Expert Tips: ઠંડીમાં આ રીતે રાખો કાર અને બાઇકનું ધ્યાન, નહિં થાય ક્યારે પણ ખરાબ અને એક જ કિકે થઇ જશે ચાલુ

શિયાળાની સીઝન નજીક છે. એવામાં તમે ઇચ્છો છો કે તમારી ગાડી કોઇપણ સમસ્યા વિના ચાલતી રહે, તો તમે આ ટિપ્સને અપનાવી શકો છો. શિયાળામાં તમારી કારને પણ સીઝનને કારણે કેટલીક મુશ્કેલી આવે છે. તે તેની બેટરી હોય કે ટાયર, લાઇટ હોય કે એક્ઝોસ્ટ સિસ્ટમ, ધ્યાન નહીં રાખો તો તે તમારા માટે મુશ્કેલી કરી શકે છે. આ સીઝનમાં તમે તમારી કારનું ધ્યાન કેવી રીતે રાખશો તે જાણો.

10 વોલ્ટથી ઓછો ન હોય બેટરી પાવર

image source

શિયાળામાં કાર બેટરી પર સૌથી વધારે અસર થાય છે. શિયાળાની સીઝનમાં બેટરીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારની બેટરી 3 વર્ષ જૂની થઇ ગઇ છે તો તમે મિકેનિક પાસે એકવાર ચેક કરાવી લો તે આવશ્યક છે. જો થોડો પાવડર જામી ગયો છે તો તેને કોઇ હાર્ડ બ્રશથી સાફ કરો. ઇગ્નિશન ઓન કરતાં તેમાં મીડ લાઇટ ડિમ થઇ જાય તો સમજો કે બેટરી બદલવાની જરૂર છે. સામાન્ય રીતે બેટરી પાવર 12.67થી 13 વોલ્ટનો હોય છે. જો તે 10 વોલ્ટથી નીચે છે તો બેટરી બદલી દેવી જોઇએ.

28-30ની વચ્ચે રાખો ટાયરનું એરપ્રેશર

image source

ઠંડીની સીઝનમાં ભેજના કારણે સડક હંમેશા થોડી ભીની રહે છે. એવામાં ટાયરના સ્લિપ થવાના ચાન્સ સારા રહે છે. કારમાં ફ્રન્ટ ટાયરમાં એર પ્રેશર 32-34 psi રાખવામાં આવે છે અને સાથે પાછળ આ પ્રેશર 30-32. ઠંડીના દિવસોમાં 2-2 પોઇન્ટ ઓછી હવા રાખવી જોઇએ, તેનાથી ટાયરના સ્લિપ થવાના ચાન્સ ઓછા રહે છે. જો ટાયર ઘસાઇ ગયા છે તો તેને બદલી દેવા એ જરૂરી છે. જો થોડા દિવસ તેની સાથે જ ચલાવવું પડે તેમ હોય તો ઓછા પ્રેશરની સાથે ડ્રાઇવ કરો.

ગેરેજ કે કવર્ડ જગ્યાએ કાર પાર્ક કરો

image source

ઠંડીની સીઝનમાં કોશિશ કરો કે કારને ગેરેજ કે કવર્ડ જગ્યાએ પાર્ક કરો. આ દિવસોમાં કારને ખુલ્લી જગ્યામાં ઊભી રાખવાથી બેટરી જલ્દી ડિસ્ચાર્જ થાય છે. કાર સ્ટાર્ટ થવામાં તકલીફ પડે છે. કવર્ડ જગ્યાએ પાર્કિંગ કરવાથી બેટરી ગરમ રહે છે.

સર્વિસ કરાવો

image source

ખાસ કરીને શિયાળામાં સવારે ગાડી સ્ટાર્ટ કરવામાં સમસ્યા આવે છે. આ સમયે જો તમે ગાડીનું મેન્ટેનન્સ સારી રીતે કરાવો છો તો તમને લાભ મળે છે. જો લાંબા સમયથી ગાડીની સર્વિસ નથી કરાવી તો આજે જ તેનો પ્લાન બનાવી લો તે જરૂરી છે.

લાઈટ્સ કરો ચેક

image source

શિયાળામાં જો તમારી ગાડીમાં ફોગ લાઈટ્સ નથી તો તમારા માટે હાઈવે પર ગાડી ચલાવવાનું મુશ્કેલ બને છે. આ સિવાય ગાડીની હેડલાઈટ્સ પણ સારી રીતે કામ કરે તે જરૂરી છે. તેનાથી અકસ્માતને ઘટાડવામાં મદદ મળે છે. તો હવે આ તમામ વાતોને કારમાં કરી લો ચેક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ