ઘરે કરો આ યોગા, અને ઘટાડી દો 5 કિલોથી પણ વધારે તમારું વજન

શિયાળાના દિવસો જતાં જ આપ કપડાઓમાં કઈક નવું કરવાનું ટ્રાય કરો છો, કેમકે ઉનાળામાં કપડાંની ફેશન ખૂબ વધીને સામે આવે છે. પરંતુ જો આપ પોતાના ઝૂલતા પેટના કારણથી કપડાં પહેરવા માટે મન મારવું પડે છે તો? આવું આપને ના કરવું પડે એટલા માટે અમે આપને કેટલાક એવા યોગાસનો વિષે જણાવી રહ્યા છીએ. એની મદદથી આપ ઉનાળા માટે પોતાને ફિટ કરી શકશો અને પોતાની પસંદના આઉટફિટ પહેરી શકશો.

image source

જો કે વજન વધવાથી બચવા માટે પણ ફિટનેસ શેડ્યૂલને બનાવીને રાખવું જરૂરી છે, જો કે શિયાળાના આળસના દિવસોમાં નથી કરી શકતા. પરંતુ જો ફિટ દેખાવું છે, તો આપ પોતાની શારીરિક ગતિવિધિઓને નિયમિત રૂપથી કરો અને આ યોગાભ્યાસને કરો, જે અમે આપને અહિયાં જણાવી રહ્યા છીએ. યોગ મનને શાંત કરવાના રૂપમાં કરી શકાય છે, પરંતુ આ વજન ઓછું કરવાનું એક મોટું માધ્યમ છે. આ સિવાય, સ્વસ્થ ભોજનની સાથે પોતાને હાઇડ્રેટ રાખવાનો પણ પ્રયત્ન કરો.

વજન ઘટાડવા વાળા યોગાસન(yoga poses ફોર weight loss):

૧. સંતુલાસન :

image source

– આ આસન કરવા માટે આપ સૌપ્રથમ પેટના બળે સૂઈ જાવ.

-હવે આપ પોતાની હથેળીઓને ખભાની પાસે રાખો અને પોતાના પુરા શરીરને હાથના બળે ઉપર ઉઠાવો.

-આપના પગની આંગળીઓથી ફર્શ પર જમાવી રાખો અને ઘુંટણને સીધા રાખો.

-સુનિશ્ચિત કરો કે ઘુંટણ, પેડુ અને કરોડરજ્જુ સીધા હોય.

-આપની કલાઈ ખભાની એકદમ નીચે હોવી જોઈએ.

-થોડિકવાર આ મુદ્રામાં રહો અને પછી પાછા પહેલા વાળી સ્થિતિમાં આવી જાવ.

૨. વશિષ્ઠાસન:

image source

-આ આસન કરવા માટે પહેલા સંતુલાસન (પ્લૈક)થી શરૂ કરો.

-હવે આપ પોતાની જમણી હથેળીને જમીન પર મજબૂતીથી ટકાવીને પોતાના હાથને ફર્શ થી હટાવી દો.

-પોતાના આખા શરીરને ડાબી તરફ સીધું રાખું અને પોતાના ડાબા પગને પણ ફર્શ થી ઉઠાવીને પોતાના જમણા પગની ઉપર રાખો.

-આપના ડાબા હાથને કમર પર રાખો કે પછી ઉપર ઉઠાવો.

-સુનિશ્ચિત કરો કે આપના ઘુંટણ, એડી અને પગ બંને સાથે રાખો અને સીધા હોય.

-ત્યારપછી પોતાનું માથું ફેરવવું અને પોતાના ડાબા હાથ તરફ જોવો.

-થોડિકવાર માટે આ આસનમાં રહો અને પછી ધીરે ધીરે સંતોલાસનમાં આવીને સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

-ત્યાર પછી આ પ્રક્રિયા જમણી તરફ સમાન ફરીથી કરો.

૩. પાદહસ્તાસન:

image source

-એના માટે આપ સૌથી પહેલા ઊભા થઈ જાવ.

-હવે આપ શ્વાસ છોડો અને ધીરેથી પોતાના શરીરને નીચેની તરફ ઝુકાવો અને પોતાના નાકને પોતાના ઘુંટણ સુધી સ્પર્શ કરો.

-આપની હથેળીઓને પગની બંને તરફ રાખો.

-જો આપના હાથ પગ સુધી નથી પહોંચતા તો આપ ઘુંટણને થોડા વાળી શકો છો.

-ધીરે ધીરે આપ અભ્યાસ કરતાં આપ પોતાના ઘુંટણોને સીધા કરો અને પોતાની છાતીને જાંઘ સુધી અડાડવાનો પ્રયત્ન કરો. કેટલીક વાર આ સ્થિતિમાં રહો અને પછી પાછા સામાન્ય સ્થિતિમાં આવી જાવ.

૪. ધનુરાસન:

image source

-આ આસન કરવા માટે આપને પેટના બળે સૂઈને શરૂઆત કરવાની છે.

-પછી આપ આપના ઘુંટણોને ઉપર ઉઠાવો અને પોતાની હથેળીઓથી પોતાની એડીઓને પકડો.

-જેટલું શક્ય હોય પોતાના પગને ઉપર ઉઠાવો.

-આ મુદ્રામાં થોડિકવાર રહો અને પછી પાછા પહેલા વાળી સ્થિતિમાં આવી જાવ.

૫. ચક્રાસન:

image source

-આ આસન માટે આપે પોતાની પીઠના બળે સૂઈ જાવ.

-ત્યાર બાદ આપ પોતાના ઘુંટણોને વાળી દો અને સુનિશ્ચિત કરો કે આપના પગને મજબૂતી થી જમીન પર ટકાવો.

-હવે પોતાની હથેળીઓને પણ ફર્શ પર રાખો.

-હવે શ્વાસ લો, પોતાની હથેળીઓ અને પગ પર દબાણ નાખો અને પોતાના આખા શરીરને એક આર્ચ બનાવવા માટે ઉપર ઉઠાવો.

-પોતાની ગર્દનને આરામ આપો અને પોતાના માથાને ધીરે થી પાછળની તરફ ઝુકાવો.

આ કેટલાક યોગાસનો એવા છે, જે આપને ઉનાળા માટે પોતાને ફિટ રાખવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ