વિશ્વના સૌથી મોટા નખ ધરાવતી સ્ત્રીએ ૨૮ વર્ષે લીધો નખ કાપવાનો નિર્ણય, જાણો શા માટે…?

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે, વિશ્વમા ઘણા એવા લોકો છે કે, જે પોતાની વિચિત્ર આદતના કારણે સમગ્ર વિશ્વમા ઓળખ અને ખ્યાતી મેળવે છે. જ્યારે પણ આપણે આ લોકો વિશે સાંભળીએ છીએ ત્યારે થોડા સમય માટે તો આપણે ઊંડી વિચારસરણીમા ખોવાઈ જતા હોઈએ છીએ કે, આવુ તે કેવી રીતે કરી શકતા હશે? અને આવુ કરીને તેમને મળતુ શું હશે?

જોકે, આ પ્રશ્નોના જવાબ કોઈ સચોટ તો નથી હોતા પરંતુ, તમે એમ અનુમાન લગાવી શકો છો કે, આ કાર્ય તેમને એક અલગ જ પ્રકારની આનંદની લાગણીનો અનુભવ કરાવતુ હોય છે ત્યારે આજે આ લેખમા આપણે પણ આવી જ એક વ્યક્તિ વિશે માહિતી મેળવવાની છે તો ચાલો જાણીએ.

સામાન્ય રીતે આપણે સૌ અઠવાડિયામા એકવાર તો આપણા નખ કાપતા જ હોઈએ છીએ અને તેની યોગ્ય સાફ-સફાઈ પણ કરતા હોઈએ છીએ પરંતુ, જો આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે આજે પૂરા ૨૮ વર્ષ પછી પોતાના નખ કાપી નાખ્યા છે તો હાલ પ્રવર્તમાન સ્થિતિ તેના માટે કેવી હશે, તે વિચારવા લાયક છે.

વાસ્તવમા અમેરિકાના ટેક્સાસના આયાના વિલિયમે લાંબા નખ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પરંતુ, હાલ તેણે પોતાના આ લાંબા નખ કાપવાનો સચોટ નિર્ણય લીધો છે. આ લાંબા નખના કારણે જ તેણે આટલી ખ્યાતિ મેળવી હતી. તેણે પોતાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

નખ કાપતા પહેલા જ્યારે છેલ્લે આયનાના નખ માપવામા આવ્યા હતા ત્યારે તે ૭૩૩.૫૫ સે.મી. હતા. તેણીએ ટેક્સાસના ડો. એલિસનના રોટરી પાવર ટૂલની મદદથી નખ કાપી નાખ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડે યુટ્યુબ પર અલાનાના કાપેલા નખનો વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમા અલાનાના નખ મશીનની મદદથી જે રીતે કાપવામા આવી રહ્યા છે, તે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આટલા મોટા નખની સાથે તે પોતાના આટલા વર્ષો સુધી સામાન્ય જીવનમા કેવી રીતે કામ કરતી હતી, તે અંગે ઘણા લોકો આજે પણ મૂંઝવણમા છે. આ ઉપરાંત હવે જ્યારે તેણીએ નખ કાપી નાખ્યા છે તો તેનો અનુભવ પણ એક અલગ જ પ્રકારનો રહેશે. ખરેખર, લોકો વિશે ક્યારેય પણ કોઈ પૂર્વધારણા ના બાંધી શકાય, તે ક્યારે શું કરી જાય કહી જ શકાય નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!