ તો પુરુષો પણ લાંબા વાળ રાખતા હોય છે. આ સમયે ખાસ કરીને શિયાળાની સીઝનમાં હેર કેર મહત્વનો ભાગ ભજવે છે. જો તમે વાળને યોગ્ય રીતે મસાજ આપો છો તો તેનો ગ્રોથ ખૂબ જ સુંદર રીતે થાય છે. વાળની દેખરેખમાં કેસ્ટર ઓઈલ સારું માનવામાં આવે છે. કાળા, લાંબા અને ભરાવદાર વાળ માટે કેસ્ટર ઓઈલ અસરકારક છે. આ તેલ પ્રમાણમાં વધારે ચીકણું હોય છે જેનાથી વાળમાં સીધી રીતે લગાવી શકાતું નથી. તમે જ્યારે પણ કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરો છો ત્યારે તેને નારિયેળ કે બદામ તેલમાં મિક્સ કરીને લગાવવું. તો જાણી લો કેસ્ટર ઓઈલ લગાવવાના ફાયદા અને યોગ્ય રીત.

કેસ્ટર ઓઈલનો લાભ

image source

કેસ્ટર ઓઈલને પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળની ડ્રાયનેસ ખતમ થઈ જાય છે. કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરીને તમે વાળમાં રહેતા ડેન્ડ્રફની સમસ્યા પણ ઉકેલી શકો છો. જે લોકોને વાળમાં કોઈ પરત જામી જાય છે તો કેસ્ટર ઓઈલના ઉપયોગથી રાહત મળી શકે છે.

જાણો કેસ્ટર ઓઈલ લગાવવાની યોગ્ય રીત

image source

કેસ્ટર ઓઈલને નારિયેળ તેલ, બદામ તેલ કે ઓલિવ ઓઈલની સાથે મિક્સ કરીને લગાવવું. શેમ્પૂ કરવાના 1 કલાક પહેલાંથી સારી રીતે મસાજ કરી લેવું જોઈએ. મસાજ કર્યા બાદ ગરમ પાણીમાં રૂમાલ પલાળીને તેને નીચોડી લો અને આ રૂમાલમાં વાળને વીંટાળી રાખો. 15 મિનિટ માટે આ રૂમાલ વાળમાં રહેવા દો. આમ કરવાથી તમારી માથાની ચામડી સોફ્ટ થઈ જશે અને તેનાથી વાળના મૂળ પણ મજબૂત બનશે.

શેમ્પૂ કરતાં રાખો આ વાતનું ધ્યાન

image source

શેમ્પૂ કરતાં ગરમ પાણીનો ઉપયોગ ન કરો, જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરો છો તો તમારા વાળ સૂકા અને બેજાન બની જાય છે. ક્યારેય હાર્ડ શેમ્પૂથી વાળ ન ધૂઓ, તેના માટે હંમેશા માઈલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો તે હિતાવહ છે.

image source

તો આ ટિપ્સ જાણ્યા બાદ હેર કેરમાં ધ્યાન રાખીને તેનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારા વાળને એક નવી શાઈનિંગ અને સ્મૂધનેસ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત