શું તમારે ખેતી કરવી છે પણ જમીન તેમજ ખેતર નથી? તો ચિંતા કર્યા વગર આ રીતે કરો કમાણી, સરકાર આપી રહી છે આટલા લાખ રૂપિયા

જો આપ કૃષિક્ષેત્રમાં પોતાનો બીઝનેસ શરુ કરવા ઈચ્છો છો આ સાથે જ આપ ખેતીવાડી પણ નથી કરવા ઈચ્છતા તો આપના માટે આ સારી તક છે. ખરેખરમાં જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક નવી યોજનાની શરુઆત કરવામાં આવી છે. જેની મદદથી આપ માત્ર આપનો બીઝનેસ જ નહી ઉપરાંત સારી આવક પણ પ્રાપ્ત કરી શકશો. ત્યાં જ આ યોજનાથી ગામમાં રહેતા લોકોને ઘણો ફાયદો થી શકે છે, જે યુવાનો અત્યારના સમયમાં રોજગારની શોધ કરી રહ્યા છે તેમના માટે કારગત સાબિત થઈ શકે છે. જે યુવાનો કઈક અલગ જ પ્રકારના રોજગારની શોધમાં છે તેમના માટે આ યોજના અસરકારક સાબિત થઈ શકે છે. એની મદદથી આપને ઘણી ઝડપથી નફો કમાવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. આ લેખમાં અમે આપને આ યોજના વિષે પૂરી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, આ યોજના કેવી રીતે કામ કરે છે અને ક્યાં અને કેવી રીતે રોકાણ કરવાનું હોય છે તેના વિષે પણ માહિતી આ લેખ દ્વારા આપવામાં આવશે.

આ યોજના શું છે?

image soucre

ખરેખરમાં જોવા જઈએ તો, કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનું નામ સોઈલ હેલ્થ કાર્ડ યોજના છે. આ યોજનાની મદદથી ગ્રામીણ સ્તરે મિની સોઈલ ટેસ્ટીંગ લેબોરેટરીની સ્થાપના કરવાની હોય છે. આ યોજના દ્વારા સ્થાપિત કરવામાં આવેલ લેબની મદદથી આપ સારી આવક ઉભી કરી શકો છો. અત્યારના સમયમાં દેશમાં ખેડૂત પરિવારની તુલનાએ સોઈલ ટેસ્ટીંગ લેબ ઘણા ઓછા પ્રમાણમાં છે. ત્યારે આવા સમયમાં કૃષિક્ષેત્રમાં રોજગાર મેળવવાની સારી તક પણ છે.

અહિયાં શું કરવામાં આવે છે.

image soucre

મિની સોઈલ ટેસ્ટીંગ લેબમાં ખેતી કરવા માટે માટીની તપાસ કરવામાં આવે છે. આ માટીની તપાસ કર્યા બાદ માટી માંથી મળી આવતા પોષકતત્વો વિશે શોધ કરવાની હોય છે ત્યાર બાદ તેમાં ફરીથી સુધારા કરવામાં આવી શકે છે. આપે માટીના સેમ્પલ લેવા માટે, માટીની તપાસ કરવા માટે અને સોઈલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર તરફથી ૩૦૦ જેટલા માટીના સેમ્પલ આપવામાં આવે છે. મિની સોઈલ ટેસ્ટીંગ લેબમાં માટીની તપાસ થઈ ગયા પછી જ ખબર પડે છે કે, આપના ખેતરમાં ખેતી કરવા સમયે કેટલું ખાતર નાખવું જરૂરી હોય છે. ઉપરાંત આપ ખેતરમાં ક્યાં પાકનું વાવેતર કરવું જોઈએ. આ સાથે જ ખાતર સંબંધિત અન્ય માહિતી પણ આપવામાં આવે છે.

કેવી વ્યક્તિ મિની સોઈલ ટેસ્ટીંગ લેબ ખોલી શકે છે?

સરકારની આ યોજના હેઠળ ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષની ઉમર ધરાવતા ગ્રામીણ યુવકો દ્વારા આ લેબને ખોલી શકે છે. આની સાથે જ ઉમેદવારને એગ્રિ ક્લિનિક, કૃષિ ઉદ્યમી ટ્રેનીંગ હોવાની સાથે જ દ્રિતીય શ્રેણીમાં વિજ્ઞાન વિષયની સાથે મેટ્રિક પાસ કરેલ હોવું આવશ્યક છે.

કેટલો ખર્ચ કરવાનો થાય છે?

image soucre

સામાન્ય રીતે આવા પ્રકારની કોઈપણ લેબ ખોલવાનો ખર્ચ અંદાજીત ૫ લાખ રૂપિયા સુધી આવે છે. પણ જો આપ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો લેબ ખોલવા માટે આપને ૭૫% નાણાકીય મદદ સરકાર તરફથી કરવામાં આવે છે. એટલે કે, સરકાર દ્વારા આપને ૩.૭૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. જેના પરિણામે આપને માત્ર ૧.૨૫ લાખ રૂપિયા જેટલો જ ખર્ચ કરવો પડી શકે છે. ત્યાં જ મિની સોઈલ લેબ દ્વારા થતી આવક વિષે વાત કરીએ તો લેબ તરફથી સારી આવક મેળવી શકો છો.

કોનો સંપર્ક કરવાનો?

image source

મિની સોઈલ ટેસ્ટીંગ લેબ બનાવવાની ઈચ્છા ધરાવતા યુવાનોએ ખેડૂત અને અન્ય સંગઠન જીલ્લાના કૃષિ વિભાગના કાર્યાલયમાં લેબ માટે રજૂઆત કરવાની હોય છે. agricoop.nic.in કે પછી soilhealth.dac.gov.in પર જઈને પણ સંપર્ક કરી શકો છો. તેના માટે આપ કિસાન કોલ સેન્ટર નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરીને વધુ જાણકારી મેળવી શકો છો. સરકાર દ્વારા આપને જે પૈસા આપવામાં આવશે તેમાંથી ૨.૫ લાખનું તપાસ મશીન, રસાયણ અને સ્કેનર આપવામાં આવી શકે છે. આપે જીપીએસની ખરીદી કરવા માટે ૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ