આ મુવી માટે સાવ મફતમાં કામ કર્યુ છે આ 10 કલાકારોએ, ખબર છે તમને?

બોલિવૂડના આ દસ કલાકારોએ કોઈ પણ જાતની ફી વસુલ્યા વગર કામ કર્યું છે

image source

સિલિબ્રિટી શબ્દ જ્યારે આપણા સાંભળવા, વાંચવામાં કે બોલવામાં આવે ત્યારે પ્રથમ ખ્યાલ તેમની કમાણીનો જ આપણા મનમાં આવતો હોય છે.

તેઓ માત્ર પોતાની ફિલ્મો દ્વારા જ કમાણી નથી કરતાં પણ દીવસેને દીવસે તેમના કમાણીના સ્રોતો વધતા જ જઈ રહ્યા છે.

કેટલીક જાહેરાતો, બ્રાન્ડ કેમ્પેઇન, વિવિધ ફિલ્મોમાં કેમિઓ કે પછી મોડલિંગ દ્વારા તેમજ કેટલાકે તો પોતાની પેરેલલ પ્રોડક્શન કંપનીઓ પણ ખોલી છે જેથી કરીને તેમના બેંકના ખાતામાં નાણાનો એકધારો પ્રવાહ ચાલુ રહે.

image source

જે હોય તે, તે તેમનો વ્યવસાય છે અને તેમને કમાવાનો પુરો હક્ક છે અને તેઓ પોતાના વ્યવસાયમાં સારા હોવા છતાં બોલિવૂડ સેલિબ્રિટી ક્યારેય મિત્રતા તેમજ નિતિમત્તા નિભાવવામાં પાછા નથી પડતા.

કેટલીકવાર તે લોકો એવા પ્રોજેક્ટ્સ અને રોલ હાથ પર માત્ર મિત્રતા નિભાવવા ખાતર જ લેતા હોય છે અને તેવે વખતે તેમનો ઉદ્દેશ રૂપિયા મેળવવાનો જરા પણ નથી હોતો.

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ 10 સેલિબ્રિટિએ આ મોટા પ્રોજેક્ટ માટે એક રૂપિયાની પણ ફી નથી વસૂલી.

1. ભૂતનાથ અને ભૂતનાથ રિટર્ન્સ માટે શાહ-રુખ ખાન

image source

શાહ-રુખ ખાન બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધારે ફી વસુલતો અભિનેતા છે તેમ છતાં તેણે તેના ભૂતનાથ તેમજ ભૂતનાથ રિટર્ન્સના ચરિત્ર્ય માટે એક રૂપિયો પણ ચાર્જ નહોતો કર્યો.

2. ઓમ શાંતિ ઓમ માટે સલમાન ખાન

image source

ફરાહ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ માટેના એક ગીતમાં થોડા સ્ટેપ કરવા બદલ સલામાને કોઈ જ ચાર્જ નહોતો વસૂલ્યો. તેણે તીસ માર ખાન, અજબ પ્રેમ કી ગઝબ કહાની અને સન ઓફ સરદારમાં પણ ચાર્જ વગર કેમિયો રોલ કર્યા હતા.

3. ‘ફેવિકોલ સે’ માટે કરીના કપૂર

image source

બિલ્લુ બાર્બર ફિલ્મમાંના ‘મરજાની’ ગીત માં કરિનાએ ઉત્તમ પર્ફોર્મન્સ આપ્યું હતું, પોતાના મિત્ર શાહ-રુખ ખાનની આ ફિલ્મમાં તેણીએ ફ્રીમાં કામ કર્યું હતું. અરે જ્યારે શાહ રુખે તેણીને શૂટ બાદ ચેક મોકલ્યો ત્યારે તેણીએ ખુબ જ નમ્રતાથી તે ચેક પાછો મોકલી દીધો હતો.

કરિનાએ ‘દબંગ 2’માં પણ ફેવિકોલ સે આઇટમ સોંગ ફ્રીમાં કર્યું હતું, અને તેણીએ ‘મુન્ની બદનામ હૂઈ’ જેવો જ જલવો પાથર્યો હતો.

4. ‘યુ ગેટ મી રોકિંગ એન્ડ રિલિંગ’ માટે પ્રિયંકા ચોપ્રા

image source

પ્રિયંકા ચોપ્રાએ પણ બિલ્લુ બાર્બર માટે એક કેમિઓ પ્રમોશનલ સોંગ કર્યું હતું અને તેણીનું ‘યુ ગેટ મી રોકિંગ એન્ડ રિલિંગ’નું પર્ફોમન્સ શાહરુખ ખાનને તેની ફિલ્મ માટે ભેટ આપ્યું હતું.

5. ઓમ શાંતિ ઓમ માટે દીપિકા પદુકોણે

image source

આ ખરેખર નમ્રતા તેમજ નિરઅભિમાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. દિપિકા પોતાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં લોન્ચ થઈ અને આ અભિનેત્રીએ તેની અવેજમાં કોઈ જ પે ચેક નહી લઈને પોતાની કારકીર્દીને આ ફિલ્મ થકી બોલિવૂડમાં કિક-સ્ટાર્ટ મેળવવાની બાબતને વધારે મહત્ત્વ આપ્યું હતું.

6. ચિકની ચમેલી માટે કેટરિન કૈફ

image source

કરન જોહર સાથેની મિત્રતા નિભાવવા કેટરિના કૈફે ફિલ્મ અગ્નિપથનું આયટમ નંબર ચિકની ચમેલી ફ્રિ ઓફ કોસ્ટ કર્યું હતું. જો કે તેની અવેજમાં કરન જોહરે પોતાની મિત્રતા નિભાવતા તેણીને ફેરારી કાર ગીફ્ટ કરી હતી ! તેમ છતાં તેણીના આ કામની ગણતરી આપણે ફ્રી ઓફ કોસ્ટમાં જ કરવી જોઈએ.

7. ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે સોનમ કપૂર

image source

બોલિવૂડમાં ફેશનિસ્ટા તરીકે જાણીતી અભિનેત્રી સોનમ કપૂરે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં ખુબ જ ટચૂકડું ચરિત્ર કર્યું હતું. તેમ છતાં તેણીએ આ ફિલ્મના પ્રમોશન માટે પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું હતું, પણ તેણીએ પોતાના આ કામ માટે માત્રને માત્ર રૂ. 11 જ વળતર સ્વરૂપે લીધા હતા.

8. હૈદર માટે શાહિદ કપૂર

image source

શાહિદ કપૂર હૈદરમાંના પોતાના દમદાર અભિનય માટે જાણિતો છે. જ્યારે વિશાલ ભાર્દ્વાજ તેની પાસે આ રોલ લઈને આવ્યા, ત્યારે તેણે તેમાં અભિનય કરવાનું નક્કી જ કરી લીધું હતું. અભિનેતાએ આ રોલ સંપૂર્ણ રીતે ફ્રીમા કર્યો હતો.

તેણે પોતાના આ રોલને કારકીર્દીના ટર્નિંગ પોઇન્ટ તરીકે ધ્યાનમાં લીધો હતો. અને આપણે તેનું આ ફિલ્મમાંનું પર્ફોરમન્સ તો જાણીએ જ છીએ !

9. કભી ખુશી કભી ગમ માટે રાની મુખર્જી

image source

કરણ જોહર આ અભિનેત્રીને સારા પગલાની માને છે માટે તેણે આ ફિલ્મમાંનું ‘નૈના’નું પાત્ર ફ્રીમાં કર્યું હતું.

10. ‘હર કીસી કો નહીં મીલતા’ ગીત માટે સોનાક્ષી સિન્હા

image source

આ અભિનેત્રીએ અક્ષય કુમાર સાથે ઘણી બધી ફિલ્મો જેવી કે રાઉડી રાઠોડ, જોકર, વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા, અને હોલિડેઃ અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યૂટી માં કામ કર્યું છે. અને તેણે અક્ષય કુમારની ‘બોસ’ ફિલ્મ માટે આ કેમિયો સોંગ ફ્રીમાં કર્યું હતું.

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે આ મનોરંજનની દુનિયા ખુબ જ ક્રૂર છે પણ તેમ છતાં ત્યાં પણ ક્યાંક મિત્રતા અને સારપ હજુ પણ દર્શન આપતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ